What is the nature of people with numerator-8 according to numerology?
  • Home
  • Astrology
  • અંકશાસ્ત્ર પ્રમાણે ભાગ્યાંક-8 ધરાવતાં લોકોનો સ્વભાવ કેવો હોય? ભાગ્યાંક પરથી જાણી લો તમારું વ્યક્તિત્વ કેવું છે?

અંકશાસ્ત્ર પ્રમાણે ભાગ્યાંક-8 ધરાવતાં લોકોનો સ્વભાવ કેવો હોય? ભાગ્યાંક પરથી જાણી લો તમારું વ્યક્તિત્વ કેવું છે?

 | 8:32 am IST

ચાઇનીઝ જ્યોતિષ

(પ્રતીક ગ્રહ-મંગળ)

માર્ગદર્શક શબ્દોઃ ધન, સંપત્તિ, માનમરતબો, કીર્તિ, હોદ્દો, સત્તા, અધિકાર, વેપાર-ધંધામાં તથા સાંસારિક કાર્યોમાં સફળતા, વ્યાવહારિકતા, વાસ્તવિક્તા, શક્તિ, સાહસ, હિંમત, મહત્ત્વાકાંક્ષા, સ્વતંત્રતા, નેતૃત્વ, પરોપકાર, માનવતા.

વિધેયાત્મક રીતે જોતાં આ ભાગ્યાંકવાળા લોકોમાં પ્રભાવી અને આકર્ષક વ્યક્તિત્વ, વ્યવસ્થાશક્તિ, સંયોજનશક્તિ, વ્યવહારિક્તા, સહનશક્તિ, ખંતશૌર્ય, સાહસ, હિંમત, કુશાગ્રબુદ્ધિ, દૃઢ મનોબળ, એકાગ્રતા, કાર્યકુશળતા; શિસ્તપાલન માટેનો આગ્રહ, સંનિષ્ઠા, ભાવિકતા, કાળજી, ચોક્સાઈ અને ધંધા માટેની સૂઝ હોય છે. તેઓ ભલા, દયાળુ, પરોપકારી, ન્યાયપરાયણ, ધાર્મિક, સ્વાશ્રયી, વફાદાર, વિશ્વસનીય, મિલનસાર, ચારિત્ર્યશીલ, નસીબમાં માનનારા, ગહન વિષયોમાં રસ ધરાવનાર અને સત્તા, સ્થાન અને હોદ્દા માટે અનુરાગવાળા હોય છે. પોલાદી ઇચ્છાશક્તિ ધરાવતા હોવાથી તેઓ તેમનું ધ્યેય પ્રાપ્ત કરીને જ જંપે છે. તેઓ જે કામ કરે છે તે સાચા દિલથી કરે છે. જરૂર પડે તો તેઓ તેમના ધ્યેય કે આદર્શ માટે પ્રાણ આપવા પણ તૈયાર થાય છે. તેઓ કોઈ કોઈ વખત ધર્માંધ અને ઝનૂની બને છે. લાગણીઓનું સારી રીતે પ્રદર્શન કરી શક્તા ન હોવાથી કેટલાક તેમને લાગણીહીન માને છે, પરંતુ ખરેખર તો તેઓ ભલા અને દયાળુ હોય છે. શક્તિના સ્ત્રોત હોવાથી તેઓ અનેક શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. તેઓ માનવ સ્વભાવના સારા જાણકાર હોય છે. તેઓ શોષિતો, પીડિતો અને દલિતો માટે સહાનુભૂતિ ધરાવે છે અને તેમનો સાથ લઈને તેમને મદદ કરે છે. તેઓ જીવનમાં સફળતા કે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે. તેમને મદદ માટે મધ્યમ માર્ગ હોતો નથી.

નકારાત્મક દૃષ્ટિએ વિચારતાં આ લોકો અતિલોભી પદ અને સત્તાના શોખીન, કાવતરાખોર, યુક્તિબાજ, અન્યાયી, ઘાતકી હોય છે.

  • ક્રમશઃ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન