શું છે પરલોક? જાણો મૃત્યુ બાદ બીજી દુનિયાની હકિકત

આપણે જે વિશ્વમાં જીવીએ છીએ તેને ભૌતિક વિશ્વ કહેવામાં આવે છે. પરંતુ આ વાસ્તવિક નથી. આ ભગવાનની કલ્પના છે. આ રીતે ભગવાનની કલ્પનાના ઘણા વિશ્વ છે અને આ બધા લોક આપણા મન અને આત્મા સાથે જોડાયેલા છે. ભૌતિક વિશ્વની સાથે એક સૂક્ષ્મ વિશ્વ પણ હોય છે. આપણે તેને સામાન્ય આંખોથી જોઈ શકતા નથી, કાં તો તે ધ્યાન દ્વારા આપણને જોવા મળે છે અથવા તો તે કોઈ આવેગમાં જોવા મળે છે. ઘણા લોકો આ સૂક્ષ્મ દુનિયામાં પણ રહે છે, પરંતુ તેમની પાસે પૃથ્વી તત્વ હોતુ નથી. તેથી તેમને પણ જોઈ શકવું સરળ નથી.
બીજા લોકમાં લોકો કેમ જાય છે?
સૂક્ષ્મ દુનિયામાં સામાન્ય રીતે ઉનન્ત આત્માઓ જ જાય છે. ત્યાં પોતાના સંસ્કાર ભોગવીને મુક્ત થઈ જાય છે. જો તેના કર્મ સારા હોય તો તે આગળ જાય છે, નહીં તો તેઓને થોડા સમય પછી ભૌતિક વિશ્વમાં પાછા ફરવુ પડે છે.
મૃત્યુ બાદ શું થાય છે?
વ્યક્તિના કર્મો ફળ ભોગવવા નવું શરીરન રાહ જોવી પડે છે. ત્યાં સુધી આત્માને નિષ્ક્રિય સ્થિતિમાં રાખવામાં આવે છે. જ્યારે વ્યક્તિના કર્મ અને સંસ્કારો અનુસાર ગર્ભ તૈયાર થાય છે, વ્યક્તિની આત્મા ત્યાં પ્રવેશ કરીને એક નવું શરીર બનાવે છે. મૃત્યુ પછી ફરીથી જન્મ લેવા ઘણા વર્ષોનો સમય લાગે છે અને ક્યારેક તાત્કાલિક જન્મ થઈ જાય છે. આધ્યાત્મિક અભ્યાસની કેટલીક દશાઓમાં જીવતા જીવ પણ આત્માને શરીરથી અલગ કરી શકાય છે પરંતુ મૃત્યુ નથી થતું.
જીવનકાળમાં જે ઇચ્છા હંમેશા બાકી રહે છે તે અનુસાર વ્યક્તિ કોઈ ખાસ યોનિમાં જાય છે. મૃત્યુ સમયે, વ્યક્તિના મનમાં જે ભાવ હોય છે તે જ પ્રકારની યોનિ વ્યક્તિને મળે છે. આમ તો વ્યક્તિ બે પ્રકારની યોનિમાં જાય છે. એક પ્રેત યોનિ અને પિતૃ યોનિ. પિતૃ યોનીમાં ગંધર્વ, વિદ્યાધર, યક્ષ અને સિદ્ધ હોય છે. સિદ્ધ યોનિને શ્રેષ્ઠ યોનિ માનવામાં આવે છે.
આ વીડિયો પણ જૂઓ: અત્યાચાર ગુજારનાર ડોક્ટર પતિ ઝડપાયો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન