શું છે સાન્તા ક્લોઝનું મૂળ નામ?   - Sandesh
  • Home
  • Kids Corner
  • શું છે સાન્તા ક્લોઝનું મૂળ નામ?  

શું છે સાન્તા ક્લોઝનું મૂળ નામ?  

 | 12:08 am IST

બાળકોના વહાલા સાન્તા ક્લોઝ અનેક નામોથી ઓળખાય છે. તેઓ સેન્ટ નિકોલસ, ક્રિસ ક્રિંગલ, ફાધર ક્રિસમસ અથવા ફક્ત સાન્તા તરીકે પણ ઓળખાય છે. જો કે કહેવાય છે કે તેમનું મૂળ નામ સેન્ટ નિકોલસ છે. પશ્ચિમી પૌરાણિક કથા અનુસાર સાન્તા લોક પ્રચલિત વ્યક્તિ છે, જે ઘેર ઘેર જઇને બાળકોને ભેટ આપે છે. પશ્ચિમી સંસ્કૃતિમાં એવું માનવામાં આવે છે કે, સાન્તા ક્રિસમસના દિવસે મોડી રાત્રે બાળકોના ઘરે આવે છે અને તેમને ઉપહાર આપે છે. બાળકોને એવું કહેવામાં આવે છે કે જે બાળકો ડાહ્યા હોય એમને સાન્તા ક્લોઝ રમકડાં-કેન્ડી જેવી સારી વસ્તુંઓ આપે છે, જ્યારે તોફાની બાળકોને તે ભેટમાં કોલસો આપે છે.