What is NASA's Answer on the Question of intimacy in Space
  • Home
  • Featured
  • શુ સ્પેસમાં પણ માણી શકાશે સેક્સ? NASAએ આપ્યો આવો જવાબ

શુ સ્પેસમાં પણ માણી શકાશે સેક્સ? NASAએ આપ્યો આવો જવાબ

 | 4:16 pm IST

હાલ અંતરિક્ષમાં એસ્ટ્રોનોટ્સ સિવાય સામાન્ય લકોને પણ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. અંતરિક્ષ વસ્તી વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને અંતરિક્ષમાં યાત્રાનો ખર્ચ ઓછો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમેરિકામાં તો પ્રાઇવેટ કંપનીઓ પણ હવે સામાન્ય લોકોને અંતરિક્ષ એટલે સ્પેસની સેર કરાવવાની તૈયારી કરી રહી છે. આ દરેક વચ્ચે હવે એ સવાલ પણ થવા લાગ્યો છે જ્યારે વ્યક્તિ સ્પેસમાં રહેવાની તૈયાર કરવા લાગશે તો શુ તે સ્પેરમાં પણ તે દરેક કામ કરી શકશે જે તે ધરતી પર કરે છે જેમા સેક્સ પણ સામેલ છે.

આ અંગે એક ચેનલે અમેરિકાના સ્પેસ રિસર્ચ એજન્સી નાસાના પૂર્વ પ્રમુખ રહેલા મેજર જનરલ ચાર્લ્સ ફ્રેંક બોલ્ડન જુનિયરથી વાક કરી કે આખરે સ્પેસમાં સેક્સ કરવા અને બાળકને જન્મ આપવાની શુ સંભાવના છે. આ સવાલના જવાબમાં ચાર્લ્સે કહ્યુ કે, સ્પેસમાં કઇપણ કરવાનું કઇપણ રીત નથી પરંતુ દરેક વસ્તુ એ રીતે જ કરી શકાય છે કે જે રીતે ધરતી પર, અંતર માત્ર એટલું છે કે ત્યાં ગ્રેવિટી એટલે ગુરુત્વાકર્ષણ નથી હોતું. જોકે શરીરને કંટ્રોલમાં રાખવું મુશ્કેલ હોય છે. જોકે, સ્પેસમાં પોતાને સ્થિર રાખવા ખૂબ જરૂરી છે. ચાર્લ્સે કહ્યું કે, આ અંગે હાલ વધારે રિસર્ચ નથી થઇ. પરંતુ આશા છે કે ભવિષ્યમાં સ્પેસમાં જનાર વ્યક્તિ બાકી કામોની જેમ સેક્સ કરવાની રીત પણ શોધી લેશે.

જોકે, નાસાના એકબીજા સાયન્ટિસ્ટ જોન મિલિસની માનીએ તો એક સ્પેસમાં સેક્સ કરવું ઠીક એવું જ હશે જેવું સ્કાય ડાયવિંગ કરતા ઇન્ટરકોર્સ કરવું. આ દરમિયાન દરેક પુશ કે થ્રસ્ટ તમને પાર્ટનરને નજીક લાવવાની જગ્યાએ વિપરિત દિશામાં ધકેલશે. અંતરિક્ષમાં જો બન્ને વ્યક્તિ યોગ્ય રીતે બાંધેલા ન હોય તો હળવુ ટચ પણ બન્ને પાર્ટનરને એકબીજાની સાથે ઉભા રહેવામાં મુશ્કેલી પેદા કરી શકે છે. જોકે તેનો મતલબ આ બિલકુલ નથી કે અંતરિક્ષમાં સેક્સ કરવું અશક્ય છે.

મિલિસે કહ્યું કે જ્યારે કોઇ વ્યક્તિ તોઇ એવી જગ્યા પર હોય છે જ્યાં ગુરુત્વાકર્ષણ નથી હોતુ તો ત્યાં લોહી તમારા શરીરના નીચેના ભાગ પર ખાસ કરીને જનાંગો માં જવાની જગ્યાએ માથા તરફ વધે છે. આ કારણથી મહિલા અને પુરૂષ બન્ને માટે ઉત્તેજનાનો અનુભવ કરવો મુશ્કેલ થઇ જાય છે. સાથે જ સ્પેસમાં મેલ ટેસ્ટોસ્ટેરોન લેવલ ઝડપથી પડવા લાગે છે અને સ્પેસમાં જનાર એસ્ટ્રોનોટ્સના સેક્સ ડ્રાઇવ એટલે કામેચ્છામાં ઉણપ આવવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન