What is secret of 7th door of Padmanabhaswamy temple mythology ? Why can't anyone open it
  • Home
  • Featured
  • શું છે પદ્મનાભસ્વામી મંદિરના સાતમાં દરવાજાનું રહસ્ય? તેમા પણ ખજાનાની રક્ષા કરે છે સાપ!

શું છે પદ્મનાભસ્વામી મંદિરના સાતમાં દરવાજાનું રહસ્ય? તેમા પણ ખજાનાની રક્ષા કરે છે સાપ!

 | 2:14 pm IST

કેરલના તિરુઅન્નતપુરમમાં સ્થિત પદ્મનાસ્વામી મંદિર અંગે તમે સાંભળ્યું હશે. કારણકે આ મંદિર તેના રહસ્ય અને અઢળક ખજાનાના કારણથી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. તેને ભારતનું સૌથી અમીર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં ઘણા ગુપ્ત ભોંયરા બનેલા છે. જેમા કેટલાકને ખોલવામાં આવ્યા છે અને તેમાતી અરબો-ખરબોના ખજાનો પણ મળ્યો છે. પરંતુ તેનો સાતમો દરવાજો આજ સુધી ખોલી શકાયો નથી કે પછી એવું માની લો કે તેનો કોઇ ખોલી શક્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે તેની પાછળ એક મોટું રહસ્ય છે.

પદ્મનાભસ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે તે ઐતિહાસિક મંદિર તિરુઅનંતપુરમમાં અનેક પર્યટન સ્થળોમાંથી એક છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરને 16મી શતાબ્દીમાં ત્રાવણકોરના રાજાઓએ બનાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તેમણે જ મંદિરની ગુફાઓમાં મોટા પ્રમાણમાં ખજાનો છુપાવી રાખ્યો હતો.

આ મંદિરની 6 ગુફાઓ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ખોલવામાં આવી ચુક્યા છે. જેમાથી મોટા પ્રમાણમાં સોના-ચાંદીની હીરા- ઘરેણા મળ્યા છે. તેની કિંમત અરબો-ખરબોમાં જણાવવામાં આવી રહી છે. કહેવાય છે કે આ મંદિરના સાતમાં ગુફાની દરવાજાને પણ ખોલવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ દરવાજા પર બનેલા મોટા સાપના ચિત્રને જોઇને કામ રોકી દેવામાં આવ્યું, માનવામાં આવે છે કે સાતમા દરવાજાને ખોલવું અશુભ હશે.

માનવામાં આવે છે કે સાતમો દરવાજો શાપિત હશે જે કોઇપણ તેને ખોલવાની કોશિશ કરશે તેની મોત થઇ જશે. સાથે એવું પણ માનવામાં આવે છે કે આ દરવાજાને ખોલવાથી ધરતી પર પ્રલય આવી જશે. કહેવાય છે કે એક વખત ખોલવાની કોશિશ કરી હતી પરંતુ ઝેરીલા સાપના કરડવાથી તેમનું મોત નીપજ્યું હતું.

એવુ માનવામાં આવે છે કે સાતમા દરવાજાને મંત્રોચ્ચારથી બંધ કરવામાં આવ્યો છે. તેને તેજ રીતે ખોલી પણ શકાય છે પરંતુ તેમા થોડીક પણ ભૂલ થઇ તો મૃત્યુ નિશ્ચિત છે. આ દરેક કારણોને લઇ આ દરવાજો દુનિયા માટે એક રહસ્ય બનેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન