શું છે સ્કુુબા ડાઇવિંગ ? - Sandesh

શું છે સ્કુુબા ડાઇવિંગ ?

 | 4:06 am IST

સ્કુબા ડાઇવિંગ એ લોકો માટે છે કે જેમને દરિયાનું આકર્ષણ છે ?

સ્કુબા એ સાધન છે કે જેના થકી તને પાણીની અંદર પણ શ્વાસ લઇ શકો છે. દરિયામાં ડુબકી લગાવતી વખતે તમારે તેને પહેરવંુ પડે છે. આ એવી સાધન સામગ્રી છે કે જેનાથી પાણીની અંદર પણ શ્વાસ લઇ શકાય છેે. સ્કુબા ડાઇવિંગ આમ તો એના માટે જ છે કે જેને દરિયાની નીચેની દુનિયામાં રસ હોય. દરિયો કુદરતની એવી જગ્યા છે કે જેને માનવજાતિ ના  નિયંત્રણથી બહાર છે. સામાન્ય રીતે માણસ એ પાણીની અંદર શ્વાસ લઇ શકે નહિ, આથી સ્કુબા ડાઇવિંગએ આપણને દરિયાની અંદરની દુનિયાને જોવાની તક પૂરી પાડે છે. હા, એ ભલે થોડાક જ સમય માટે હોય છે પણ આપણે તેનો લ્હાવો માણી શકીએ છીએ.

ટેન્કની અંદરની હવા કોમ્પ્રેસડ હવા છે જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને અન્ય ગેસનંુ મિશ્રણ હોય છે. મોટાભાગના લોકો ભૂલથી એવંુ માને છે કે તેમાં શુદ્ધ ઓક્સિજન છે, પણ ખરેખર એવુ નથી .કુદરતી હવામાં જે વાયુઓ હોય એ બધા તેમાં હોય છે.સ્કૂબા ડાઇવિંગ કરતી વખતે એત વાત ખાસ યાદ રાખવી પડે છે.તે એ કે નીચેથી ઉપર આવતી વખતે વચ્ચે થોડુંક રોકાતા જવું.નહિેતર નાઇટ્રોજનના પરપોટા લોહીમાં ભળે છે અને જીવલેણ બને છે.એટલા માટે ડાઇવરને સૌથી વધારે યાદ રાખવાની બાબતોમાં વધારે મહત્ત્વની વાત એ છે કે ઝડપી રીતે ઉંડાણમાં ન ઉતરી જાય અથવા તો ઝડપી સપાટી પર પણ ન આવી જાય. મનોરંજન માટે જે લોકો ડાઇવ મારે છે તેમની ડાઇવિંગની લિમિટ હોય છે, તે ૩૦ થી ૪૦ મીટરના ઊંડાણ સુધી જ ડુબકી લગાવી શકે છે. જો તમે વધુ ઊંડાણમાં જવા ઇચ્છતા હોવ તો તેના માટે તમારે પહેલા એના ડાઇવિંગ માટેની ખાસ ટ્રેનિંગ લેવી પડશે અને ડાઇવિંગ વખતે ડાઇવિંગમાં તાલીમ મેળવેલા નિષ્ણાત માણસને સાથે રાખવો પડશે.

જો તમારે શાર્ક સાથે તરવાનો અનુભવ કરવો હોય તો તે પણ થઇ શકે છે. તમે શાર્ક સાથે ડાઇવિંગ કરી શકો છો અને આ અનુભવ તમે જીવનભર યાદ રાખી શકાય તેવો રહી શકે છે. આમાં તમને સ્ટીલના પાંજરામાં પૂરી દેવામાં આવે છે અને પછી શાર્ક માછલીના ટોળાને છોડવામાં આવે છે આના માટે તમારે પહેલાંથી જ તૈયાર જ રહેવાની જરૂર હોય છે. સ્કુબા ડાઇવિંગમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારે સુરક્ષિત રહેવાનું છે. ખાલી સ્કુબા ડાઇવિંગમાં જ નહિ પણ કોઇપણ એડવેન્ચર સ્પોર્ટ્સમાં તમારે તમારી સુરક્ષાનું ધ્યાન રાખવાનું હોય છે.