What to do if you do not get complete satisfaction from your partner?
  • Home
  • Supplements
  • Nari
  • પાર્ટનરથી સંપૂર્ણ સંતોષ નથી મળતો, તો શું કરવું?

પાર્ટનરથી સંપૂર્ણ સંતોષ નથી મળતો, તો શું કરવું?

 | 7:24 pm IST
  • Share

મૂંઝવણ : ડો. અક્ષરકુમાર શર્મા

પ્રશ્ન : નમસ્તે સર, અમારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે, અમે નિયમિત અઠવાડિયામાં ત્રણ વાર શરીરસુખ માણીએ છીએ. શારીરિક સંબંધ બાંધતા સમયે અમે હંમેશાં કોન્ડોમનો ઉપયોગ કરીએ છીએ, પણ તે પહેરવાથી થોડા સમયથી મારા પતિના પેનિસની ત્વચા થોડી ફાટી જાય છે અને ત્યાં દુઃખાવો થાય છે. જ્યારે અમે કોન્ડોમ વગર શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ ચામડી ઉપરની તરફ જતી રહેવાથી દુઃખાવો થયો હતો. આ સમસ્યાને કારણે અમે સરખી રીતે શારીરિક સંબંધ નથી માણી શકતાં. આ સમસ્યાથી કઇ રીતે છુટકારો મેળવી શકાય તે જણાવશો.

જવાબ : તમારા પતિ માટે યોગ્ય સલાહ એ જ રહેશે કે તેમણે પેનિસ આગળની ચામડી કઢાવી નાખવી જોઇએ. ઘણા લોકો આ ઓપરેશન કરાવતા હોય છે, તેનાથી આગળ જતાં આવી સમસ્યામાંથી કાયમ માટે છુટકારો મળી જાય છે. આ ઓપરેશન ખૂબ જ નોર્મલ અને નાનું હોય છે, જેનાથી બીજી કોઇ તકલીફ પણ નથી થતી તેમજ ઓપરેશન કરાવ્યાના આશરે એક મહિના પછીથી તમે નોર્મલી શારીરિક સંબંધ પણ માણી શકશો.

પ્રશ્ન : નમસ્તે સર, હું 25 વર્ષની છું. થોડા સમય બાદ મારાં લગ્ન થવાનાં છે. પણ હું ખૂબ જ પાતળી છું, મારો બ્રેસ્ટનો ભાગ પણ સાવ નહીં જેવો છે, મારા થનારા પતિ મને થોડું વજન વધારવા કહે છે. મારે કઈ રીતે વજન વધારવું એ જ સમજાતું નથી. મારા પતિનું કહેવું છે કે સાવ પાતળું શરીર હોય અને બ્રેસ્ટનો ભાગ સાવ નાનો હોય તો શારીરિક સંબંધ બાંધવામાં મજા ન આવે, તો મને જણાવશો કે મારે શું કરવું જોઇએ?

જવાબ : તમે ફેટવાળો ખોરાક લેવાની શરૂઆત કરો. સવારે દૂધમાં કેળાં અને મધ મિક્સ કરીને તેનું સેવન કરો, તેની સાથે ઘઉંની બનેલી વસ્તુ નાસ્તામાં ખાવ, ડેરી પ્રોડક્ટ્સ વધારે ખાવ, જિમ કરો, જિમ માત્ર પાતળા થવા માટે નહીં વજન વધારવા માટે પણ લોકો કરતાં હોય છે. તમે પણ જિમ ટ્રેનરને જણાવીને વજન વધે તેવી કસરત કરી શકો છો. વજન વધશે તો આપોઆપ બ્રેસ્ટનો ભાગ પણ થોડો સારો થશે. તમે વજન વધે તે માટેના તમામ ખોરાક લેવાની શરૂઆત કરી દો, તેનાથી ચોક્કસ વજન વધશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર 39 વર્ષ છે. મારે પહેલાં લગ્ન નહોતાં કરવાં પણ પછી ઘરના સભ્યોના દબાણથી લગ્ન કરવાની મેં હા કહી હતી. હું જે જગ્યાએ નોકરી કરું છું ત્યાં જ એક ભાઇ સાથે મારે સંબંધ બંધાયો છે. અમે ચારથી પાંચ વાર શરીરસુખ પણ માણ્યું છે પણ તમામ વાર મને શરીરસુખમાં મજા નથી આવી. હું 23 વર્ષની હતી ત્યારે મારે એક છોકરા સાથે રિલેશન હતા. ત્યારે મેં તેની સાથે પણ શારીરિક સંબંધ માણ્યા છે. અમે જ્યારે મળીએ ત્યારે અમે સંબંધ બાંધતાં હતાં. મારે તેની સાથે લગ્ન કરવાં હતાં, પણ એક અકસ્માતમાં તે મૃત્યુ પામ્યો પછીથી મેં લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હતો. વાત એ છે કે તેની સાથે સંબંધ બાંધતી ત્યારે ખૂબ જ મજા આવતી હતી. હું સંપૂર્ણતાનો અનુભવ કરતી હતી, થોડા થોડા સમયે તેને મળવાની ઇચ્છા થતી. જ્યારે અહીં એવું નથી. હું હાલ જેની સાથે સંબંધમાં છું તેનો સ્વભાવ સારો છે, મને તેમના માટે લાગણી છે. તે મારો પાસ્ટ જાણે છે અને મને ખૂબ પ્રેમ કરે છે. પણ સેક્સ્યુઅલ સંબંધમાં મને સંતોષ નથી થતો. મેં વર્ષો પહેલાં મારા બોયફ્રેન્ડ સાથે સહવાસ માણ્યો તે પછી હમણાં સહવાસ માણ્યો, તો મને જે ઉત્તેજના થવી જોઇએ તે થઇ હતી પણ સંતોષ ન મળ્યો. મારે શું કરવું જોઇએ? મારે તેની સાથે લગ્ન કરવાં જોઇએ કે નહીં?

જવાબ : શરીરસુખમાં સંતોષ નથી થતો તે બાબતે લગ્ન ઉપર પ્રશ્નાર્થચિહ્ન ન લાવો. તમારા કહેવા પ્રમાણે તે વ્યક્તિ તમને ખૂબ ચાહે છે તો તેની એ સારાઇ પણ જુઓ. રહી વાત શરીરસુખની તો ઉંમરના કારણે કે કોઇ પણ રીતે બને કે શરીરસુખ માણતી વખતે તમને તમારા પાર્ટનર થકી સંતોષ ન થયો, એનાથી એવું ધારી ન લો કે હંમેશાં આવું જ રહેશે. તમે ખુલ્લામનથી તેમની સાથે વાત કરો, તેમને જણાવો કે તમને અસંતોષ રહી જાય છે, તેથી તેઓ ટ્રીક બદલે. થોડી અલગ અલગ ટ્રીક અજમાવીને, ફોરપ્લેમાં વધારે સમય ગાળીને શારીરિક સંબંધ બાંધશો તો તમને જરૂરથી સંતોષ થશે. પાર્ટનરને સ્ખલન થઇ ગયું હોય અને તમને ઓર્ગેઝમ ન આવ્યું હોય તો પાર્ટનરને ફિંગર વડે ઓર્ગેઝમ લાવવા પણ કહી શકો છો. માત્ર આ બાબતે પ્રેમ કરનાર વ્યક્તિથી છૂટા પડવાનું ન વિચારશો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો