What was Exit Polls result in 198, 2004, 2009 and 2014
  • Home
  • Featured
  • જાણો 1998, 2004, 2009 અને 2014માં કેવા રહ્યા હતાં એક્ઝિટ પોલ?

જાણો 1998, 2004, 2009 અને 2014માં કેવા રહ્યા હતાં એક્ઝિટ પોલ?

 | 6:02 pm IST

ચૂંટણી પૂરી થતાની સાથે જ વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલ્સ આવવાનું શરૂ થઈ જાય છે. કઈ રાજકીય પાર્ટીને કેટલી બેઠકો મળશે તેના સર્વેના આધારે આંકડા જાહેર કરવામાં આવતા હોય છે. આ એક્ઝિટ પોલ્સના આધારે દેશનો મૂડ અને હવાનો અંદાજ આવી જાય છે. જોકે હંમેશા આ એક્ઝિટ પોલ્સનું અનુંમાન સાચુ નથી હોતું. ભૂતકાળમાં એવા અનેક ઉદાહરન છે જેમાં એજન્સીઓ દેશનો મૂડ પારખવામાં તદ્દન નિષ્ફળ ગઈ ચુકી છે.

અત્યાર સુધીનો અનુંભવ કહે છે કે, મોટા ભાગે એક્ઝિટ પોલના ચૂંટણી પરિણામ ઓ એક મોટી તસવીર જરૂર સામે રાખે છે પણ મતગણતરી બાદ આવનારા પરિણામોથી થોડા ઘણા દૂર જ હોય છે. જો જાણો ક્યારે ક્યારે એક્ઝિટ પોલ સાચી તસવીર રાખવામાં સફળ રહ્યા અને ક્યારે ક્યારે નિષ્ફળ.

2014 લોકસભા ચૂંટણીનું નવ ચરણમાં મતદાન 7 એપ્રિલથી લઈને 12 મે સુધી થયું હતું. 12 મેના રોજ સાંજે 6.30 વાગ્યે એક્ઝિટ પોલના પરિણામ આવી ચૂક્યા હતા અને તમામે એનડીએને બહુમતિનો દાવો કર્યો હતો. યૂપીએને તમામે ઓછી સીટો આપી હતી. પરંતુ ત્યારબાદ પણ લગભગ તમામ સર્વેમાં તેમને જે સીટો આપવામાં આવી તે હકીકતથી દૂર હતી.

જ્યારે પરિણામો આવ્યા ત્યારે ભાજપે એકલા હાથે બહુમતિ મેળવી હતી. જ્યારે એનડીએને 336 બેઠકો મળી હતી. કોંગ્રેસને તો માત્ર 44 જ બેઠકો મળી હતી. માત્ર ન્યૂઝ24-ચાણક્યના એક્ઝિટ પોલ સિવાય. એમ પણ કહી શકાય કે ન્યૂઝ24-ચાણક્યનો દાવો વાસ્તવિક પરિણામ આવતાં એકદમ સાચો પુરવાર થયો.

તેવી જ રીતે 1998ની લોકસભાની ચૂંટણી દરમિયાન મોટાભાગના એક્ઝિટ પોલ્સના અનુમાન સાચા પડ્યાં હતાં. તે સમયે તમામ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને 200થી વધારે બેઠકો અને મહુમતની નજીક રહેવાનું અનુંમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને 200થી ઓછી બેઠકો મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ જ્યારે પરિણામો આવ્યા ત્યારે ભાજપ+ને 2522, કોંગ્રેસને 166 અને અન્યોને 119 બેઠકો મળી હતી.

એક્ઝિટ પોલનો જ ફિયાસ્કો બોલી ગયો

ગત લોકસભાની ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ્સના અનુંમાન મોટા ભાગે આસપાસ રહે છે પરંતુ અગાઉ સતત બે વાર લોકસભાની ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ્સની ભવિષ્યવાણી સદંતર નિષ્ફળ નિવડી હતી. એક્ઝિટ પોલ્સ ખોટા ઠર્યા હોવાની ઘટના 2004ની ચૂંટણીમાં ઘટી હતી. તે દરમિયાન લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં અટલ બિહારી વાજપેયીની સરકાર ફરી એકવાર સત્તાનું પુનરાવર્તન કરશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. પરંતુ આ અનુમાન તદ્દન ખોટા સાબિત થયા હતાં. એનડીએને 189 બેઠકો મળી હતીએ અને કોંગ્રેસની આગેવાની હેઠળની યૂપીએને 222 બેઠકો મળી હતી. ડૉ. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતાં.

2009માં કેવા રહ્યાં હતાં આંકડા

2004 બાદ આગામી ચૂંટણી એટલે કે, 2009માં પણ એક્ઝિટ પોલ્સ ખોટા ઠર્યા હતાં. આ વખતે પોલ્સમાં યૂપીએને એનડીએ પર બઢત મળતી દર્શાવવામાં આવી હતી પરંતુ એ અનુમાન નહોતુ લગાવવામાં આવ્યું કે, કોંગ્રેસને એકલીને જ 200થી વધારે બેઠકો મળશે. પરિણામ જાહેર થયા તો કોંગ્રેસને જ 206 બેઠકો મળી હતી તો યૂપીએને 262 બેઠકો.

2015માં ખોટા ઠર્યા હતાં એક્ઝિટ પોલ્સ

તેવી જ રીતે 2015ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પણ એઝિટ પોલ્સ તદ્દન ખોટા ઠર્યા હતાં. તમામ એક્ઝિટ પોલ્સમાં ભાજપ+ની સરકાર બનશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ પરિણામો કંઈક ઓર જ રહયાં. ભાજપ માત્ર 58 બેઠકો મેળવી શકી તો જેડીયૂ-આરજેડી ગઠબંધનને 178 બેઠકો મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન