what-will-be-the-pm-modis-formula-petrol-and-diesel-prices-will-be-cheaper
  • Home
  • Business
  • શું કામમાં આવશે PM મોદીનો આ ફોર્મ્યુલા? સસ્તા થશે પેટ્રોલ-ડિઝલના ભાવ?

શું કામમાં આવશે PM મોદીનો આ ફોર્મ્યુલા? સસ્તા થશે પેટ્રોલ-ડિઝલના ભાવ?

 | 3:21 pm IST

ડૉલર સામે રૂપિયો ગગડતા ઈંધણના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. ઓઈલ કંપનીઓ સતત ભાવમાં વધારો કરી રહી છે. પ્રથમવાર દિલ્હીમાં પેટ્રોલના ભાવ 80 પર પહોંચ્યો છે. તો ડિઝલ 72.61 પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલ-ડિઝલ લગભગ 5 રૂપિયા જેટલુ વધ્યુ છે. એક્સાઈઝ ડ્યુટીમાં કાપની માંગ સાથે ટેક્સ ઘટાડવાની માંગ ઉઠી છે. પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં લાવવાનું વિચારાઈ રહ્યુ છે. જો કે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સરકાર પણ પેટ્રોલ-ડિઝલના ભાવથી ચીંતીત છે. એક્સાઈઝ ડ્યુટી કે ટેક્સ હટાવવાથી સરકારને મોટુ નુકસાન જાય તેમ છે.

PM મોદીનો શું છે ફોર્મ્યુલા?
મોદી સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ લાંબા સમય માટે નિયંત્રણમા આવે તેવુ સોલ્યુશન વિચારી રહી છે.સરકાર ઓઈલ કંપનીઓ ઓએનજીસી પર વિંડફોલ ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે. આનાથી પેટ્રોલ-ડિઝલના ભાવ ઘણા ઓછા થશે. હવે જોવાનુ એ છે કે આ ફોર્મ્યુલા કેટલો સફળ થશે.

શું છે વિંડફોલ ટેક્સ?
વિંડફોલ ટેક્સ એક ખાસ પ્રકારનો ઓઈલ ટેક્સ છે, જેનાથી મળતી રેવન્યૂનો ફાયદો ફ્યુલ રિટેલર્સને આપવામાં આવશે, જેનાથી તે કિંમતો પર નિયંત્રણ લાવશે. કન્જ્યુમરને તાત્કાલીક ફાયદો કરાવવા સરકાર વિંડફોલ ટેક્સ લાવી શકે છે. વિંડફોલ ટેક્સ દુનિયાના કેયલાક વિકશિત દેશોમાં અમલી છે. યૂકેમાં 2011માં ઓઈલની કિંમત 75 ડૉલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ત્યારે ટેક્સ રેટ વધારવામાં આવ્યો.જે નોર્થ ઓઇળ અને ગેસ પર મળતા પ્રોફિટ પર લગાવવામાં આવ્યો હતો. આજ રીતે ચીને 2006માં ઘરેલું ઓઈલ તેલ પ્રોડ્યુસર્સ પર સ્પેશન અપસ્ટ્રીમ પ્રોફિટ ટેક્સ લગાવાયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન