મને શું થવું ગમે - Sandesh

મને શું થવું ગમે

 | 12:04 am IST

મારી કલ્પના ૪૧૬

વડોદરા નામનું એક શહેર હતું. શહેરમાં જિજ્ઞોશભાઈ અને શ્રેયાબેનનો નાનો અને સુખી પરિવાર રહેતો હતો. તેમના બે સંતાનો હતા, દિકરાનું  નામ અદ્વિક હતું અને દિકરીનું નામ માહી હતું. અદ્વિક આઠમા ધોરણમાં ભણતો હતો, જ્યારે માહી ત્રીજા ધોરણમાં હતી. અદ્વિક ભણવામાં ઘણો હોશિયાર. આ સાથે તેને ટેનિસ રમવાનો પણ ઘણો શોખ હતો. તેની ઈચ્છા હતી કે તે આગળ જઈને ટેનિસમાં પોતાની કારકિર્દી બનાવે. જો કે તે હજી ટેનિસમાં નાનો પડતો હતો. તેથી તે ઘરે રહીને જ ક્યારેક મિત્રો સાથે તો ક્યારેક તેના પિતા સાથે ટેનિસ રમતો હતો. આમ સમય પસાર થતો ગયો અને અદ્વિકની ટેનિસમાં રુચિ વધતી જતી હતી. આ જોતાં એક દિવસ તેની મમ્મી શ્રેયાબેનને વિચાર કર્યો કે, ‘આપણે અદ્વિકને ટેનિસની કોચિંગ કરાવીએ. પછી તેમણે અદ્વિકને ટેનિસના કોચિંગક્લાસમાં મૂક્યો અને તે ધીરેધીરે ટેનિસની રમતમાં સારી પકડ મેળવી લીધી હતી. તેને ટેનિસ રમવામાં ખૂબ મજા પડવા લાગી. ધીરેધીરે તેણે ટેનિસની ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની શરૂઆત કરી. જો કે શરૂઆતના દિવસોમાં તે ઘણી બધી વાર હાર્યો, પણ તેણે હિંમત ના હારી. તેણે વધારે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું અને મનમાં દ્રઢ નિૃય કર્યો કે હું ટેનિસમાં મજબૂત પકડ બનાવીને જ રહીશ અને એક સારો ખેલાડી બનીને બતાવીશ. તે દિવસથી ખૂબ પ્રેક્ટિસ બાદ અદ્વિકે ટેનિસમાં મહારથ હાંસલ કરી દીધી. ત્યારબાદ પહેલી વાર તે ટૂર્નામેન્ટ જીત્યો. ધીરેધીરે તે બધી જ ટુર્નામેન્ટ જીતતો ગયો. તેણે ટેનિસમાં એવી પકડ બનાવી લીધી કે કોઈ તેને હરાવી શક્તું ન હતું. એક વાર તો તે અન્ડર નાઈન્ટિનની ટુર્નામેન્ટ રમ્યો અને જીત્યો. તે દિવસથી ટેનિસની રમતમાં તેનું નામ થઈ ગયું. સમય જતાં તેની ગણના જાણીતા ટેનિસ ખેલાડીઓમાં થવા લાગી. પછી ફ્રાન્સઓપન, યુએસઓપન, ઓસ્ટ્રેલિયાઓપન રમ્યો. જો કે કેટલીક વખત તેને હાર પણ મળી. છતાં તેણે નાસીપાસ થયા વગર તેની રમત પર જ ધ્યાન આપતો અને વધારે મહેનત કરતો, જેમાં તેને સફળતા પણ મળતી હતી. પોતાનું સપનું સાકાર થતા તે ઘણો ખૂશ હતો. તેણે બહુ બધા મેડલ, ઈનામ મળ્યા ને તે સૌથી મોટો ટેનિસ પ્લેયર બન્યો. ટેનિસની રમતમાં પોતાનું પ્રોફેશન બનાવી તેણે તેની ઈચ્છા પૂરી કરી. આ સાથે તેણે તેનું પોતાનું, તેના પરિવારનું અને ભારત દેશનું નામ રોશન કર્યું. ધીમેધીમે તે ટેનિસની દુનિયાનો જાણીતો ખેલાડી બન્યો. નામની સાથે સાથે તે પૈસા પણ એટલા જ કમાયો. તેણે નક્કી કર્યું કે’આ મારા પૈસા હું આર્િથક રીતે જરૂરિયાત મંદ લોકોની મદદ માટે વાપરું અને તે રીતે દેશની સેવા કરું.’ તા.૧૪/૨/૧૯ના રોજ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ૪૪ સૈનિક શહીદ થયા તે જાણીને તેને ખૂબ દુઃખ થયું અને તેને તેમના પરિવારને આર્િથક રીતે મદદ કરવાનું નક્કી કર્યું. આ રીતે તે એક સારા ટેનિસ પ્લેયર સાથે સારો નાગરિક પણ સાબિત થયો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન