Astrology ashtadal kamal read some important facts about it
  • Home
  • Astrology
  • અષ્ટદળ કમળથી મેળવો અપાર ધન સંપત્તિ અને મોટી સત્તા

અષ્ટદળ કમળથી મેળવો અપાર ધન સંપત્તિ અને મોટી સત્તા

 | 3:07 pm IST

અષ્ટદળ કમળને હિંદૂ ધર્મમાં ખુબજ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કેમકે આ સાક્ષાત મહાલક્ષ્મીનું પ્રતીક છે. તાંત્રિક ગ્રંથો અનુસાર અષ્ટદળ કમળમાં માં લક્ષ્મી પોતાના આઠ સ્વરૂપોમાં નિવાસ કરે છે. આજ કારણે અષ્ટદળ કમળ જ્યાં પણ હોય ત્યાં સુખ, સંપત્તિ પૈસા, ધન, વૈભવ ખેંચાઈને ચાલ્યા આવે છે. અષ્ટદળ કમળ દેવી લક્ષ્મીજીને ખુબજ પ્રિય છે.

વિષ્ણુ પુરાણમાં સ્વયં મા લક્ષ્મીએ કહ્યુ છે કે આ કમળમાં સ્વયં સ્વરૂપથી વિધ્યમાન છુ. મહાલક્ષ્મી સાથે જોડાયેલા જેટલા પણ યંત્ર પ્રાપ્ત થાય છે તેમનો મૂળભુત આધાર અષ્ટદળ કમળ હોય છે. તેની પૂજા કરવાથી શ્રી સુક્ત અને કનકધારા સ્તોત્રના લાખો પાઠ કરવા જેટલુ ફળ મળે છે.

કઈ દિશામાં રાખશો અષ્ટદળ કમળ

અષ્ટદળ કમળ માર્કેટમાં અલગ અલગ પદાર્થોથી બનેલા મળે છે. આમાંથી તમે જે ધાતુમા ઈચ્છો તે કમળ લગાવી શકો છો. સૌથી શ્રેષ્ઠ અષ્ટદળ કમળ સોનાનું, ચાંદી, અષ્ટધાતુ અને સ્ફટીકનું માનવામાં આવે છે. અષ્ટદળ કમળને તમારા ઘરમાં દુકાનમાં ઈશાન ખુણામાં રાખી શકો છો. આ દેવ સ્થાન હોય છે અહી અષ્ટકમળની સ્થાપના શુભ ફળ આપે છે. આમતો અષ્ટકમળ ખુદ લક્ષ્મીજીનું સ્વરૂપ છે પણ તમે તેના પર લક્ષ્મીજીની પ્રતિમા રાખીને પૂજા કરશો તો વધારે ફળ આપશે.

અષ્ટદળ કમળ લગાવવાના નિયમ

અષ્ટદળ કમળને તમે તમારા ઘરમાં કોઈ પણ રૂપમાં રાખી શકો છો. તમે તેને દિવાલ પર સજાવીને કોઈ દેવી દેવતાના આસન તરીકે ઘરમાં ઉત્તર કે પૂર્વ દિવાલ પર રાખી શકો છો. અષ્ટદળ કમળ જ્યાં પણ લગાવવામાં આવે છે ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે અહી ઘરની નકારાત્મક ઉર્જા બહાર કાઢી નાખે છે.

જે લોકો ધન-સંપત્તિ, વૈભવ, ભૌતિક સુખ સુવિધાઓ મેળવવા ઇચ્છે છે તેઓ સ્ફટિકનું અષ્ટદળ કમળને એક કાચના પાત્રમાં રાખીને ઈશાન ખુણામાં રાખો, આમા એક ગુલાબનુ ફુલ રાખો તમે રોજ આ પાણી અને ગુલાબના ફુલને બદલતા રહેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન