શું હોલિવૂડમાં કામ કર્યા પછી જ બેસ્ટનું લેબલ લાગે છે? : નવાઝ - Sandesh
  • Home
  • Entertainment
  • શું હોલિવૂડમાં કામ કર્યા પછી જ બેસ્ટનું લેબલ લાગે છે? : નવાઝ

શું હોલિવૂડમાં કામ કર્યા પછી જ બેસ્ટનું લેબલ લાગે છે? : નવાઝ

 | 1:15 am IST

બોલિવૂડમાં પોતાના અભિનયથી એક આગવી ઓળખ ઊભી કરનારા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કે બોલિવૂડના કલાકારોએ પોતાને સિદ્ધ કરવા માટે હોલિવૂડની ફિલ્મોમાં કામ કરવાની કોઈ જરૂર નથી. નવાઝ હાલમાં પોતાની રિલીઝ માટે તૈયાર ફિલ્મ ‘મંટો’ના પ્રમોશન કરવામાં વ્યસ્ત છે. નવાઝે કહ્યું હતું કે ‘મેં અનેક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં કામ કરવાની ના પાડી દીધી છે. મને તો હંમેશાં એ વાતની નવાઈ લાગતી હોય છે કે આપણી ઇન્ડસ્ટ્રીની ફિલ્મોની સરખામણી અને સ્ટાન્ડર્ડ શા માટે હોલિવૂડ સાથે માપવામાં આવતું હોય છે. મને બીજી એક વાત પણ નથી સમજાતી કે હોલિવૂડની ફિલ્મ કર્યા પછી જ શા માટે તમારા માથે બેસ્ટનું લેબલ લાગશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન