What is the benefit of Gomed?In which finger should Gomed be worn?
  • Home
  • Astro
  • રાજકારણમાં સફળતા અપાવનાર રત્ન ગોમેદ

રાજકારણમાં સફળતા અપાવનાર રત્ન ગોમેદ

 | 4:45 am IST
  • Share

  • રાહુના રતનને રત્ન ગોમેદ કહેવાય 
  • રાહુ હોય તો ગોમેદ લાભકર્તા 
  • ગોમેદ ધારણ કરવાની વિધિ

ગોમેદને જમણા હાથની કનિષ્ઠિકા (ટચલી) અથવા મધ્યમા આંગળીમાં ધારણ કરવું. ગોમેદનું વજન 4થી 10 કેરેટ સુધીનું હોવું જોઈએ. ચાંદીમાં અથવા કાંસાની ધાતુમાં જડાવી બુધવારના દિવસે સૂર્યાસ્ત પછી ધારણ કરવું જોઈએ

જન્મપત્રિકામાં રાહુ કેન્દ્રમાં, ત્રિકોણસ્થાનમાં, નવમે, પાંચમે, છઠ્ઠે કે અગિયારમે હોય તો રાહુની મહાદશામાં ગોમેદ ધારણ કરવાથી લાભ થાય છે.

રાહુ છાયાગ્રહ છે. પૃથ્વી કે ચંદ્રની કક્ષા એકબીજાને છેદે છે તે છેદન બિંદુઓને રાહુ અને કેતુ કહે છે. તેઓ સ્વતંત્ર ગ્રહો નથી, પરંતુ છાયાગ્રહ છે. તેમની પોતાની સ્વતંત્ર રાશિ પણ નથી. રાહુ-કેતુ બંને દૈત્ય સ્વભાવના ગ્રહો છે.

ભલે પોતાનું કારકત્વ સૌમ્ય હોય, પણ રાહુ-કેતુના સાંનિધ્યમાં આવતા ગ્રહોના પરિણામમાં ન્યૂનતા આવી જાય છે. આ કારણસર તેમને કોઈ સારા ગ્રહ કહેતું નથી. જાતકની કુંડળીમાં રાહુના સ્થાન પરથી પૂર્વજન્મનો વારસો જોવા મળે છે.  

રાહુનું વર્ચસ્વ અનિદ્રા, ભૂતબાધા, બ્રહ્મજ્ઞાન, ઝેરી વસ્તુ, વેદાંત, હાથચાલાકી, ચોરી, લૂંટ, ધૂમ્રપાન, મંત્રસાધના, અફીણ, સાપ, મેલીવિદ્યા, જાદુ, ગૂઢતત્ત્વ, યોગી, ભાંગ, કઠોર વાણી, જુગાર, પરદેશગમન, નૈઋત્ય દિશા, રાત્રિ, ઊતરતી કક્ષાના લોકો, પૂર્વજન્મના દોષો, રાજકારણ, સટ્ટો વગેરે પર ગણવામાં આવે છે.

નિર્બળ રાહુ લાંબી બીમારી આપે છે. શ્વાસ, ખાંસી, વાયુ, કફ, ન ઓળખાતાં દર્દો, હાડકાં-બરોળની વૃદ્ધિ, સોજો, કોઢ, સ્નાયુનાં દર્દ, રાહુનાં દર્દ ગણાય છે. જે બીમારી પકડમાં ન આવે અને લાંબી ચાલે તે બીમારી રાહુની હોય છે.

રાહુના રત્નને ગોમેદ કહેવાય છે. જે ગાયના મૂત્ર જેવા કલરનું હોય છે. ગોમેદ રત્ન ભારત, શ્રાીલંકા, આફ્રિકા જેવા દેશોમાં મળી આવે છે. ખરો ગોમેદ ચમકીલો અને રેસા વગરનો હોય છે.  

ગોમેદ કોણે પહેરવું?                    

જન્મકુંડળીમાં રાહુ ત્રીજે, છઠ્ઠે કે આઠમે હોય તો ગોમેદ પહેરવાથી અનિષ્ટ ફળ ઘટાડી શકાય છે.  

સૂર્ય સાથે રાહુ હોય કે સિંહ રાશિમાં રાહુ હોય તો ગોમેદ લાભકર્તા છે. ધન રાશિમાં રાહુ હોય તો ગોમેદ શુભ ફળ આપે છે.

જન્મકુંડળીમાં વૃષભ, મિથુન, તુલા, કુંભ, મકર રાશિના લગ્નમાં રાહુ હોય તો ગોમેદ ધારણ કરવો.

જેમની જન્મતારીખ 4, 13, 22 હોય તેમણે ગોમેદ ધારણ કરવું જોઈએ. લોટરી, વકીલાત, રાજકારણ, શેરબજારમાં સફળતા મેળવવા કે ભયાનક સ્વપ્ન નિવારવા ગોમેદ ધારણ કરવું.

છાયા ગ્રહ રાહુ સારો હોય તો સ્ત્રી-સંતાન તેમજ ધનસંપત્તિનું સુખ આપે. કોર્ટ-કચેરીમાં વિજય અપાવે છે.

ગોમેદ ધારણ કરવાની વિધિ

ગોમેદને જમણા હાથની કનિષ્ઠિકા (ટચલી) આંગળી અથવા મધ્યમા આંગળીમાં ધારણ કરવું. ગોમેદનું વજન 4થી 10 કેરેટ સુધીનું હોવું જોઈએ. ચાંદીમાં અથવા કાંસાની ધાતુમાં જડાવી બુધવારના દિવસે સૂર્યાસ્ત પછી ધારણ કરવું.

ઓમ  ભ્રાં ભ્રીં ભ્રૌં સઃ રાહવે નમઃ મંત્રના 72,000 જાપ કરવા.

          – અમિત ખન્ના

રાહુના અન્ય ઉપાયો  

પાંચ બુધવાર એકટાણું કરવું તથા માછલીને લોટની ગોળીઓ ખવડાવવી.  

કારતક, મહા કે ભાદરવા મહિનામાં નારાયણબલી-પિતૃદોષ નિવારણ વિધિ કરાવવો.

શ્રાાવણ મહિનામાં શંકર ભગવાનની પૂજા કરવી. કાળાં કપડાં બને ત્યાં સુધી પહેરવાં નહીં.

પંચધાતુના શિવલિંગની નાગફેણની રોજ પૂજા કરવી અને ચંદનનું અત્તર લગાડવું.

હાથીદાંતની વીંટી પહેરવી. બુધવારે મંદિરમાં લીલું નાળિયેર ધરવું.

કાળાં કપડાં, ઊનના ધાબળા, લોખંડ, કાળા તલનું દાન કરવું.

જસતની ધાતુનો ટુકડો ખિસ્સામાં પાકીટમાં રાખવો.

400 ગ્રામ કે 4 કિગ્રા. લિડ (ગ્રેફાઈટ)ને બુધવારે પાણીમાં પધરાવવું.

8 મુખી રુદ્રાક્ષ અને સુલેમાની રત્નને ગળામાં ધારણ કરવું.

બ્લૂ કલરનાં કપડામાં નારિયેળ બાંધીને પાણીમાં પધરાવવાથી વધારે લાભ મળે છે.

ઘરના વાયવ્ય ખૂણામાં 10 ગ્રામ ચાંદીને જમીનમાં દબાવવી.

ચાંદીનો હાથી ઘરમાં રાખવો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો