What is the position of Corona in the country and how is this war being fought, in the area
  • Home
  • Vishesh
  • દેશમાં કોરોનાની શું સ્થિતિ છે અને કેવી રીતે લડી રહ્યો છે આ જંગ, જોઈએ વિસ્તારમાં

દેશમાં કોરોનાની શું સ્થિતિ છે અને કેવી રીતે લડી રહ્યો છે આ જંગ, જોઈએ વિસ્તારમાં

 | 10:13 pm IST

આમ તો ગુજરાત કોરોનાનાં કેસમાં દેશમાં ચોથા ક્રમે છે. પણ ગુજરાતમાં કોરોનાનાં વધતા કેસને લઇને એક એવો સ્ટડી સામે આવ્યો છે જેણે દુનિયાભરનાં તબીબોની ચિંતા વધારી દીધી છે. ગુજરાતમાં થતાં સૌથી વધુ મોતનું રહસ્ય પણ તેમાં જ છે. અને હવે આ નવી જાણ બાદ શરૂ થશે ગુજરાતની શૂન્ય સામે જંગ.

કોરોના પોતાના લક્ષણો બદલી રહ્યો છે. ઘાતક બની રહ્યો છે. ત્યારે તેની સામે તો રસી જ બચાવી શકશે. પણ રસી ક્યારે બનશે. કહેવાય તો રહ્યું છે કે રસી નવેમ્બર મહિના સુધી આવી જશે. અને તેની કિંમત ભારતમાં 1000 રૂપિયા રહેશે. પણ શું ખરેખર નવેમ્બર સુધીમાં આ રસી આવી જશે ખરી.

કોરોના કેસની બાબતે ગુજરાત કરતાં પણ આગળ દિલ્હી છે. પણ દિલ્હીને લઇને રાહતનાં સમાચાર મળ્યા છે. નિષ્ણાતો કહે છે કે દિલ્હીમાં કોરોના વાયરસની પીક આવી ગઇ છે. અને હવે દિલ્હીમાં કેસ ઘટશે. અને દિલ્હીની આ સ્થિતિ દેશ માટે પણ રાહત લાવી શકે છે.

દિલ્હીમાં તો પીક આવી ગઇ. પણ દેશમાં ક્યારે આવશે. દેશમાં કોરોનાનાં કેસનો આંકડો 12 લાખે પહોંચી ગયો છે. જો કે, સરકારી આંકડા કહે છે કે દેશમાં રિકવરી રેટ વધ્યો છે.  મૃત્યુદર ઘટ્યો છે. પણ દેશની સ્થિતિ વિશે નિષ્ણાતો શું કહી રહ્યાં છે તે પણ જોવા જેવું છે.

ભારતની સાથે સાથે વિશ્વમાં પણ કોરોનાનાં કેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે. ત્યારે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે અને કયો દેશ કેવી રીતે આ જંગ લડી રહ્યો છે તે પણ જાણી લઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન