What is IMDB rating? Why is this rating important for every film?
  • Home
  • Entertainment
  • Bollywood
  • IMDB રેટિંગ શું છે? દરેક ફ્લ્મિ માટે આ રેટિંગ મહત્ત્વનું કેમ હોય છે?

IMDB રેટિંગ શું છે? દરેક ફ્લ્મિ માટે આ રેટિંગ મહત્ત્વનું કેમ હોય છે?

 | 5:04 am IST
  • Share

  • આઈએમડીબી ટોપ 250 મૂવીઝમાં ભારતની ઘણી ફ્લ્મિોનો સમાવેશ

  • રેન્કિંગના આધાર પર ફ્લ્મિના નંબર અપ ડાઉન અને ઈન આઉટ થતાં રહે છે

  • આઈએમડીબી પર સૌથી વધુ પ્રભુત્વ ભારતીય ફ્લ્મિકારમાં આમિર ખાનનું છે

ફિલ્મજગત સાથે સંકળાયેલા દરેક ફ્લ્મિકારોનું સપનું હોય છે કે તેમની ફ્લ્મિના લેખાજોખામાં આઈએમડીબી રેન્કિંગ સૌથી વધુ મળે. કોઈપણ ફ્લ્મિ માટે લખાયેલો રિવ્યૂ એ એક વિવેચક દ્વારા લખાતો હોય છે. દુનિયાભરનાં સમાચારપત્રો, ટેલિવિઝનથી લઈને ઈન્ટરનેટ ન્યૂઝ વેબસાઈટથી લઈને જુદાં જુદાં ફ્લ્મિી પોર્ટલ પર રિવ્યૂ લખાતા હોય છે. મોટાભાગે ફઈવ સ્ટારમાંથી વિવેચકો સ્ટાર આપવાનું પસંદ કરતાંહોય છે. આઈએમડીબી રેન્કિંગ 10 પોઈન્ટમાંથી આપવામાં આવે છે. આઈએમડીબી રેન્કિંગની પ્રક્રિયા સૌથી જુદી છે અને એટલે જ સૌથી વધુ લોકપ્રિય છે.  

આઈએમડીબી શું છે એ સમજવું જરૂરી છે

સૌથી પહેલાં તો આ આઈએમડીબી શું છે એ સમજવું જરૂરી છે. આઈએમડીબી એટલે ઈન્ટરનેટ મૂવી ડેટાબેઝ. આ નામની વેબસાઈટ છે, જેમાં ફ્લ્મ્સિ, ટેલિવિઝન, સીરિઝ, હોમ વીડિયોઝ, વીડિયો ગેમ્સથી લઈને ઓનલાઈન સ્ટ્રીમિંગ કન્ટેન્ટની માહિતી પિરસવામાં આવે છે. આ એવી મૂવી ઈન્ફેર્મેશનની સાઈટ છે જેમાં એન્ટરટેઈનમેન્ટ વર્લ્ડની માહિતીનો ખજાનો છે. એક નામ નાખો અને તેની આખી દુનિયા સામે આવી જાય છે. આ સાઈટની શરૂઆત દુનિયાભરમાં ઈન્ટરનેટ શબ્દ પ્રચલિત બની રહ્યો હતો, એ અરસામાં એટલે કે 1990ના વરસમાં કમ્પ્યૂટર સોફ્ટવેર એન્જિનિયર કોલ નીધમે આ વેબસાઈટ બનાવી હતી. એક્ટ્રેસીસ વિથ બ્યુટીફૂલ આયના ટાઈટલ સાથે નીધમે પહેલી યાદી આ વેબસાઈટ પર પ્રસ્તુત કરી હતી. સમય જતાં નીધમે જુદાં જુદાં લિસ્ટ બનાવ્યાં. ફ્લ્મિ જગતની સંપૂર્ણ માહિતી સાથેનું પ્લેટફેર્મ બનવા લાગ્યું. વરસ 1998માં આ પ્લેટફેર્મને એમેઝોન દ્વારા ટેકઓવર કરી લેવામાં આવ્યું. કોલ નીધમે વરસો પહેલાં ફ્લ્મિીજગત માટે બનાવેલું આ ડિજિટલ પ્લેટફેર્મ ફ્લ્મિરસિયા માટે જ્ઞાનકોશ સમાન છે.  

આ યાદીમાં શોર્ટ ફ્લ્મ્સિ, ટીવી મૂવીઝ, ડોક્યુમેન્ટરીનો સમાવેશ કરવામાં આવતો નથી

આઈએમડીબી રેન્કિંગની વાત કરવાનો વખત એટલે આવ્યો કે જે ઇતિહાસ હોલિવૂડ, ચાઈનીઝ કે અન્ય દેશની ફ્લ્મિો ન બનાવી શકે એ ભારતની ફ્લ્મિે બનાવ્યો છે. હાલમાં જ રજૂ થયેલી સૂર્યાની માસ્ટરપીસ ફ્લ્મિ જય ભીમ 9.5 રેટિંગ સાથે દુનિયાભરની નંબરવન રેન્કિંગ ફ્લ્મિ બની. આ સામાન્ય બાબત નથી. આ ગૌરવ અત્યાર સુધી ભારતની કોઈ ફ્લ્મિને મળ્યું નથી. આ રેટિંગ કોઈ એક વ્યક્તિ કે ટીમ દ્વારા આપવામાં આવતું નથી. આ યાદીમાં એ ફ્લ્મિનો સમાવેશ થાય છે, જે ફ્લ્મિનું રેટિંગ ઓછામાં ઓછા 25000 યુઝર્સ દ્વારા આપવામાં આવ્યું હોય. આ યાદીમાં શોર્ટ ફ્લ્મ્સિ, ટીવી મૂવીઝ, ડોક્યુમેન્ટરીનો સમાવેશ કરવામાં આવતો નથી. અત્યાર સુધીની નંબરવન પર સરેરાશ 9.3 રહી છે, જેમાં 0.2 પ્લસ પોઈન્ટ સાથે જય ભીમનું સ્થાન નંબરવન પર આવ્યું છે. 

ટોપ મૂવીઝ અને ટોપ રેટિંગ મૂવીની યાદી અલગ અલગ હોય છે

આઈએમડીબી ટોપ 250 મૂવીઝની યાદી અને ટોપ 250 રેટિંગ મૂવીની યાદી અલગ અલગ હોય છે. ટોપ રેટિંગમાં સૂર્યાની જય ભીમ ર્ફ્સ્ટ નંબર પર પહોંચી છે. આ સ્થાન બદલાતું રહે છે. જોકે વરસોથી ર્ફ્સ્ટ નંબર પર 1994માં આવેલી ક્લાસિક બ્લોકબસ્ટર ફ્લ્મિ ધ શૌશંક રિડેમ્પ્શન હતી. આ ફ્લ્મિને 24,97,615 લોકોએ રેટિંગ આપ્યું છે અને સરેરાશ 9.3 છે. જય ભીમ ફ્લ્મિને રેટિંગ આપનારાની સંખ્યા 1,46,566 છે અને સરેરાશ સ્કોરિંગ 9.5 છે.  

 રેન્કિંગના આધાર પર ફ્લ્મિના નંબરઅપ ડાઉન અને ઈન આઉટ થતાં રહેતા હોય છે

આઈએમડીબી ટોપ 250 મૂવીઝમાં ભારતની ઘણી ફ્લ્મિોનો સમાવેશ થયો છે. રેન્કિંગના આધાર પર ફ્લ્મિના નંબરઅપ ડાઉન અને ઈન આઉટ થતાં રહેતા હોય છે. આઈએમડીબી પર સૌથી વધુ પ્રભુત્વ ભારતીય ફ્લ્મિકારમાં આમિર ખાનનું છે. આમિરની ફ્લ્મિો રેન્કિંગની સાથે ટોપ 250 મૂવીઝમાં ભારતને લીડ કરે છે. લેટેસ્ટ ડેટા અનુસાર 250 નંબર પર સૂર્યાની ગત વરસે રિલીઝ થયેલી સૂરારઈ પોત્તરૂ છે. 223મા સ્થાન પર મનોજ બાજપેયીની ગેંગ્સ ઓફ્ વાસેપુર અને 220 નંબર પર વિજય સેતુપથીની તમિલ ફ્લ્મિ 96 આવે છે. 204 નંબર પર આયુષમાન ખુરાનાની અંધાધૂન ફ્લ્મિે જગ્યા બનાવી છે. 123 નંબર પર રેન્કિંગમાં નંબરવન સૂર્યાની જય ભીમ ફ્લ્મિનું સ્થાન છે. 105 નંબર પર ભારતની સર્વાધિક કમાણી કરનારી આમિર ખાનની દંગલ ફ્લ્મિ છે. 92 નંબર પર આમિર ખાનની 2007ના વરસમાં રિલીઝ થયેલી સ્પેશિયલ ફ્લ્મિ તારેં ઝમી પર અને 79 નંબર પર પણ આમિરની જ 3 ઈડિયટ્સ ફ્લ્મિ છે. ટોપ રેન્કિંગમાં ભારતીય ફ્લ્મિો છે એમ આઈએમડીબીની બોટમ 100માં પણ ભારતની અનેક ફ્લ્મિોનો સમાવેશ થયો છે. બોટમની યાદીમાં ઓછામાં ઓછા 10000 યુઝર્સ દ્વારા રેટિંગ થયેલું હોવું જરૂરી છે. આ યાદીમાં સલમાન ખાનની રાધે 10 નંબરે, સલમાનની રેસ 3 13મા નંબરે, અક્ષય કુમારની તીસ માર ખાં 39મા નંબરે, ટાઈગર શ્રાોફની સ્ટુડન્ટ ઓફ્ ધ યર 2 41મા ક્રમે, રણવીર સિંહની ગૂંડે 44મું સ્થાન ધરાવે છે, અક્ષયની લક્ષ્મી 48મો ક્રમાંક ધરાવે છે. ટાઈગરની બાગી 3નું સ્થાન 56 નંબર પર છે, સલમાનની દબંગ 3નું સ્થાન 74 પર નંબર છે.  

આઈએમડીબીના ટોપ લિસ્ટમાં પહોંચવાનો મતલબ એ ફ્લ્મિની વાત જગતના નામાંકિત ફ્લ્મિકારો સુધી સીધી પહોંચે છે. જેમ રાજકીય લોકો અપડેટ માટે પોપ્યુલર મેગેઝિન, ન્યૂઝપેપર, પોર્ટલનો સહારો લેતા હોય છે, અને જનતા સુધી પોતાની વાતો અને પોતાના કામ પહોંચાડતાં હોય છે એમ ફ્લ્મિકારો માટે આઈએમડીબી આધારસ્તંભ છે.  તેઓ તેનો સહારો લઇને આગળ વધે છે. આઈએમડીબીનું રેન્કિંગ ફ્લ્મિના પોસ્ટર પર દર્શાવવાથી લોકપ્રિયતાનો વધારો થાય છે અને દર્શકો એ ફ્લ્મિ જોવા માટે ઉત્સુક બને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો