સાંકડું મન શું કરે? - Sandesh

સાંકડું મન શું કરે?

 | 3:28 am IST

સૂક્ષ્મ સત્ય :- જે. કૃષ્ણમૂર્તિ

આવેશ ધરાવતું મન, ફંફોસતું મન, કાંઈક શોધવા મથતું મન, મહત્ત્વની પ્રગતિ કરતું રહે છે, તે કોઈપણ પરંપરાને સ્વીકારી નથી લેતું; તે એવું મન નથી કે જેણે નિર્ણય કરી લીધો હોય, કે જે હમણાં અસ્તિત્વમાં આવ્યું હોય, તે તેવું મન નથી, પરંતુ તે એવું યુવા મન છે કે જે સદા અસ્તિત્વમાં પ્રગટતું રહે છે.

હવે, આવું મન અસ્તિત્વમાં કેવી રીતે આવે? તે અસ્તિત્વ આવવું જ જોઈએ. એ સ્પષ્ટ છે કે ઊતરતી કક્ષાનું સાંકડું મન ત્યાં કારગત ન થઈ શકે. એવું સાકડું મન ઉત્કટ બનવાનો પ્રયત્ન કરે તો તે બધી જ બાબતને માત્ર પોતાની સંકુચિત ભાવના સુધી ઊતરતી કક્ષાની રાખશે. એવું થવું ના જોઈએ અને એ ત્યારે જ થઈ શકે કે જ્યારે મન પોતાની સંકુચિતતા અને ઊતરતી કક્ષાને નીરખે, પરંતુ તેને વિષે તે કાંઈ પણ કરવાનો પ્રયત્ન ન કરે. શું હું જે કહેવા માગું છું તે સ્પષ્ટ થયું છે? કદાચ નહીં. પરંતુ જેમ મેં પહેલાં કહ્યું તેમ કોઈપણ મર્યાદિત મન, ભલે તે ગમે તેટલું આતુર હોય, છતાં તે સંકુચિત, ઊતરતી કક્ષાનું જ રહે છે, અને આ સ્પષ્ટ છે. એક સંકુચિત કક્ષાનું મન ચંદ્ર પર જઈ શકે, તે કલા-કૌશલ્ય પ્રાપ્ત કરી શકે, તે ચતુરાઈપૂર્વક દલીલ કરી શકે અને સ્વ-બચાવ કરી શકે, છતાં યે તે મન સંકુચિત-ઊતરતી કક્ષાનું જ રહે છે. આમ જ્યારે તે સંકુચિત મન કહે છે કે ‘મારે કંઈક કરવા માટે ઉત્કટ થવું જ જોઈએ’ ત્યારે સ્વાભાવિકપણે તેની ઉત્કટતા પણ ઊતરતી કક્ષાની સંકુચિત જ હોય, શું નહીં હોય?- જેમ કે કોઈ નજીવા અન્યાય માટે ગુસ્સે થઈ જવું અથવા કોઈ નાના ગામમાં, સંકુચિત કક્ષાના મન દ્વારા કોઈ નજીવી બાબતમાં થયેલ ગૌણ સુધારાથી જાણે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે તેમ વિચારવું. જો ઊતરતી કક્ષાનું સાંકડું મન એ બધું નીરખે તો એ સમગ્ર ચિત્ર કેટલું નાનું છે તેનો ખ્યાલ તેને આવે અને ત્યારે સમગ્ર પ્રક્રિયામાં આપોઆપ એક પરિવર્તન આવે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન