શું રોબોટ માનવીનો રોજગાર છીનવી લેશે? - Sandesh
  • Home
  • Ahmedabad
  • શું રોબોટ માનવીનો રોજગાર છીનવી લેશે?

શું રોબોટ માનવીનો રોજગાર છીનવી લેશે?

 | 1:23 am IST

તાજેતરમાં થયેલા ગોલઅપ સરવેમાં જણાયું છે કે અંદાજે પુખ્ત અમેરિકનોમાંથી ૭૫ ટકા એમ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) રોજગાર પેદા કરશે, તેના કરતાં વધુ છીનવી લેશે, જોકે ૨૩ ટકા અમેરિકનો માને છે કે ટેક્નોલોજીને કારણે તેઓ તેમની નોકરી ગુમાવશે.

ગોલઅપ સરવે એ કાંઈ પહેલો આ પ્રકારનો સરવે નથી. આ પહેલાં ૨૦૧૭માં ક્વાર્ટ્ઝ સરવે થયો હતો, જેમાં ૧,૬૦૦ લોકોનો પ્રતિભાવ લેવામાં આવ્યો હતો. ૯૦ ટકા લોકો એમ માનતાં હતાં કે પાંચ વર્ષમાં ઓટોમેશનને પગલે અડધા રોજગાર છીનવાઈ જશે. આમ છતાં આજે પણ ૯૧ ટકા લોકો એમ માને છે કે તેમની નોકરીને કોઈ ખતરો નથી, જ્યારે ૯૪ ટકા લોકો માને છે કે તેઓ AIના બોસ તરીકે કામ કરતાં રહેશે! MIT ટેક્નોલોજી રિવ્યૂએ હાલમાં જ જુદા જુદા અભ્યાસનાં પરિણામોનું સંકલન કરીને એવું તારણ કાઢયું હતું કે, એક અભ્યાસ મુજબ ૨૦૩૦ સુધીમાં ૨ અબજ નોકરીઓ છીનવાઈ જશે જ્યારે અન્ય એક અભ્યાસમાં એવું તારણ નીકળ્યું હતું કે ૨૦૨૦ સુધીમાં ૭૧ લાખ નોકરીઓ ખતમ થઈ જશે.

લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચિંતિત?

પ્રોફેસર સ્ટીફન હોકિંગથી લઈને બિલ ગેટ્સ અને એલન મસ્ક જેવી વિશ્વની બુદ્ધિપ્રતિભાઓ આ મામલે મૂંઝવણમાં છે. એલન મસ્ક AIને આપણાં અસ્તિત્વ સામે મોટું જોખમ માને છે અને તેને વિકસિત કરવાની ઘટનાને માનવજાત માટે એક સમન્સ માને છે. તેઓ માને છે કે સુપર ઇન્ટેલિજન્સ મશીનો માનવનો પાળેલાં પશુની જેમ ઉપયોગ કરશે. પ્રોફેસર સ્ટીફન હોકિંગે હાલમાં જ આગામી ૧,૦૦૦થી ૧૦,૦૦૦ વર્ષમાં મોટો ટેક્નોલોજિકલ ડિઝાસ્ટર થશે એવી ચેતવણી આપી હતી.

રોજગાર છીનવાશે

૨૦૧૬ યુગોવ સરવે મુજબ ૬૦ ટકાથી વધુ લોકોને ભય છે કે રોબોટ આગામી દસ વર્ષમાં રોજગારી ઘટાડી દેશે. જોકે ૨૭ ટકા એવી આગાહી કરે છે કે મોટી સંખ્યામાં રોજગાર ઘટી જશે. ખાસ કરીને વહીવટી અને ર્સિવસ સેક્ટરના કામદારોને સૌથી વધુ ફટકો પડશે. સરવે હેઠળ પ્રતિભાવ આપનારામાંથી ચોથા ભાગના એમ માને છે કે આગામી ૧૧થી ૨૦ વર્ષ દરમ્યાન રોબોટ રોજિંદા જીવનનો એક ભાગ બની જશે, જ્યારે ૧૮ ટકા એવું માને છે કે એક દાયકામાં જ તેઓ રોજિંદી જિંદગીમાં કામ કરતા થઈ જશે!

રોબોટ બદમાશ બની જશે!

કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ પ્રોફેસર વૂલડ્રીજ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી જટિલ છે કે તે કઈ રીતે કામ કરશે તે પૂર્ણ રીતે સમજવું ઇજનેરો માટે પણ મુશ્કેલ બનશે. જો નિષ્ણાતો જ એ સમજી નહીં શકે તો તેઓ તે ક્યારે નિષ્ફળ જશે એ કઈ રીતે જાણી શકશે? જો ડ્રાઇવરરહિત કાર સામાન્ય રીતે બરાબર દોડતી હોય પણ જો કંઈક ખામી આવે તો તે સીધી રસ્તા પર ચાલવાને બદલે દીવાલ સાથે ભટકાઈ જાય એવું બને ને!

;