What They Mean And How Does They Work What Are Cyclone Warning Signals
  • Home
  • Featured
  • હવામાન વિભાગ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાનું સિગ્નલ, જાણો 1થી 11 સિગ્નલના સંકેત

હવામાન વિભાગ કેવી રીતે નક્કી કરે છે વાવાઝોડાનું સિગ્નલ, જાણો 1થી 11 સિગ્નલના સંકેત

 | 12:54 pm IST

ગુજરાતના દરિયાકાંઠા અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘વાયુ’નું સંકટ તોળાઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર- કચ્છના દરેક બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે. ગુજરાતમાં જે વાવાઝોડું ત્રાટકવાનું છે, તેનું નામ વાયુ આપવામાં આવ્યું છે. જે વેરાવળ બંદરેથી 650 કિલોમીટર દૂર છે.

હાલ ગુજરાતમાં તમામ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે. હવામાન વિભાગનું 1 નંબરનું સિગ્નલ શું સૂચવે છે. હવામાન વિભાગ દ્વારા કુલ થી 1થી 11 નંબરના સિગ્નલ દર્શાવવામાં આવે છે. જે કૃદરતી આફતની શક્તિને ધ્યાનમાં રાખીને સિગ્નલો સંકેતો સૂચવે છે. તો આજે અમે તમને જણાવીશું કે હવામાન વિભાગના 1થી 11 નંબરના સિગ્નલો કેવા સંકેતો દર્શાવે છે.

શું છે 1થી 11 નંબરનું સિગ્નલ?.
ચેતવણીઃ દૂરની આગમચેતી અને સાવધાનીની સૂચના, ચેતવણીનું વર્ણન, વરસાદ અથવા તો ભારે પવન, હવામાનમાં ફેરફાર, દર્શક સિગ્નલ કે જેનાથી મોજા ઉદભવી શકે અને પવનની ગતિ ર૦ નોટીકલ નોટસથી ઓછી હોય છે.

શું છે અલગ અલગ નંબરના સિગ્નલ?
સિગ્નલ-1: 60 પ્રતિકલાકની ઝડપ- ઝડપી પવનથી સાવધાન રહેવું
સિગ્નલ-2: 60-70 પ્રતિકલાકની ઝડપ- દરિયામાં જહાજો માટે સંકેત
સિગ્નલ-3: 40થી 50 કિલોમીટરની ઝડપ- કિનારો વાવાઝોડાથી પ્રભાવિત થાય
સિગ્નલ-4: 60થી 70 પ્રતિ કલાકની ઝડપ- હવામાન યોગ્ય નથી
સિગ્નલ-5: 60-80 પ્રતિ કલાકની ઝડપ- દરિયામાં બનેલું વાવાઝોડું તોફાનમાં ફેરવાય
સિગ્નલ-6: 60-80 પ્રતિ કલાકની ઝડપ- તોફાન બાજુમાંથી નીકળવાનું હોય.
સિગ્નલ-7: 60-80 પ્રતિ કલાકની ઝડપ- બંદરો માટે ભયજનક ખતરો
સિગ્નલ-8: 90થી 120 પ્રતિકલાકની ઝડપ- ખૂબ જોખમી ચેતવણી આપે છે.
સિગ્નલ-9: 90થી 120 પ્રતિકલાકની ઝડપ- વાવાઝોડું ઝડપી કે ભયજનક આવવાની શક્યતા
સિગ્નલ-10: 120થી 220 પ્રતિકલાકની ઝડપ- વાવાઝોડું ભયજનક રીતે આવવાની શક્યતા
સિગ્નલ-11: 220 પ્રતિકલાકની ઝડપ- કાર્યાલયમાં બધા સંચાર નિષ્ફળ કરી દે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન