What if the earth stops rotating for a second?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • પૃથ્વી જો એક સેકન્ડ માટે ફરવાનું બંધ કરી દે તો શું થશે? જાણો, કેટલુ મોટું થશે નુકશાન

પૃથ્વી જો એક સેકન્ડ માટે ફરવાનું બંધ કરી દે તો શું થશે? જાણો, કેટલુ મોટું થશે નુકશાન

 | 2:37 pm IST
  • Share

શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો પૃથ્વી એક સેકંડ માટે ફરતી બંધ થઈ જાય તો શું થશે?  પૃથ્વી તેની ધરી પર ફરે છે અને તેનું પરિભ્રમણ 23 કલાક 56 મિનિટ 4.1 સેકન્ડમાં પૂર્ણ કરે છે. આ કારણે પૃથ્વીના એક ભાગમાં દિવસ હોય છે અને બીજી બાજુ રાત છે. અમેરિકાના પ્રખ્યાત ખગોળશાસ્ત્રી નીલ ડી ગ્રાસે ટાયસને પૃથ્વી એક સેકંડ માટે ફરવાનું બંધ કરી દે તો શું થશે તે અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

અમેરિકન ખગોળશાસ્ત્રી નીલ ડી ગ્રાસે જણાવ્યું કે આપણે બધા પૃથ્વી સાથે પૂર્વ તરફ આગળ વધી રહ્યા છીએ અને જો તે એક સેકન્ડ માટે અટકી જાય તો ભયંકર સ્થિતિ ઉભી થઈ શકે છે.

ટાયસને કહ્યું કે પૃથ્વી તેની ધરી પર 8000 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફરતી હોય છે અને આપણે બધા તેની સાથે ફરી રહ્યાં છીએ. જો પૃથ્વી એક સેકંડ માટે પણ અટકી જાય તો પૃથ્વી પરના લોકોના જીવ જઈ શકે છે.

વિચારો કે તમે ઘરમાં બેઠા છો અને અચાનક જ તમને ઝટકો લાગશે અને દિવાલ સાથે અથડાશો એવું હશે કે ઝડપી ગતિએ ચાલતી ગાડીમાં તમે બેઠા છો અને અચાનક જ બ્રેક લગાવવામાં આવે

નીલ ડીગ્રાસે ટાયસન વિશે વાત કરીએ તો તે 9 વર્ષનો હતા ત્યારથી તેમને ખગોળશાસ્ત્રમાં રસ હતો. તે અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં ગયા, ત્યાર બાદ તેમાં તેમનો રસ વધ્યો.  ટાયસને 1980 માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યૂએટ થયા અને 1983 માં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ખગોળશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો