What to do to get rid of black heads? Know the easiest solution
  • Home
  • Fashion & Beauty
  • બ્લેક હેડ્સથી છુટકારો મેળવવા શું કરવું? જાણી લો સહેલા ઉપાય

બ્લેક હેડ્સથી છુટકારો મેળવવા શું કરવું? જાણી લો સહેલા ઉપાય

 | 8:08 am IST

બ્યુટી ક્વેરી :- નેહા દવે

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૨ વર્ષની છે. મારા હોઠ કાળા પડી ગયા છે જે દેખાવે ઘણા ખરાબ લાગે છે. કોઈ ઘરગથ્થુ ઉપચાર જણાવશો?

જવાબ : હોઠ કાળા પડવાનાં ઘણાં કારણો છે જેમ કે, લાંબો સમય સુધી સૂર્યના તડકામાં રહેવું, ઓછી ગુણવત્તાવાળાં સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો, સ્મોક કરવું, વધારે પડતું કોફીનું સેવન કરવું. તેનાથી બચવા માટે એક ચમચી લીંબુનો રસ લઈ તેને રાત્રે સૂતા પહેલાં હોઠ પર લગાવવો. આ ઉપરાંત કાકડી છૂંદીને તેને હોઠ પર લગાવવી, થોડીવાર રહેવા દેવી. તેનાથી હોઠનો રંગ ધીરેધીરે લાઈટ થશે અને તેની ડ્રાયનેસ પણ ઓછી થશે.

પ્રશ્ન : મારી ઉંમર ૨૮ વર્ષની છે. મારી સમસ્યા છે કે મારી સ્કિન ઘણી ટેન થઈ ગઈ છે. જેના કારણે મારો ચહેરો ઘણો ખરાબ લાગે છે. ચહેરાનું ટેનિંગ હટાવવા યોગ્ય સલાહ આપશો?

જવાબ : ગરમી હોય કે ઠંડી સૂર્યનાં કિરણો અને પ્રદૂષણને કારણે ત્વચા પર તેની અસર થાય જ છે. તેમાં પણ સ્કિન કાળી પડવી તો સામાન્ય બાબત છે. તેનાથી છુટકારો મેળવવા માટે બેસન, હળદર, દૂધ અને ગુલાબજળનું એક બાઉલમાં મિશ્રણ બનાવીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવો. પેસ્ટ સુકાઈ ગયા બાદ હળવા હાથે ચહેરા પરથી પેસ્ટ નિકાળો. અઠવાડિયામાં બે વખત આ ઉપચાર કરો. થોડા દિવસમાં ચહેરાની રંગતમાં ફર્ક જોવા મળશે.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૬ વર્ષની છે મને નાક પર બ્લેકહેડ્સ થઈ ગયા છે, જે દેખાવે ઘણા ખરાબ લાગે છે. તેને હટાવવાનો ઘરેલુ ઉપચાર જણાવશો?

જવાબ : જ્યારે સ્કિન વધારે ઓઈલી થઈ ગઈ હોય અને ડેડ સેલ્સ જમા થઈ ગયા હોય તો બ્લેક હેડ્સ થાય છે. બ્લેક હેડ્સ થવાથી સ્કિનના રોમછીદ્રો બંધ થઈ જાય છે, જેનાથી ચહેરો નિસ્તેજ દેખાય છે. બ્લેક હેડ્સથી છુટકારો મેળવવા એક નાનું ટામેટું લઈ તેને છૂંદી લો. રાત્રે સૂતા પહેલાં તેને બ્લેક હેડ્સવાળી જગ્યા પર લગાવો અને આખી રાત રહેવા દો. સવારે ચોખ્ખા પાણીથી ચહેરો ધોઈ લો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન