What is the Motive behind distributing cars to Brahmins in AP
  • Home
  • Featured
  • બેરોજગાર બ્રાહ્મણોને આ રાજ્યની સરકાર આપે છે મફતમાં મોંઘીદાટ કાર

બેરોજગાર બ્રાહ્મણોને આ રાજ્યની સરકાર આપે છે મફતમાં મોંઘીદાટ કાર

 | 7:46 pm IST

હજી બે દિવસ પહેલા જ કેન્દ્રની મોદી સરકારે ગરીબ સુવર્ણોને શિક્ષણ સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપતુ મહત્વપૂર્ણ બિલ લોકસભા અને રાજ્યસભા એમ સંસદના બંને ગૃહોમાં પસાર કરાવ્યું. પરંતુ આંધ્ર પ્રદેશન એક ખાસ કારણને લઈને આજકાલ ભારે ચર્ચામાં છે.

આંધ્ર પ્રદેશ સરકારે તો ગરીબી રેખા નીચેના બેરોજગાર બ્રાહ્મણ યુવાઓને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ્યથી મોંઘીદાટ એવી સ્વિફ્ટ ડિઝાયર કાર પુરી પાડી રહી છે. જે માટે બે લાખ રૂપિયા સરકાર તરફથી આપવામાં રહ્યાં છે જે સબસિડી તરીકે હશે અને તેને પાછા આપવાના રહેશે નહીં. બાકીની રકમ સસ્તા વ્યાજ દરે હપ્તે હપ્તે લાભાર્થીએ ચૂકવવાના રહેશે. 50 યુવાઓને ગાડી આપીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે. ત્યારબાદ તેનો વિસ્તાર થશે.

આ બાબત દેશભરમાં ચિંતાનો વિષય બની છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે આંધ્ર પ્રદેશ એક એવું રાજ્ય છે કે જ્યાં બ્રાહ્મણોના કલ્યાણ માટે સરકારી ઉપક્રમ તરીકે એક કોર્પોરેશન (આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ વેલફેર કોર્પોરેશન, જેને એબીસી કહેવાય છે) પહેલેથી બનેલુ છે. આ કોર્પોરેશનની શાખા તરીકે આંધ્ર પ્રદેશ બ્રાહ્મણ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પણ છે. જે સસ્તા વ્યાજ દરે લોન આપે છે. કોર્પોરેશન અલગ અલગ રીતે નવ યોજનાઓ ચલાવે છે.

રચાયું ખાસ કોર્પોરેશન

રાજ્યમાં બ્રાહ્મણ કોર્પોરેશનની સ્થાપના ચંદ્રબાબુ નાયડુ જૂન 2014માં બીજીવાર સીએમ બન્યા બાદ કરવામાં આવી હતી. નાયડુએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ બાબતની વાત કરી હતી. પ્રદેશના વિભાજન વખતે સમૃદ્ધ બ્રાહ્મણો તેલંગણાના ભાગમાં ગયાં. ગરીબ બ્રાહ્મણો આંધ્ર પ્રદેશના હિસ્સામાં આવ્યાં જેમની સરકારી નોકરીઓમાં ભાગીદારી પણ ખુબ ઓછી છે. મંદિર, પૂજા પાઠ દ્વારા થતી આવકમાંથી જ તેમનું ગુજરાન ચાલે છે.

રાજ્યની કુલ વસ્તીમાંથી બ્રાહ્મણની વસ્તી 3થી 4 ટકા વચ્ચે છે. જેમાંથી મોટાભાગના લોકો ગરીબી રેખાથી નીચે છે. ગરીબ હોવાના કારણે બ્રાહ્મણો શિક્ષામાં પણ પછાત રહ્યાં છે. 2014ના રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે ચંદ્રબાબુ નાયડુ જ્યારે રાજ્યની મુલાકાતે હતાં તો તેમણે બ્રાહ્મણોની આ સ્થિતિ ખુબ નજીકથી જોઈ હતી. ત્યારે જ તેમણે જાહેરાત કરી હતી કે જો તેઓ સત્તામાં આવશે તો બ્રાહ્મણોની સ્થિતિ સુધારવા સકારાત્મક પગલાં ભરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન