What was the reaction of which leader after Vijay Rupani's resignation?
  • Home
  • Featured
  • Vijay Rupani Resignation: વિજય રૂપાણીના રાજીનામા બાદ કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા?

Vijay Rupani Resignation: વિજય રૂપાણીના રાજીનામા બાદ કયા નેતાએ શું આપી પ્રતિક્રિયા?

 | 4:50 pm IST
  • Share

વિજય રૂપાણીએ શનિવારે અચાનક રાજીનામું આપીને તમામને ચોંકાવી દીધા છે. આજે બપોરે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રૂપાણીએ પોતાનું રાજીનામું સોંપ્યું હતું. ત્યારબાદ વિપક્ષના નેતાઓ બીજેપી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું છે કે બીજેપી પોતાની નબળાઈઓ છુપાવવા માટે આ બધું કરી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ પાસે કોઈ મુદ્દો નથી અને લોકોનો સામનો કરવો કઠીન બની રહ્યો છે, એટલા માટે ભાજપ CM બદલીને લોકોની નારાજગી ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે શું આપ્યું નિવેદન

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સીએમ તરીકે રૂપાણીએ ગુજરાતમાં કઈ કામ કર્યું નથી. હવે એક વર્ષ ચૂંટણીની આડે છે. જો તેમને સીએમ બદલવા હતા તો પહેલાં બદલી નાંખત પરંતુ આવા સમયે સીએમનું એકાએક રાજીનામું ઘણા બધા સંકેત કરી જાય છે. હાર્દિકે લોકોનો ગુસ્સો ઓછો કરવા અને તેમને ખુશ કરવા માટે સીએમને હટાવ્યા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હાલ ગૂપચૂપ સરકાર અને નેતાઓને બચાવવાનું કામ ચાલી રહ્યું છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે બીજેપી સીએમને બદલીને બહાનું બતાવશે. પરંતુ લોકો મુરખ નથી, લોકો રાજ્યમાં કામ ન થયું તેની ગણતરી માંગશે ત્યારે ભાજપ કહેશે કે હાલ સીએમ નવા છે. તેમણે ઉત્તરાખંડમાં પણ આજ કામ કર્યું છે. કર્ણાટકમાં પણ કર્યું અને હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા સીએમને હટાવી દીધા.

રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ જાણો શું કહ્યું?

હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ ચર્ચા તેજ થઈ છે. હવે ભાજપ કોને મુખ્યમંત્રીનો પદભાર સોંપે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. આ દરમિયાન રાજ્યના નવા મુખ્યમંત્રીને લઈ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે. રૂપાલાએ રૂપાણીના રાજીનામા બાદ કહ્યું કે, નવા મુખ્યમંત્રી અંગે આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડી જશે. તે સિવાય તેમણે કશું કહેવાનું ટાળ્યું હતું.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું?

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનામાં નિષ્ફળતા મળતા વિજય રુપાણીનો ભોગ લેવાયો છે. ગુજરાતમાં હવે કોમવાદ અને ભાગલાવાદ થવાની આશંકા ગુજરાત સરકાર તાળી અને થાળીમાં વ્યસ્ત રહી હતી. CMનું રાજીનામું આંતરિક લડાઈ છે. સરકાર અને સંગઠન વચ્ચે ખેંચતાણ ચાલી રહ્યું છે. જ્ઞાતિવાદ અને કોમવાદથી ભાગલા પડ્યા છે. ગુજરાતમાં હાલ ચહેરો બદલ્યા છે, પરંતુ ભાજપ ક્યારેય પોતાના નીતિ-રીતિ નહી બદલે. કોંગ્રેસ માત્ર પક્ષ નથી, પાર્ટીનું આદોલન છે.

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શું કહ્યું?

ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણી અંગે જણાવ્યું હતું કે, જ્યારે આનંદી બહેન પટેલે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ સૌને અચાનક લાગ્યું હતું. જ્યારે વિજય ભાઈ સત્તામાં આવ્યા ત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવાઈ જ લાગી હતી. પરંતુ રાજકારણમાં અચાનક શબ્દ બહું જાણીતો છે. ખરેખરમાં અચાનક જેવું કાંઈ હોતું જ નથી, આ બધુ પક્ષ દ્વારા પહેલેથી જ નક્કી કરવામાં આવતું હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો