What to do to bleach hair on face? The easiest is this 1 resort
  • Home
  • Fashion & Beauty
  • ચહેરા પરના વાળને બ્લીચ કરવા શું કરવું? સહેલો છે આ 1 ઉપાય

ચહેરા પરના વાળને બ્લીચ કરવા શું કરવું? સહેલો છે આ 1 ઉપાય

 | 11:55 am IST

બ્યુટી ક્વેરી :- ધારિકા જનસારી

ત્વચાની ચમક અને સુંદર ચહેરા માટે ખાસ કરીને યુવતીઓ બ્લીચ કરાવે છે. બ્લીચમાં રહેલા કેમિકલ્સ ચહેરાને ગોરો બનાવે છે. પરંતુ બ્લીચ કર્યા પછી ચહેરા પર બળતરા થવા લાગે છે. કેટલીક મહિલાઓની ત્વચા ખૂબ સેંસેટિવ હોય છે કે તે લોકોને ઇન્ફેક્શન થઇ જાય છે.  તો સમજ નથી પડતી કે ચહેરા પર બ્લીચ કરાવવું કે વેક્સ કરાવવું આવો જાણીએ. 

પ્રશ્ન– નમસ્તે, મારી ઉંમર ૨૭ વર્ષ છે. મારી સ્કિન ઓઈલી છે. મારા ચહેરા પર ઘણાં વાળ છે. તને બ્લીચિંગ કે વેક્સ કરાવવું ગમતું નથી. તો કોઈ બીજો ઉપાય જણાવશો?

જવાબ– તમારી સ્કિન ઓઈલી છે. તેની જાણ તમે કરી એ વધુ સારું છે. ઘણાં લોકો આવા વાળને દૂર કરવા માટે બ્લીચ, વેક્સ કે થ્રેડિંગનો સહારો લેતા હોય છે. જે તમને પસંદ નથી. તમે પાર્લરમાં જઈને બ્લીચ ન કરાવો, પરંતુ બ્લીચ જેવું મિશ્રણ ઘરે જ તૈયાર કરીને પણ વાળથી છુટકારો મેળવી શકો છો. થોડું દહીં લો તેમાં લીંબુ મિક્સ કરો. અને આ મિશ્રણ ચહેરા પર લગાવો, જે બ્લીચનું કામ કરશે. આ મિશ્રણ તમે અઠવાડિયામાં બે વાળ ચહેરા પર લગાવો જેથી તમારા ચહેરા પરના વાળનો રંગ બદલાઈ જશે. અને ફેર જણાતાં ધીમેધીમે ઓછું કરી દેવું.

પ્રશ્ન– નમસ્તે મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારા વાળ પહેલાં સારા હતા, પરંતુ એક-બે અઠવાડિયાથી બહુ ઉતરવા લાગ્યા છે. તો વાળ ઉતરવાનું કારણ શું હોઈ શકે!? થોડા સમયથી વાળમાં ખોડો પણ થવા લાગ્યો છે. તો તેના કારણે વાળ ઉતરતા હોય અથવા કોઈ ટેન્શનના કારણે પણ વાળ ઉતરતા હોય એવું બની શકે ખરું? કોઈ ઉપાય જણાવશો?

જવાબ– સામાન્ય રીતે વાળ અચાનક ઉતરવાનું કારણ વારંવાર શેમ્પૂ બદલવું પણ હોઈ શકે છે. મોટાભાગની મહિલાઓ પોતાના વાળ સાથે એક્સપિરિમેન્ટ કરે છે, વિવિધ પ્રકારના શેમ્પૂ અને કંડિશનરનો ઉપયોગ કરે છે. આમ ન કરવું જોઇએ. તમે કોઈ એક જ શેમ્પૂ જે તમારા વાળને અનુકૂળ આવે તે યુઝ કરો. આ ઉપરાંત અત્યારે ઠંડીની સીઝન છે તેથી ખોડો થવો સામાન્ય બાબત છે, તે માટે તમે વાળમાં આમળા અને લીંબુનો રસ લગાવી શકો છો. આમળાનું તેલ લગાવો. આ ઉપરાંત વાળની વિશેષ કાળજી લો. વારંવાર શેમ્પૂ, કંડિશનર કે હેર ઓઇલ ન બદલો, તેનાથી પણ વાળ ઉતરી શકે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન