What should be the arrangement of the bedroom? Make your favorite place
  • Home
  • Featured
  • બેડરૂમની ગોઠવણ કેવી હોવી જોઈએ? મનપસંદ જગ્યાને બનાવો આકર્ષિત

બેડરૂમની ગોઠવણ કેવી હોવી જોઈએ? મનપસંદ જગ્યાને બનાવો આકર્ષિત

 | 8:11 am IST

હોમ ટિપ્સ :- તૃષા દવે

સ્ત્રીઓ માટે રસોડાની સાથે સાથે તેમનો બેડરૂમ પણ તેમની મનપસંદ જગ્યા હોય છે. બેડરૂમ એવી જગ્યા છે જ્યાં આખા દિવસનાં અઢળક કામ બાદ, આખા દિવસના થાક બાદ તમે તે થાક ઉતારવા જ્યારે તમારી પર્સનલ સ્પેસ તમારા બેડરૂમમાં પગ મૂકો એટલે રાહતનો અનુભવ થાય છે. આખા દિવસની હાડમારી અને દોડાદોડી બાદ ઘરે આવીને પણ કામમાં જ લાગવાનું હોય છે.

ઘરનું સઘળું કામ પતે અને બેડરૂમમાં જવાનું થાય ત્યારે શાંતિનો અનુભવ થાય છે અને આ જ ગમતી જગ્યાએ શાંતિવાળી ઊંઘ આવે એટલે થાક ક્યાં દૂર થઇ જાય તેની ખબર નથી પડતી. આમ, ઘરના મનગમતા રૂમની સજાવટમાં પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. બેડરૂમની સજાવટ એવી હોવી જોઇએ કે જેને જોઇને તરત જ ગમી જાય. બહુ ભપકાદાર સજાવટને બદલે સ્પેસિયસ લાગે તેવી સજાવટ કરવી.

રૂમને નાનીમોટી વસ્તુઓથી ભરચક ન કરી દેવો. જરૂર પૂરતી જ વસ્તુ રાખવી અને એ જ રીતે સજાવટ પણ જરૂર પૂરતી છતાં સુંદર અને ડિસન્ટ કરવી. બેડરૂમના કલરની પસંદગીમાં ખાસ ધ્યાન રાખવું જોઇએ. માત્ર દીવાલોના કલરની જ વાત નથી, તમે જે પ્રકારનો કલર દીવાલ ઉપર કર્યો હોય તેના કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશનની બેડશીટ, કુશન કવર, દીવાલનાં પેઇન્ટિંગ્સ વગેરેની પસંદગી કરવી.

રૂમનો કલર રૂમના ફર્નિચર સાથે પણ મેચ થતો હોવો જોઈએ, કારણ કે ફર્નિચર સાથે મેચ ન થતો હોય તેવો કલર કરાવવાથી રૂમની સજાવટ ગમે તેટલી સારી હોવા છતાં પણ તે નથી સારો લાગતો. માટે લાઇટ ડાર્કનું કોમ્બિનેશન સેટ કરીને દરેક વસ્તુની પસંદગી કરવી. બેડરૂમમાં બેડ, વોર્ડરોબ, ડ્રેસિંગ ટેબલ અને નાનું સાઇડ ટેબલ હોવું જરૂરી છે.  જ્યારે તે સિવાય જરૂરી ન હોય તો બીજું ફર્નિચર ન કરાવવું જોઇએ.

તમે ચાહો તો એક સુંદર નાઇટ લેમ્પ રાખી શકો છો. હેંગિંગ નાઇટલેમ્પ રાખવો હોય તો તે પણ રાખી શકાય છે. બેડરૂમની દીવાલોનો કલર ડાર્ક હોય તો બેડશીટ હંમેશાં લાઇટ કલરની જ પસંદ કરવી. બેડશીટ, કુશન કવર અને કર્ટેઇન્સ આ બધામાં લાગુ પડે છે. જ્યારે દીવાલનો કલર લાઇટ હોય તો બીજું બધું ડાર્ક કલરનું લેવું. આ કોમ્બિનેશન તમારા બેડરૂમની શોભામાં વધારો કરશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન