What happened was that after 1972, NASA stopped looking at the moon
  • Home
  • Technology
  • એવું તે શું થયું હતુ કે 1972 બાદ નાસાએ ચંદ્ર સામું જોવાનું જ બંધ કરી દીધું? ખુલ્યું મોટું રહસ્ય

એવું તે શું થયું હતુ કે 1972 બાદ નાસાએ ચંદ્ર સામું જોવાનું જ બંધ કરી દીધું? ખુલ્યું મોટું રહસ્ય

 | 10:49 am IST

“માનવતા માટેનું આ એક નાનું પગલું, સમગ્ર માનવ જાતિ માટે એક મોટો કૂદકો સાબિત થશે.” ચંદ્ર પર પગ મૂકનાર વ્યક્તિએ આ વાત કહી હતી.

21 જુલાઈ 1969એ નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકીને ઇતિહાસ રચ્યો હતો. આ પછી પાંચ વધુ અમેરિકન અભિયાનોને ચંદ્ર પર મોકલવામાં આવ્યા.

યૂજીન સેરનન 1972માં ચંદ્ર પર પહોંચવા માટેનો અંતિમ અવકાશયાત્રી હતો. તેના પછી કોઈ માનવ ચંદ્ર પર ગયો નથી.

પરંતુ અડધી સદી પછી અમેરિકાએ જાહેરાત કરી છે કે તે ચંદ્ર પર માનવ મિશન મોકલશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે તેનાથી સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.

ખરેખર કોઈ વ્યક્તિને ચંદ્ર પર મોકલવો એ એક મોંઘો સોદો છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ખગોળશાસ્ત્રના પ્રોફેસર માઇકલ રિચ કહે છે કે, “ચંદ્ર પર માનવ મિશન મોકલવામાં ઘણાં પૈસા લાગ્યાં હતા, જ્યારે તેમાં વૈજ્ઞાનિક લાભ થોડો જ થયો હતો.”

નિષ્ણાંતોના મતે આ મિશનમાં વૈજ્ઞાનિક રૂચિ કરતાં વધુ રાજકીય કારણો હતા. આ સ્પેસ કંટ્રોલ રેસમાં કરવામાં આવ્યું હતું.

વર્ષ 2004માં યુએસના તત્કાલિન રાષ્ટ્રપતિ ડબલ્યૂ જ્યોર્જ બુશે ટ્રમ્પની જેમ માનવ મિશનની દરખાસ્ત કરી. તેમાં અંદાજે 104,000 મિલિયન યુ.એસ.નું બજેટ રાખવામાં આવ્યું હતું. પરંતુ વિશાળ બજેટને કારણે તે સમયે પણ આ પ્રોજેક્ટ થોભવામાં આવ્યો હતો.

નિષ્ણાતો આ જ વસ્તુથી ડરી રહ્યાં છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ઓર્ડર પર હસ્તાક્ષર કરતા પહેલા સિનેટની સલાહ પણ લીધી નહોતી.

માઇકલ રિચ કહે છે કે, “કેમ આવા મિશનના વૈજ્ઞાનિક ફાયદા ઓછા છે, માટે કોંગ્રેસને મોંઘા બજેટને લીધે મંજૂરી મેળવવી મુશ્કેલ કાર્ય છે.”

બીજું કારણ એ છે કે નાસા અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવામાં વર્ષો લગાવી રહ્યું છે.

વર્ષોથી નાસાએ ઘણા નવા ઉપગ્રહો, ગુરુ પરની શોધ, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની ભ્રમણકક્ષા, અન્ય તારાવિશ્વો અને ગ્રહો પર સંશોધન કર્યું છે.

નાસા વર્ષોથી ફરીથી ચંદ્ર પર માનવ મિશન મોકલવાની હિમાયત કરી રહ્યું છે. તેમણે કહ્યું છે કે આના માટે હજી ઘણા વૈજ્ઞાનિક કારણો છે.

નાસા માને છે કે ચંદ્ર પર મનુષ્યના આગમન દ્વારા ઘણી નવી માહિતી મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચંદ્ર પર જવાનો રસ વધ્યો છે.

ભૂતકાળમાં સરકારી અને ખાનગી ક્ષેત્રમાં પણ પ્રયત્નો કરવામાં આવ્યા, જેમાં માત્ર ચંદ્ર પર જવાની જાહેરાત જ નહીં, પરંતુ ચંદ્ર પર માનવ વસાહત જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી હતી.

આ યોજનાઓ ઓછી કિંમતીવાળી તકનીકી અને અવકાશયાનના નિર્માણ પર આધારિત છે. ચીન 2018 સુધી અને 2031 સુધી રશિયા ચંદ્ર પર પહોંચવાની યોજના બનાવી છે.

આ વચ્ચે ઘણા ખાનગી ઉદ્યોગોએ સ્પેસ બિઝનેસ મોડેલ લાવવાની પણ વાત કરી છે, જેમાં ચંદ્ર પર ખનિજોની ખાણકામ કરવાની અને ચંદ્રમાંથી લાવવામાં આવેલા પથ્થરોને કિંમતી પથ્થરોની જેમ વેચવાની યોજના છે.

અવકાશની આ દોડમાં અમેરિકા કોઈની પાછળ રહેવાનું ઇચ્છતું નથી. નાસાની યોજના માટે આ વખતે બનાવેલું બજેટ સામાન્ય બજેટનું એક ટકા છે. જ્યારે અગાઉના સ્પેસ પ્રોગ્રામ માટે તે 5% હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન