What is Kitchen Island? Learn how to enhance the beauty of the kitchen
  • Home
  • Featured
  • શું છે કિચન આઇલેન્ડ? જાણો કઇ રીતે રસોડાની શોભા વધારી શકાય

શું છે કિચન આઇલેન્ડ? જાણો કઇ રીતે રસોડાની શોભા વધારી શકાય

 | 11:23 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

ના ના, આ કોઇ આઇલેન્ડ પર ફરવા જવાની વાત નથી. વેકેશન આવે અને આઇલેન્ડનું નામ સંભળાય એટલે પહેલાં ફરવાનું સ્થળ યાદ આવી જાય. પણ અહીં ફરવા માટેની વાત નથી. અહીં કિચનની સજાવટમાં વધારો કરતા આઇલેન્ડની વાત કરવાની છે. જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ સજાવટમાં પણ નવી નવી કેટલીયે વસ્તુઓ આવતી રહે કે જેના દ્વારા આપણે આપણાં ઘરની સજાવટ કરાવી શકીએ છીએ. નવી નવી ડિઝાઇન બજારમાં આવે તેમ તેનો ક્રેઝ પણ વધતો જાય.

જેમ કે થોડા સમય પહેલાં દીવાલ ઉપર સ્ટિકર્સ લગાવવાનો ટ્રેન્ડ હતો. જેમાં અલગ-અલગ ડિઝાઇનના સ્ટિકર્સ ઘરની મનગમતી એક દીવાલ ઉપર લગાવવામાં આવતાં. જેમ કે તમે તમારા ઘરમાં પક્ષીના માળા વાળા સ્ટિકર્સ લગાવી શકો, વૃક્ષ વાળા સ્ટિકર્સ લગાવી શકો આવા અનેક સ્ટિકર્સ તમે તમારા ઘરમાં લગાવી શકો છો. આ જ રીતે આજકાલ કિચન આઇલેન્ડની ફેશન આવી છે.

શું છે કિચન આઇલેન્ડ?  

કિચન આઇલેન્ડ એક પ્રકારનું ર્સિંવગ ટેબલ છે. જે કિચનમાં વચ્ચે પ્લેટફોર્મ સિવાય બનાવવામાં આવે છે. પહેલાં આપણે આઇલેન્ડની જગ્યાએ ર્સિંવગ ટેબલ બનાવતા હતા. જ્યાં જમવાનું બનાવીને વાસણ મૂકી શકાય. બીજી કોઇપણ વસ્તુ તમે આ ટેબલ ઉપર મૂકી શકો. જ્યારે હવે સમય બદલાયો છે. હવે ર્સિંવગ ટેબલની જગ્યાએ કિચન આઇલેન્ડ બનાવવામાં આવે છે. મતલબ કે મેઇન પ્લેટફોર્મ તો હોય જ છે. સાથે સાથે વચ્ચેની તરફ અલગથી પ્લેટફોર્મ બનાવવામાં આવે છે, જેની ઉપર તમારે માત્ર ગેસનો ચુલો જ રાખવાનો હોય છે.

પહેલાં એવું બનતું કે પ્લેટફોર્મ ઉપર ગેસનો ચુલો મૂકીએ અને તેની ઉપર ચીમની રાખીએ તો પણ પ્લેટફોર્મની ઉપરની તરફ બનાવવામાં આવેલા વુડન બોક્ષ કે કબાટ ઉપર તેલ લાગતાં તે ખરાબ થઇ જતા હોય છે. માટે હવે નવી જ ડિઝાઇન બનાવવામાં આવે છે. જેને આઇલેન્ડનું નામ આપવામાં આવ્યું છે. આ આઇલેન્ડ ર્સિંવગ ટેબલ જેવડું હોય છે. તેની ઉપરની તરફ ચિમની લગાવવામાં આવે છે અને નીચે વચ્ચે ગેસનો ચુલો રાખવામાં આવે છે. બાકી સામેની તરફ બનેલા પ્લેટફોર્મને ખાલી રાખવામાં આવે છે. આ આઇલેન્ડ દેખાવે તો સુંદર લાગે જ છે, સાથે સાથે ઉપયોગી પણ એટલું જ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન