What should the basement and vehicle parking look like?
 • Home
 • Supplements
 • Nakshatra
 • બેઝમેન્ટ અને વાહનોનું પાર્કિંગ કેવું હોવું જોઈએ?

બેઝમેન્ટ અને વાહનોનું પાર્કિંગ કેવું હોવું જોઈએ?

 | 10:00 am IST
 • Share

 • ભોંયરું મકાનના ક્ષેત્રફળ જેટલું હોય તો સારું ગણાય છે

 • ઈશાન અને પૂર્વ દિશામાં ભોંયરું હોય તે અતિ ઉત્તમ ગણાય છે

 • ભોંયરામાં વાસ્તુના નિયમ પ્રમાણે દિશા જોઈને વસ્તુઓ રાખવી

વાહન ગોઠવતી વખતે દક્ષિણ બાજુ મોટાં વાહનો અને તે પછી ક્રમમાં વજનમાં હળવાં હોય તેવાં વાહનો પિૃમ, વાયવ્ય દિશામાં રાખવાં. વાહનો એકથી વધુ હોય તો એક જ લાઈનમાં રાખવાંવાસ્તુશાસ્ત્રનું અધૂરું જ્ઞાન ધરાવતા લોકો બેઝમેન્ટને અપશુકનિયાળ ગણે છે, પરંતુ એ સાચું નથી. ભોંયરું તો શક્તિનો સ્ત્રોત છે. ત્યાં આપણને સૌથી વધુ શક્તિ મળે છે. સૌથી વધુ ચુંબકીય તત્ત્વ પણ મળે છે. તેમાં ઉનાળામાં ઠંડક અને શિયાળામાં ગરમાવો મળે છે. પહેલાંના જમાનામાં દરેક રાજમહેલમાં ભોંયરાં રહેતાં. આથી રજવાડાં સમૃદ્ધ હતાં. ભોંયરાની દિશા વાસ્તુ મુજબ યોગ્ય હોય તો જરૂરથી સારું પરિણામ મળે છે.

 • ભોંયરું મકાનના ક્ષેત્રફળ જેટલું હોય તો સારું ગણાય છે.
 • ભોંયરાનું પ્રવેશદ્વાર ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવું.
 • ભોંયરું દક્ષિણ દિશા તરફ અને દક્ષિણ દ્વારવાળું કદી ન રાખવું. તે માનસિક તકલીફો આપે છે.
 • ભોંયરું પૂજા માટે અથવા હોમ-હવન માટે અતિ ઉત્તમ છે.
 • ઈશાન અને પૂર્વ દિશામાં ભોંયરું હોય તે અતિ ઉત્તમ ગણાય છે.
 • ભોંયરું મધ્ય ભાગમાં ખુલ્લું હોય તો તે પ્રગતિ સૂચવે છે.
 • આખા મકાનના નૈઋત્ય, દક્ષિણ કે પિૃમ દિશામાં ભોંયરું હોય તો તે નકારાત્મક ઊર્જા આપે છે.
 • પૂર્વ અને ઉત્તર દિશાના ભોંયરાવાળા મકાનમાં રહેનાર વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જ આગળ વધે છે.
 • ભોંયરામાં સફેદ રંગ લગાવવો.           
 • ભોંયરામાં વાસ્તુના નિયમ પ્રમાણે દિશા જોઈને વસ્તુઓ રાખવી.
 • ભોંયરામાં ન જોઈતી વસ્તુઓનો સંગ્રહ કરવો નહીં.
 • ભોંયરાના વાયવ્ય ખૂણામાં ગાદલાં અને ઓશિકાનું કબાટ રાખી શકાય.
 • ધંધાની ઓફિસ અથવા કારખાનું ભોંયરામાં રાખી શકાય, પરંતુ દિશાઓનું ધ્યાન રાખવું જોઈએ.
 • ભોંયરાના ચારેય ખૂણામાં મીઠું ભરેલા કાચના બાઉલ રાખવા જોઈએ.
 • ભોંયરું યોગ્ય દિશામાં ન હોય તો સુદર્શન યંત્ર પ્રાણપ્રતિષ્ઠા કરીને ભોંયરાના ઈશાન ખૂણામાં રાખવું.
 • દક્ષિણ, નૈઋત્ય દિશામાં ભોંયરું હોય તો તાત્કાલિક પૂરી દેવું જોઈએ.
 • ભોંયરામાં નોકરનો રૂમ ક્યારેય ન બનાવવો.
 • ઉત્તર, ઈશાન કે પૂર્વ દિશાના બેઝમેન્ટમાં ધ્યાન કક્ષ (મેડિટેશન રૂમ) બનાવવો જોઈએ.
 • આખા ઘરની નીચે બેઝમેન્ટ હોય તો દક્ષિણ, નૈઋત્ય દિશામાં ખૂબ જ વજનવાળી વસ્તુઓ રાખવી.
 • આખા બિલ્ડિંગ નીચેનું બેઝમેન્ટ હોય અને તેમાં પાર્િંકગ બનાવવું હોય તો ઈશાન અને પૂર્વ ખૂણો છોડીને પાર્િંકગ બનાવવું જોઈએ.  
 • મોટા બિલ્ડિંગના બેઝમેન્ટનો ઢાળ ઉત્તર, ઈશાન, પૂર્વ દિશામાં રાખવો.
 • બેઝમેન્ટના ચારેય ખૂણામાં તાંબા, મેટલ અથવા ક્રિસ્ટલના પિરામિડ રાખવા. સ્પાઈરલ સ્વસ્તિક યંત્ર રાખવું જોઈએ.
 • દક્ષિણ બાજુનું ભોંયરું હોય તો કુજ યંત્રની સ્થાપના કરવી અને તંત્રવાસ્તુ ધૂપથી રોજ ધૂપ કરવો.
 • વાહન પાર્કિંગ
 • વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના પ્લોટમાં પાર્કિંગ કઈ દિશામાં રાખવું તે મહત્ત્વનું છે. અત્યારે બજારમાં ખૂબ મોંઘી ગાડીઓ, મોટરસાઈકલ વગેરે મળે છે. તેને આપણા ઘરમાં ક્યાં રાખવાથી ફાયદો થાય તે જાણવું જરૂરી છે.
 • પાર્કિંગ હંમેશાં વાયવ્ય ખૂણામાં રાખવું ઉત્તમ ગણાય છે. શક્ય ન હોય તો પિૃમ કે દક્ષિણ દિશામાં રાખવું.  

પાર્કિંગ ક્યારેય ઈશાન ખૂણામાં ન રાખવું

 • વાહન પાર્ક કરતી વખતે વાહનનું મુખ ઉત્તર બાજુ રહે તે રીતે ક્યારેય ન રાખવું. ફક્ત અડધો કલાક કે કલાક માટે રાખી શકાય, આખી રાત માટે નહીં. તેનાથી સવારે વાહન ચાલુ થવામાં વિલંબ થાય છે અથવા તે વાહન લઈને જે કામ કરવા જાઓ તે કામ સફળ થતું નથી.
 • અગ્નિ ખૂણામાં વાહન પાર્ક કરવાથી રીપેરિંગના નાના નાના ખર્ચાઓ થયા કરે છે, અકસ્માતનો ભય રહે છે અને ગાડી ચાલુ થવામાં વિલંબ થાય છે.
 • વાહનો એક કરતાં વધુ હોય તો તેમને એક જ લાઈનમાં રાખવાં. વાહનનો આગળનો ભાગ દક્ષિણ બાજુ હોય તો બધાં જ દક્ષિણ બાજુ રાખવાં.
 • વાહન ગોઠવતી વખતે દક્ષિણ બાજુ મોટાં વાહનો અને તે પછી ક્રમમાં વજનમાં હળવાં હોય તેવાં વાહનો પિૃમ, વાયવ્ય દિશામાં રાખવાં.
 • સાઈકલોની સંખ્યા ઓછી હોય તો તેમને ઉત્તર, ઈશાન દિશામાં રાખી શકાય.
 • પાર્કિંગ માટેની જગ્યાનો ઢાળ હંમેશાં ઉત્તર દિશામાં રાખવો.
 • વાહનો ખરીદતી વખતે મંગળવાર, અમાસ, મૃત્યુયોગ, વીંછુડો ન હોવો જોઈએ. સારું મુહૂર્ત જોઈને વાહન ખરીદવું.
 • વાહનનો નંબર પોતાના ભાગ્યાંક પ્રમાણે લેવો જોઈએ.
 • વાહન લઈને મહત્ત્વના કામે જતી વખતે હંમેશાં જમણી તરફ વળવું. કદાપિ ડાબી તરફ વળીને
 • ન જવું.
 • ઔદ્યોગિક એકમોમાં મોટાં વાહનો પિૃમ બાજુ અથવા વાયવ્ય બાજુ પાર્ક કરવાં.  
 • વાહનની અંદર વાહન દુર્ઘટનાનાશક યંત્ર જરૂર લગાડવું.  – સમર્થેશ્વર

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો