Ayodhya Case: What Media Was Writing About PM Modi In 1992
  • Home
  • Featured
  • અયોધ્યા મંદિર: 1992માં યુવા નરેન્દ્ર મોદી વિશે મીડિયામાં શું લખવામાં આવી રહ્યું હતુ?

અયોધ્યા મંદિર: 1992માં યુવા નરેન્દ્ર મોદી વિશે મીડિયામાં શું લખવામાં આવી રહ્યું હતુ?

 | 4:45 pm IST

અયોધ્યાનાં રામમંદિર અને બાબરી મસ્જિદ વિવાદે ભારતીય રાજનીતિની દશા અને દિશાને હંમેશા માટે બદલીને રાખી દીધી છે. રામમંદિર આંદોલનથી બીજેપીને સંજીવની મળી અને આજે બીજેપી કેન્દ્રની સત્તાથી લઇને 19 રાજ્યોની સત્તા પર બિરાજમાન થઈને દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. આવામાં જ્યારે અયોધ્યા વિવાદ કેસનો ચુકાદો સુપ્રીમ કોર્ટથી આવી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી દેશનાં વડા પ્રધાન છે, ત્યારે એ પ્રશ્ન છે કે જે વર્ષે બાબરી વિધ્વંસ થયો હતો ત્યારે 1992માં નરેન્દ્ર મોદી વિશે મીડિયામાં શું લખવામાં આવી રહ્યું હતુ?

એક જાણીતા સમાચાર પત્રએ પોતાની એક સ્ટોરીમાં 1992નાં અંકમાં નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીનાં નવા સ્ટારનો ઉદય બતાવ્યા હતા. તેમણે લખ્યું હતુ કે, ‘ભાજપ અધ્યક્ષ મોરલી મનોહર જોશીની એકતા યાત્રાનાં સંયોજક 38 વર્ષીય નરેન્દ્ર મોદી પાર્ટીમાં મહત્વપૂર્ણ વ્યક્તિ બનતા જઈ રહ્યા છે અને આનું કારણ પણ છે. જ્યાં એક તરફ એકતા યાત્રાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, તો બીજી તરફ ભાજપમાં ચર્ચા ગરમ છે કે યાત્રાને ચાલુ રાખવા માટે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી સમકક્ષ દિગ્ગજને રાજી કરવામાં પણ મોદી સફળ રહ્યા.’

‘એટલું જ નહીં હવે નરેન્દ્ર મોદી સાથે વરિષ્ઠ નેતા સલાહ-સૂચન પણ કરતા રહે છે. કારણ સ્પષ્ટ છે. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા ભાજપમાં સામેલ થયા બાદ 6 વર્ષનાં ઓછા સમયગાળામાં તેઓ ના ફક્ત ગુજરાત પાર્ટી યૂનિટનાં મહાસચિવ બની ગયા, પરંતુ રાષ્ટ્રિય સ્તર પર પાર્ટીનાં મહત્વપૂર્ણ નેતા પણ બની ગયા.’ તે સમયે નરેન્દ્ર મોદી બીજેપીની રાષ્ટ્રિય કાર્યકારિણી સમિતિ અને સર્વશક્તિમાન 6 સભ્ય રાષ્ટ્રિય ચૂંટણી સમિતિનાં પણ સભ્ય હતા. આ સમિતિમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને અટલ બિહારી વાજપેયી જેવા નેતા સામેલ હતા.

લેખમાં આગળ લખવામાં આવ્યું હતુ કે, ‘નરેન્દ્ર મોદી આકર્ષક હિંદી નારા બનાવવાની પોતાની પ્રતિભાથી પાર્ટી છબિ નિર્માતાનાં રૂપમાં ઉભર્યા છે. ત્યાં સુધી કે રાજનીતિનાં સૌથી ધૂરંધર ખેલાડી ચિમનભાઈ પટેલ પણ તેમની કુશાગ્રતાનું સંમાન કરે છે. બંને જ્યારે પણ સામ-સામે હોય છે તો ચિમનભાઈ તેમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે અને તેઓ એ ભાજપ નેતાઓનાં રસ્તામાં રોડું બની શકે છે જે નરમ વલણ અપનાવવાનાં પ્રયત્નમાં છે.’

આ વિડીયો પણ જુઓ: ગીરગઢડામાં 1 સાથે 6 સિંહે શિકાર કરી માણી મિજબાની

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન