What should a mother choose bra after her baby's birth?
  • Home
  • Featured
  • બાળકના જન્મ બાદ માતાએ કેવી બ્રા પસંદ કરવી જોઇએ?

બાળકના જન્મ બાદ માતાએ કેવી બ્રા પસંદ કરવી જોઇએ?

 | 3:33 am IST

મૂંઝવણ :- ડો. અક્ષરકુમાર શર્મા

પ્રેગનેન્સી બાદ માતાએ તેનું અને તેના બાળક બન્નેનું ધ્યાન રાખવું પડે છે. જેથી પ્રેગનેન્સી પછી માતાએ કેવી રીતે બાળકનું ધ્યાન રાખવું જોઇએ. તે સિવાય માતાએ પ્રેગનેન્સી બાદ કેવી બ્રા પહેરવી જોઇએ તેઅ અંગે જણાવીશું. 

પ્રશ્ન : નમસ્તે સર, મારા મિત્રના ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે. તે માને છે કે તેના પેનિસની સાઇઝ ખૂબ ઓછી છે. તેથી તે બજારમાં મળતા તેલ, જેલ કે દવાઓનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યો છે. તે તો વેક્યુમ ડિવાઇસનો ઉપયોગ કરવા વિશે પણ વિચાર્યું છે. તો શું તેનો ઉપયોગ કરી શકાય? આમ કરવાથી પેનિસની સાઇઝ વધી શકશે?

જવાબ : ફક્ત તમારા મિત્ર જ નહીં, પણ મોટાભાગના પુરુષો પોતાની પેનિસની સાઇઝથી અસંતુષ્ટ હોય છે. જેના કારણે તેઓ તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓ અનુભવે છે. પેનિસની સાઇઝ વધારવાના નુસખાથી આડઅસર પણ થઈ શકે છે. આ ઉપરાંત વેક્યુમ ડિવાઇસની અંદર એક ટયૂબ આવે છે. જે પેનિસની અંદર ફિટ કરવામાં આવે છે. જેથી એક હવાનું દબાણ સર્જાય છે જે પેનિસમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે. સામાન્ય રીતે લોકો આ ડિવાઇસનો ઉપયોગ ઇરેક્ટાઇલ ડિસફંક્શન અથવા તો શીઘ્રસ્ખલનની સમસ્યા ટાળવા માટે કરે છે. પરંતુ તેના ઉપયોગથી પેનિસની સાઇઝ વધે તે સાબિત થયું નથી. પેનિસની સાઇઝ વધારવાનો એવો કોઈ અધિકૃત ઉપચાર નથી. તમે જણાવ્યું કે તમારો મિત્ર બજારમાં મળતી દવાઓ લેવાનું વિચારી રહ્યો છે. તો તે દવાઓ લેતાં પહેલાં તેના વિશે માહિતી મેળવવી જરૂરી છે. અત્યારે બજારમાં અનેક દવાઓ અને લોશન ઉપલબ્ધ છે. જે પેનિસની સાઇઝ વધારવાનો દાવો કરે છે. આ દવાઓમાં અનેક જાતના વિટામિન્સ તેમજ મિનરલ અને હોર્મોન્સ હોય છે. આ બાબતના પણ કોઈ જ પુરાવા નથી કે તેઓ પેનિસની સાઇઝ વધારી શકે છે.

પ્રશ્ન : સર મારા બે મહિના પછી લગ્ન છે. મને એક વાત સતત મુંઝવણ રહ્યાં કરે છે. મને લાગે છે કે મારા પેનિસની સાઇઝ ઓછી છે, તો મને જણાવો કે પેનિઝની સાઇઝ કેટલી હોવી જોઇએ? તથા તેનાથી સેક્સ લાઇફમાં મુશ્કેલી આવી શકે?

જવાબ : ભાઇ, આ પ્રશ્ન મોટાભાગના યંગસ્ટરનો છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. પેનિસની સાઇઝ ઓછી હોય કે વધારે તેનાથી સેક્સ લાઇફમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આ ઉપરાંત સામાન્ય રીતે ઇરેક્ટ પેનિસની સાઇઝ ૩.૬૧ ઇંચથી ૫.૧૬ ઇંચ લંબાઈ હોઈ શકે છે. ચિંતામુક્ત રહો.

પ્રશ્ન : હેલો સર, મારી ઉંમર ૨૮ વર્ષ છે. મારા લગ્નને ત્રણ વર્ષ થયા છે. પંદર દિવસ પહેલાં  જ મને ખબર પડી છે કે હું પ્રેગ્નન્ટ છું. આ વાતથી હું અને મારા પતિ ખૂબ જ ખુશ છીએ. હું પ્રેગ્નન્સીમાં ધ્યાન રાખવા જેવી દરેક ટિપ્સ વાંચવામાં રસ ધરાવું છું. મેં યોગ્ય ડાયેટ પણ શરૂ કરી દીધું છે. પરંતુ મેં સાંભળ્યું છે કે પ્રેગ્નન્સી સમયે તથા બેબીના બોર્ન બાદ પણ બ્રેસ્ટની ઔસાઇઝમાં ફેરફાર થાય છે. તો મને સમજાતું નથી કે મારે કઈ સાઇઝની બ્રા ખરીદવી જોઇએ? તે સાઇઝ નક્કી કેવી રીતે કરવી? તથા નોર્મલ બ્રા જ પહેરવી કે તે માટે કોઈ વિકલ્પ છે?

જવાબ : આ સમયગાળા દરમિયાન યોગ્ય સાઇઝની બ્રા શોધવી અઘરી બાબત બની જાય છે. તેથી મહિલાઓએ પોતાની ગર્ભાવસ્થાના ૯મા મહિનામાં જ મેટરનિટી બ્રા ખરીદવાનો આગ્રહ કરે છે. આ સમયે બ્રા પસંદ કરતી વખતે એવી બ્રા પસંદ કરવી કે જેના છેલ્લા હુકમાં તમને બ્રા ફિટ આવતી હોય જેથી બાળક જન્મ બાદ જો જરૂર પડે અને બ્રાના બીજા હૂકની મદદથી તમે તેને ટાઇટ કરી શકશો. બ્રા પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે મોટી સાઇઝની બ્રા પસંદ કરવી નહીં કારણ કે તેનાથી તમે અનફર્મ્ટેબલ ફીલ કરશો. કેટલીક નવી માતાઓ ઘડી ઘડી બાળકને દૂધ પીવડાવવાનું હોવાથી ઘરમાં મોટાભાગે બ્રા લેસ જ રહે છે. પરંતુ આ રીતે રહેવું તમારા માટે નુકસાનકારક છે. કારણ કે આ સમયગાળામાં તમારા બ્રેસ્ટ સતત સાઇઝ અને શેપ ચેન્જ કરે છે. ત્યારે તેને બ્રાનો સપોર્ટ ન કરવાથી તમારું પોશ્ચ્યર બગડી શકે છે. સામાન્ય રીતે બાળકના જન્મ બાદ મહિલાની બ્રેસ્ટ આકાર અને સાઇઝમાં ફેરફાર થાય છે. જેના કારણે યોગ્ય માપની બ્રા પસંદ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. તે માટે પહેલાં તો બજારમાં મળતી સામાન્ય બ્રાની જગ્યાએ મેટરનિટી બ્રા પસંદ કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન