શું જેલ સુધારા કરવા તે હાઇકોર્ટ અને હાઇકોર્ટના વહીવટીતંત્રની ફરજ છે ? હાઇકોર્ટનો સરકારને સવાલ - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • શું જેલ સુધારા કરવા તે હાઇકોર્ટ અને હાઇકોર્ટના વહીવટીતંત્રની ફરજ છે ? હાઇકોર્ટનો સરકારને સવાલ

શું જેલ સુધારા કરવા તે હાઇકોર્ટ અને હાઇકોર્ટના વહીવટીતંત્રની ફરજ છે ? હાઇકોર્ટનો સરકારને સવાલ

 | 12:16 am IST

મુંબઇ, તા.૯

જેલ સુધારણાથી માંડી ફોજદારી ન્યાય અપાવવા સુધીના શાસનના તમામ પાસાંઓ પર હાઇકોર્ટે દેખરેખ રાખે તેવી અપેક્ષા રાખવા બદલ અને પોતાની ફરજ બજાવવા માટે અદાલત પર નિર્ભર રહેવા બદલ બોમ્બે હાઇકોર્ટે બુધવારે સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે બાળકનું નામ પાડવાથી માંડી તે યુવાન બને ત્યાં સુધી તેનું પોષણ કરવાની જવાબદારી પણ અમે બજાવીએ તેવી અમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે. તેઓ ખુશ થઇ તેમનો ભાર અમારા પર ધકેલી દે છે. આ ધજાગરો બંધ કરો.

કાચા કેદીઓને અદાલતમાં પોલીસ રક્ષણ હેઠળ લઇ જવા માટે પોલીસ કર્મચારીઓની અછત છે તેવી છેક ૨૦૧૧થી બાકી પડેલી જનહિતની અરજીની સુનાવણી કરતાં અદાલતે નોંધ્યું હતું કે જનહિતનો વ્યાપ વધારી તેમાં જેલમાં કેદીઓની ગીચતા, સમન્સની ડિલિવરી, તપાસમાં અને તેને કારણે ખટલો ચલાવવામાં થતાં વિલંબ જેવા મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા હતા. સરકારી વકીલે હાઇકોર્ટનો ચુકાદાનો હવાલો આપી વિડિયો કોન્ફરન્સિંગ સિસ્ટમ મેળવવા માટે ડિરેક્ટર ઓફ પ્રિઝન્સ દ્વારા પાઠવવામાં આવેલો પત્ર રજૂ કર્યો હતો.

આ બાબતે સવાલ કરતાં જસ્ટિસ ધર્માધિકારીએ જણાવ્યું હતું કે વિડિયો કોન્ફરન્સિંગ મશીનો બેસાડવાની જવાબદારી અમારી છે ? આ અદાલત જ્યાં સુધી આદેશ ન આપે ત્યાં સુધી ફરજ ન બજાવવી એમ તમે સમજો છો? શું જેલ સુધારા કરવા તે હાઇકોર્ટ અને હાઇકોર્ટના વહીવટીતંત્રની ફરજ છે ? અદાલતે નોંધ્યું હતું કે જેલના વહીવટીતંત્રની એક ફરિયાદ અનિયમિત વીજ પુરવઠાને લગતી હતી. જસ્ટિસ ધર્માધિકારીએ સવાલ કર્યો હતો કે અમારે એનું પણ ધ્યાન રાખવાનું છે ? અમે દિલગીર છીએ કે જ્યારે આ જનહિતની અરજી સ્વીકારવામાં આવી ત્યારે આ બધી ફરજો બજાવવાનો અમારો કોઇ ઇરાદો નહોતો. આ રીતે તો દરેક જણને સંતોષ થાય તે રીતે તો આ અરજીનો નિકાલ કદી ન આવી શકે.

બેન્ચે જણાવ્યું હતું કે જો સરકાર હાઇકોર્ટની સહાય મેળવવાની કે જિલ્લા કોર્ટ એડમિનિસ્ટ્રેશનને સામેલ કરવાની અપેક્ષા રાખતી હોય તો તે આપી શકાય પરંતુ અદાલત સરકારના તમામ કાર્ય કરશે તેવી અપેક્ષા ન રાખી શકાય. આ મામલે વધુ સુનાવણી હવે ૨૦ ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

;