masood azhar audio jaish e mohammad pulwama attack Pakistan
  • Home
  • Featured
  • આતંકી મસૂદ અઝહરે ઝેર ઓક્યુ, ચીન પાકિસ્તાનની સાથે, ભારતથી ડરવાની કોઈ જરૂર નથી

આતંકી મસૂદ અઝહરે ઝેર ઓક્યુ, ચીન પાકિસ્તાનની સાથે, ભારતથી ડરવાની કોઈ જરૂર નથી

 | 11:28 am IST

જમ્મૂ-કાશ્મીર પુલવામા થયેલા આતંકી હુમલાના એક અઠવાડિયા પછી જૈશ એ મોહમ્મદની ટોળકીનો મૌલાના મસૂદ અઝહરે નવો ઓડિયો જારી કર્યો છે. તાઝા ઓડિયોમાં મસૂદ અઝહર પુલવામા હુમલામાં પોતાનો હાથ હોવોનો નન્નૈયો ભણ્યો છે, ત્યાં સુધી કે તેણે દાવો કર્યો છે કે તે ક્યારેય આતંકી આદિલ અહમદ ડારને મળ્યો નથી. આ ઓડિયોમાં તેણે પાકિસ્તાન સરકાર અને મીડિયને ડરપોક ગણાવ્યુ છે. આ પહેલા હુમલા બાદ જૈશે આ હુમલાની જવાબદારી લીધી હતી, પણ હવે ચોરેતરફથી તેની નીંદા થતા હવે પારોઠના પગલા ભરી રહ્યુ છે.

ગુરૂવારે જારી કરવામાં આવેલા આ ઓડિયોમાં મસૂદ અઝહરે કહ્યુ કે પુલવામા હુમલાથી હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2019ની લોકસભામાં નુકસાન જશે, તેણે એ પણ કહ્યુ કે પાકિસ્તાન કોઈ જંગ કરવા તૈયાર નથી. ઓડિયોમાં એ પણ કહ્યુ કે ચીન હંમેશા પાકિસ્તાનને સમર્થન આપતુ રહ્યુ છે, એટલે પાકિસ્તાને ડરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી કાશ્મીર મામલે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે.

પુલવામા આતંકી હુમલા બાદ દુનિયાભરમાંથી પાકિસ્તાનની સરકારને ચારેતરફથી ફટકાર મળી રહ્યો છે. મસૂદ અઝહરે પાકિસ્તાન સરકારને ડરપોક ગણાવી છે. મસૂદે કહ્યુ કે મીડિયા અને સરકાર ખુબજ ડરી રહી છે. મસૂદ અઝહરે તેના આ ઓડિયોમાં આદિલ અહમદ ડારનું નામ લીધુ, આપને જણાવી દઈએ કે પુલવામા આત્મઘાતી હુમલો કરનાર આદિલ જ હતો. આદિલે સીઆરપીએફના કાફલા સાથે ગાડીની ટક્કર મારી હતી.

ઓડિયોમાં ઝેર ઓકતા મસૂદ અઝહરે કહયુ કે જેટલી ગાળો આપવી હોય આપો મને પણ આદિલ વિરૂદ્ધ એક શબ્દ ન કહેતા, આ કાશ્મીરની લડાઈ છે અને તેને કોઈ અટકાવી નહી શકે. ત્યાં અમારે કોઈ વિદેશી તાકાતના સહારાની જરૂર નથી.

તેણે આ ઓડિયોમાં આદિલ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાનો ઇન્કાર કર્યો હતો. તેણે કહ્યુ આદિલને સમગ્ર દુનિયા મારી સાથે જોડી રહી છે, મારા તો અરમાન હતા કે કાશ હું ક્યારેક તેને મળ્યો હોત. જો આદિલના કારણે મને મારી નાખવામાં આવશે તો કોઈ ગમ નથી આ મારા માટે શહીદી હશે.

પોતાના આ ઓડિયોમાં મસૂદ અઝહરે પાકિસ્તાની કોલમિસ્ટ અયાઝના ભરપેટ વખાણ કર્યા, જેણે આદિલ અહમદના વખાણ કર્યા હતા. તેણે પાકિસ્તાનને હિન્દુસ્તાનથી ડરવાની જરૂર નથી એવો રાગ આલાપ્યો હતો. આપને જણાવી દઈએ કે અમેરિકા, ફ્રાન્સ, રશિયા જેવા કેટલાક દેશોએ જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા પર ભારતના અભિયાનમાં સાથ આપ્યો છે. આ ઘટના બાદ જૈશ બોખલાઈ ગયુ છે.

આપને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં 40 જવાન શહીદ થયા હતા, પહેલા આની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી, પણ હવે ડરના કારણે તે આનાથી ફરી ગયુ છે. આ નીંદનીય ઘટનાબાદ પાકિસ્તાનની દુનિયાભરમાં ફજેતી થઈ છે. લોકો થૂ થૂ કરી રહ્યા છે. જેના કારણે ઈમરાન ખાનને પણ સફાઈ આપવા આવવું પડ્યુ હતુ.

છેલ્લા કેટલાક વર્ષોથી પાકિસ્તાનમાં અડંગો જમાવી ભારતમાં આતંકી પ્રવત્તિઓને અંજામ આપનાર મસૂદ અઝહર હાલ આવો ઓડિયો રજૂ કરી તેની નીચ માનસીકતા દર્શાવી રહ્યો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન