શું વાત કરો છો? કાજોલ સિંગલ મધર બનશે! - Sandesh

શું વાત કરો છો? કાજોલ સિંગલ મધર બનશે!

 | 4:07 am IST

ડાયરેક્ટર પ્રદીપ સરકાર એક ફિલ્મ બનાવી રહ્યાં છે, જેનું નામ ઇલા રાખ્યું છે. આ ફિલ્મમાં કાજોલ લીડ રોલમાં જોવા મળવાની છે. અલબત્ત લગ્ન પછીના કમબેકમાં કાજોલને હજી સુધી ધારી સફળતા નથી મળી, લગ્ન અને બાળકો બાદ તેણે કમબેક ફિલ્મો કરી, પરંતુ તેને પહેલા જેવો પ્રતિસાદ નથી મળ્યો તો હવે આ ફિલ્મ થકી કાજોલ તે પ્રતિસાદ મેળવી શકશે કે નહીં તે તો ફિલ્મ આવ્યા બાદ જ જાણ થશે. કાજોલ ઇલા ફિલ્મમાં સિંગલ મધરનો રોલ પ્લે કરવાની છે, આ ફિલ્મ ગુજરાતી નાટક બેટા કાગડો ઉપરથી બનવાની હોવાનું સાંભળવા મળ્યંુ છે. જેમાં કાજોલ સિંગલ મધરના રોલમાં જોવા મળશે તે વાત નક્કી છે. ફિલ્મની બીજી મજાની વાત એ છે કે ફિલ્મને કાજોલનો પતિ અજય દેવગણ પ્રોડયૂસ કરી રહ્યો છે જ્યારે ડાયરેક્શન પ્રદીપ સરકાર કરશે પ્રદીપ આ વાતે ઘણો જ ખુશ છે, તેણે જણાવ્યંુ હતું કે કાજોલ ઇન્ડસ્ટ્રીની ઘણી જ ટેલેન્ટેડ હીરોઇન છે, તેની સાથે કામ કરવાથી સામેવાળાને પણ કંઇક શીખવા મળે છે. તો હવે જોવંુ રહ્યું કે ગુજરાતી નાટક બેટા કાગડો ઉપરથી બની રહેલી ઇલા ફિલ્મમાં કાજોલ કેટલો કમાલ કરી શકે છે, તેમજ ફિલ્મની વાર્તા લોકોને કેટલી આકર્ષી શકે છે.