સુંજવાન હુમલો: ભાનમાં આવતા જ મેજરે પૂછયું, આતંકીઓનું શું થયું? - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સુંજવાન હુમલો: ભાનમાં આવતા જ મેજરે પૂછયું, આતંકીઓનું શું થયું?

સુંજવાન હુમલો: ભાનમાં આવતા જ મેજરે પૂછયું, આતંકીઓનું શું થયું?

 | 2:44 pm IST

જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા હુમલા દરમ્યાન આતંકીઓ સામે લડતાં દેશના બહાદુર જવાનોના એક-એકથી ચઢિયાતા રોમાંચક કિસ્સા સામે આવે છે. આવો જ એક બહાદુરીનો કિસ્સો મેજર અભિજીતનો સામે આવ્યો છે. સુંજવાન મિલિટ્રી કેમ્પ પર હુમલા દરમ્યાન મેજર અભિજીત ગંભીર રીતે ઘાયલ થયા કે તેમણે 3-4 દિવસ સુધી બહારની દુનિયાની કોઇ ખબર જ નહોતી. સર્જરી બાદ હોશમાં આવતા જ ભારતના આ બહાદુર લાલે પહેલો પ્રશ્ન એ પૂછયો કે આતંકીઓનું શું થયું.

મેજર અભિજીતની સારવાર ઉધમપુરની આર્મી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉધમપુર કમાન્ડ હોસ્પિટલના કમાંડેંટ મેજર જનરલ નદીપ નૈથાનીએ કહ્યું કે અભિજીતનું આત્મબળ ખૂબ ઉચું છે. તેમણે કહ્યું કે સર્જરી બાદ મેજરે સૌથી પહેલાં પ્રશ્ન એ પૂછયો કે આતંકીઓનું શું થયું. તેમના મતે મેજરના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે.

મેજર અભિજીતે કહ્યું કે હાલ તેઓ ખૂબ સારું અનુભવી રહ્યાં છે. તેમણે કહ્યું કે હવે તેઓ ડૉકટર્સ સાથે વાત કરી રહ્યાં છે અને દિવસમાં બે વખત જાતે ચાલી પણ શકે છે. તેમણે કહ્યું કે ઘાયલ થયા બાદ તેમને બહારની દુનિયા અંગે કંઇ જ ખબર નહોતી.

આપને જણાવી દઇએ કે ગુરૂવારના રોજ સુંજવાન આર્મી કેમ્પમાંથી વધુ એક જવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આમ સુંજવાન હુમલામાં અત્યાર સુધીમાં 6 જવાન શહીદ થઇ ગયા છે.