કમ્પ્યુટર નોલેજ :  મોનિટર પર કંઈ ન દેખાય તો શું કરશો? - Sandesh
  • Home
  • Kids Corner
  • કમ્પ્યુટર નોલેજ :  મોનિટર પર કંઈ ન દેખાય તો શું કરશો?

કમ્પ્યુટર નોલેજ :  મોનિટર પર કંઈ ન દેખાય તો શું કરશો?

 | 4:41 pm IST

તમે કમ્પ્યૂટર ચાલુ કરો, પણ મોનિટર ઉપર કંઈ દેખાય નહીં તો? વિન્ડો શરૂ થઈ છે કે નહીં તેનો પણ ખ્યાલ ન આવે તો? આવું અચાનક થાય ત્યારે ગભરાવાની જરા પણ જરૂર નથી. આપણે જાતે જ તેનો ઉકેલ લાવી શકીએ છીએ. સૌ પ્રથમ તો આ મોનિટરનો પ્રોબ્લેમ હોઈ શકે છે. પહેલાં તમામ કેબલ ચેક કરો. મોનિટર સિવાય કી-બોર્ડ અને માઉસ રિસ્પોન્ડ કરે છે કે નહીં તે ચકાસી લો.

જો કી-બોર્ડ અને માઉસ રિસ્પોન્ડ કરતાં હોય અને તેમની લાઇટ ચાલુ હોય તો રેમને કાઢી રબર વડે સાફ કરી ફરી લગાવી જુઓ. કોઈ કારણસર રેમ ઢીલી થઈ ગઈ હશે તો તરત મોનિટર ચાલુ દેખાશે. આવું કરવા થતા જો રેમ કામ ન કરે તો બીજું મોનિટર લાવીને સીપીયુને તેની સાથે જોડી જુઓ. મોનિટર ખોલવાનો પ્રયત્ન કદી ન કરો. એવું કરવું ઘણું જોખમી બની શકે છે, કેમ કે મોનિટરની અંદર ઇલેક્ટ્રિસિટી રહેલી હોય છે. જો મોનિટર એકદમ ડાર્ક હોય તો વીડિયોગ્રાફિક કાર્ડનો પ્રોબ્લેમ હોઈ શકે છે. વીડિયોગ્રાફિક કાર્ડને એક ર્સિકટ બોર્ડ હોય છે, જેનો સ્લોટ મધરબોર્ડ સાથે જોડાય છે.

મોનિટરનો વીજીએ (વીડિયોગ્રાફિક એડેપ્ટર) કેબલ જો મધરબોર્ડની સાથે હોય તો ગ્રાફિક કાર્ડ ઇનબિલ્ટ છે એમ સમજવું અને તેની સાથે કોઈ છેડછાડ ન કરવી. જો સેપરેટ વીડિયો કાર્ડ હોય તો તેને ચકાસી જુઓ. તેના આગળના ભાગને સ્લોટમાંથી બહાર કાઢી લો. બાળકો આ તમામ કામ પાવર બંધ કરીને કરવા જેથી તમે કરંટ ન લાગે. જો તમારી પાસે બીજું વીડિયો કાર્ડ હોય તો તેને પ્રોબ્લેમવાળા કમ્પ્યૂટરમાં નાખો. આમ કરવાથી જો તમારું મોનિટર ચાલુ થઈ જાય તો સમજવું કે સમસ્યા વીડિયો કાર્ડમાં છે. જો ચાલુ ન થાય તો સમજવું કે કંઈક સિરિયસ પ્રોબ્લેમ છે અને તેને જાતે રિપેર કરવાની જગ્યાએ તેની કંપનીનો સંપર્ક સાધવાનો આગ્રહ રાખો.