What if computers were floating in the air instead of dust?
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • સ્માર્ટ ડસ્ટ : હવામાં રજકણને બદલે કમ્પ્યૂટર્સ તરતાં હોત તો?

સ્માર્ટ ડસ્ટ : હવામાં રજકણને બદલે કમ્પ્યૂટર્સ તરતાં હોત તો?

 | 4:29 am IST
  • Share

તમે ગમે એ માનતા હોવ, પણ ટેક્નોલોજીની દુનિયા એવી છે કે નવી ટેક્નોલોજી ગમે ત્યારે તેને એડોપ્ટ કરવી જ પડે છે, તમે લાંબા સમય સુધી તેનાથી દૂર નહીં રહી શકો

 જેમાં વિજાણુવિજ્ઞાન (ઈલેક્ટ્રોનિક્સ) અને યંત્રવિજ્ઞાન (મિકેનિક્સ)ના જ્ઞાનનો સમન્વય થયો હોય એવી સિસ્ટમને ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે આવી સિસ્ટમ નરી આંખે જોઈ ન શકાય એવા અતિશય સૂક્ષ્મ સ્તરે કામ કરતી હોય, ત્યારે એને માઈક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમ – MEMS તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ, ટેમ્પરેચર, ચુંબકીય ક્ષેત્ર વગેરેનો સમાવેશ આ પ્રકારની સિસ્ટમમાં થાય છે. રેડિયોફ્રિકવન્સીને આધારે આ પ્રકારની સિસ્ટમ્સને ઓપરેટ કરી શકાય છે.    હવે રજકણના કદના  ઇલેક્ટ્રોમિકેનિકલ કણો વડે વૈજ્ઞાનિકો આ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવા પાછળ મંડયા છે. આ સૂક્ષ્મ કણોનેસ્માર્ટ ડસ્ટતરીકે ઓળખવામાં આવે છે. સરળ શબ્દોમાં કહેવું હોય તો સ્માર્ટ ડસ્ટ એટલે તમારી આસપાસની હવામાં સેન્સર્સ, કેમેરાઝ સહિતના કોમ્યુનિકેશન મિકેનિઝમ સાથે સજ્જ થઈને ઊડતા રજકણ જેટલા કદનાં સૂક્ષ્મ કમ્પ્યૂટર્સ! MEMS તરીકેનું પ્રચલિત નામ ધરાવતી આ માઈક્રો ઇલેક્ટ્રોમિકેનિકલ સિસ્ટમને બહુ નજીકના ભવિષ્યમાં અમલી બનનાર ટેક્નોલોજી તરીકે જોવામાં આવે છે. સ્વયંસંચાલિત પાવર મેળવતી આ ટચૂકડી સિસ્ટમ મિલીમીટરમાં માપી શકાય એટલી સૂક્ષ્મ અને વજનમાં અતિશય હલકી હોવાથી તમારી આસપાસની હવામાં આસાનીથી તરતી રહી શકે છે

આ પ્રકારની MEMS સિસ્ટમ્સ ગતિ, દબાણ,તણાવ, ભેજ, ધ્વનિ વગેરે અંગેનો ડેટા કલેક્ટ કરી શકે છે. તે આ ડેટાને નોર્મલ કમ્પ્યૂટરની માફ્ક જ પ્રોસેસ તેમજ સ્ટોર કરી શકે છે. સાથે સાથે આ ડેટાને બીજા MEMS સાથે કે ક્લાઉડ બેઝ્ડ સ્ટોરેજ સાથે શૅર પણ કરી શકે છે. ભૂતકાળમાં અતિ સૂક્ષ્મ સ્તરે કોઈ સ્વયંસંચાલિતઓટોનોમસ સિસ્ટમ કાર્યરત કરવા માટે કદ અંગેની મર્યાદાઓ નડતી હતી, પરંતુ હવે થ્રીડી પ્રિન્ટર્સની મદદથી સૂક્ષ્મ સિસ્ટમ્સ બનાવવાનું શક્ય બન્યું છે. ટેક્નોલોજીના નિષ્ણાતો માને છે કે અતિ સૂક્ષ્મ કમ્પ્યૂટર્સના આવા હવામાં તરતા નેટવર્કસ્માર્ટ ડસ્ટને કારણે અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્નોલોજિકલ ક્રાંતિ આવશે. દરેક પ્રકારની સેફ્ટીથી માંડીને પ્રોડક્શન સહિતના અનેક સ્તરે સ્માર્ટ ડસ્ટ ગેમ ચેન્જર સાબિત થશે

દાખલા તરીકે ખેતરમાં પાકની સુરક્ષા, જળનિયમન, ખાતર, પેસ્ટ કંટ્રોલ વગેરે બાબતો જો ખેતરની હવામાં તરતાં રજકણો દ્વારા કંટ્રોલ કરી શકાતી હોય, તો ખેડૂતને તો જલસા પડી જાય. એ જ પ્રમાણે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકો અને પ્રોડક્શન ચેઈન ઉપર ધ્યાન રાખવા માટે આવી સ્માર્ટ ડસ્ટ બહુ ઉપયોગી સાબિત થાય. મશીનરીના એવા હિસ્સા, કે જ્યાં સામાન્ય સંજોગોમાં પહોંચી ન શકાતું હોય, ત્યાં સુધી પહોંચીને આવી સ્માર્ટ ડસ્ટ ફેલ્ટ શોધી શકે અને રિપેર પણ કરી શકે તો કામ કેટલું ઝડપી અને સરળ બની જાય. તબીબી ક્ષેત્રે સ્માર્ટ ડસ્ટની મદદથી વગર ઓપરેશને કેટકેટલી બીમારીઓનો ઈલાજ થઇ શકે, એ કલ્પનાનો જ વિષય છે. બર્કલે ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ્ કેલિફેર્નિયાના સંશોધકોએ એક રિસર્ચ પેપર પબ્લિશ કર્યું છે. આ પેપર મુજબ માનવ મસ્તિષ્કની ગતિવિધિઓ સમજવા માટે કોઈ ચીપ બેસાડવાને બદલે મસ્તિષ્ક પર ખાસ પ્રકારની સ્માર્ટ ડસ્ટનો છંટકાવ કરીને પણ માહિતી મેળવી શકશે! આખી વાત કોઈ સાયન્સ ફ્ક્શિન મૂવી જેવી લાગે છેને?! 

અહીં એક વાત હંમેશાં યાદ રાખવા જેવી છે, કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન બેધારી તલવાર જેવું હોય છે. એના ફયદા હોય, તો નુકસાન પણ હોય જ. સ્માર્ટ ડસ્ટનો બહોળા પાયે ઉપયોગ કરવા સામે સૌથી મોટો ડર પ્રાઈવસી અંગેનો છે. કોઈ દેશના રાષ્ટ્રપતિના ટેબલ પર બાઝેલી ધૂળ કે ગર્લ્સ હોસ્ટેલમાં છાંટવામાં આવેલો ખાસ પ્રકારનો સ્પ્રે કેવાં દુષ્પરિણામો નોતરી શકે, એની કલ્પનાય ભયાવહ છે! જો તમને પાકી ખબર ન હોય, કે તમારી આજુબાજુની હવામાં સ્માર્ટ ડસ્ટ સ્વરૂપે સેંકડો નેનોબોટ્સ એક્ટિવ છે, તો તમે એના વિશે અજાણ જ રહી જાવ! કેમ કે સ્માર્ટ ડસ્ટ ટેસ્ટ કરી શકાય એવું કોઈ ઉપકરણ ઉપલબ્ધ નથી. આ બધા સિવાય કિંમતનું ફ્ેક્ટર પણ ઊભું જ છે. નવી ટેક્નોલોજી આમેય મોંઘી જ પડે. એમાંય આટલી સૂક્ષ્મ, છતાંય જોરદાર કામ કરતી ટેક્નોલોજીકે જે અવકાશમાં તરતા સેટેલાઈટ દ્વારા પણ કમ્યુનિકેશન કરી શકતી હોયએ સ્વાભાવિકપણે જ મોંઘીદાટ હોવાની

તમે ગમે એ માનતા હોવ, પણ ટેક્નોલોજીની દુનિયા એવી છે કે નવી ટેક્નોલોજી ગમે ત્યારે એડોપ્ટ કરવી જ પડે! હા, એટલું થઇ શકે કે નવી ટેક્નોલોજીને બહોળા પ્રમાણમાં અપનાવતા પહેલાં એમાં રહેલી ખામીઓ અને દુષ્પ્રભાવોને નિયંત્રણમાં લેવામાં આવે. સ્માર્ટ ડસ્ટના ગંભીર દુષ્પ્રભાવથી બચવાનો અકસીર ઈલાજ હજી શોધાયો નથી, કદાચ એટલે જ હજી સુધી એનો બહોળા પ્રમાણમાં વપરાશ શરૂ નથી થયો. બાકી આ ટેક્નોલોજી કંઈ આજકાલની નથી. જનરલ ઇલેક્ટ્રિક, આઇબીએમ અને સિસ્કો સિસ્ટમ્સ જેવી અનેક જાયન્ટ કંપનીઝ છેક 1992થી સ્માર્ટ ડસ્ટ ક્ષેત્રે સંશોધનો કરી રહી છે. આજની તારીખે સ્માર્ટ ડસ્ટ માત્ર સાયન્સ ફ્ક્શિનનો વિષય જ નથી, પરંતુ વાસ્તવિક રીતે એપ્લાય કરી શકાય એ સ્તરે વિકસી ચૂકેલી ટેક્નોલોજીનો છે. સ્માર્ટ ડસ્ટ દ્વારા જે રીતે અતિશય બહોળા પ્રમાણમાં ડેટા મેળવી શકાય છે, એનું પ્રોસેસિંગ તેમજ શેરિંગ થઇ શકે છે, એ જોતાં આવનારાં વર્ષોમાં વૈજ્ઞાનિકો સ્માર્ટ ડસ્ટ ટેક્નોલોજીને નિઃસંકોચપણે બહોળા પ્રમાણમાં વાપરી શકાય એટલી સસ્તી અને સુરક્ષિત બનાવીને જ જંપશે. હા, એટલું ખરું કે સ્માર્ટ ડસ્ટ ટેક્નોલોજી ઘરેઘરે પહોંચ્યા બાદ આપણી ગૃહિણીઓને વિશેષ ટ્રેનિંગ આપવી પડશે. નહીંતર ટેબલ પર પડેલી ધૂળ ઝાટકવા માટે ફેરવાયેલું પોતું સેંકડો નેનો રોબોટ્સને હતાન હતા કરી નાખશે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો