What to do if hair starts to turn white at an early age?
  • Home
  • Fashion & Beauty
  • નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે તો શું કરવું?

નાની ઉંમરે વાળ સફેદ થવા લાગે તો શું કરવું?

 | 12:07 am IST

બ્યુટી ક્વેરી :- નેહા દવે

પ્રશ્નઃ મારી ઉંમર ૨૨ વર્ષ છે. મારે આ ઉંમરથી જ થોડા સફેદ વાળ આવવા લાગ્યા છે. મારે શું કરવું જોઇએ? સફેદ વાળમાં હેર કલર કરાવવો કે બીજો કોઇ ઉપાય અજમાવવો જોઇએ?

જવાબઃ આટલી નાની ઉંમરે હેર કલર કરાવવો હિતાવહ નથી, તેથી તમે મેંદી નાખી શકો છો. મેંદીમાં મેથીના દાણા પલાળીને નાખવા, જેથી કરીને વાળમાં તે લગાવતાં વાળનું મોઇશ્ચર જળવાઇ રહે અને વાળ ડ્રાય ન થાય. તે સિવાય નાની ઉંમરે આવતા સફેદ વાળને અટકાવવા અશ્વગંધા, આમળાં, અરીઠાના પાઉડરમાં થોડું દહીં ઉમેરીને લગાવવાથી સફેદ વાળ નહીં આવે. તમારે મેંદી ન લગાવવી હોય તો જાસૂદનાં ફૂલને પીસીને તેનો રસ પણ વાળમાં લગાવી શકો છો.

પ્રશ્ન: નમસ્તે, મારી ઉંમર ૨૮ વર્ષ છે. મારાં લગ્ન થોડા સમયમાં જ થવાનાં છે. મારે પીઠના ભાગમાં ખૂબ વાળ છે, તેમજ તે ભાગ કાળો પણ છે. તે ભાગને થોડો ઉજળો કરવા અને વાળ કાઢવા શું કરવું જોઇએ?

જવાબઃ આ ઉંમરે હવે સાવ વાળ ઓછા થવા તો અસંભવ છે, પણ પીઠના ભાગ ઉપર ચણાનો લોટ, હળદર, ટામેટાંનો રસ મિક્સ કરીને લગાવો. તે સુકાય એટલે તેને ઊંધી દિશામાં મસળીને કાઢો. આમ કરવાથી વાળ ઓછા થશે અને તે ભાગ પણ ઉજળો થશે. બાકી સાડી પહેરો ત્યારે તે ભાગ ખરાબ ન લાગે તે માટે તમે ત્યાં બ્લીચ કે વેક્સ પણ કરાવડાવી શકો છો.

પ્રશ્નઃ નમસ્તે, મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા હાથ બહુ કાળા થઇ ગયા છે. આમ ચહેરાનો તેમજ બાકીનો ભાગ કાળો નથી, પણ હાથ સ્પષ્ટ દેખાઇ આવે તેવા કાળા થઇ ગયા છે. તેથી કોઇ પણ ટૂંકી સ્લીવનાં વસ્ત્રો પહેરતાં શરમ આવે છે. આ કાળાશને દૂર કરવા શું કરવું જોઇએ?

જવાબઃ કાચા દૂધમાં હળદર અને ચણાનો લોટ મિક્સ કરીને લગાવો. આમ કરવાથી હાથની કાળાશ દૂર થઇ જશે. તે સિવાય ટામેટાંના રસમાં થોડી ખાંડ, ગ્લિસરીન અને ચણાનો લોટ મિક્સ કરીને લગાવવાથી પણ હાથની કાળાશ દૂર થશે.

પ્રશ્નઃ નમસ્તે, મારી ઉંમર ૧૫ વર્ષ છે. મારે જાણવું છે કે ફેસિયલ કઈ ઉંમરથી કરાવી શકાય?

જવાબઃ ફેસિયલ એ ત્વચાને ક્લિયર કરવા માટેનો રસ્તો છે. તમે ૨૦ વર્ષની ઉંમરથી તે કરાવી શકો છો. જો ક્રીમ સારી ક્વોલિટીનાં હોય તો તેનાથી કોઇ જ નુકસાન નથી થતું.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન