WhatsApp પર ફેક સમાચાર મોકલનારા થઈ જાવ સાવધાન, હવે WhatsApp રાખશે નજર.. - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • WhatsApp પર ફેક સમાચાર મોકલનારા થઈ જાવ સાવધાન, હવે WhatsApp રાખશે નજર..

WhatsApp પર ફેક સમાચાર મોકલનારા થઈ જાવ સાવધાન, હવે WhatsApp રાખશે નજર..

 | 6:19 pm IST

પોતાના પ્લેટફોર્મ પર સ્પૈમ મેસેજને અટકાવવા માટે WhatsApp એક નવું ‘સસ્પિશિયસ લિંક ડિટેક્શન’ ફીચર પર કામ કરી રહ્યું છે. મળી રહેલી જાણકારી મુજબ હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ WhatsApp પર પોતે મેસેજમાં હાજર શંકાસ્પદ લિંકને શોધી કાઢશે.

આ એન્ડ્રોઇડ વર્ઝન 2.18.204 માટે WhatsApp બીટાનો ભાગ હશે. જોકે, શરૂઆતના લેવલ પર હોવાને કારણે આ બધા જ યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં. ફેસબુકની માલિકી ધરાવતી કંપની તરફથી આ કોશિષ સ્પૈમ અને ફેક ન્યૂઝને અટકાવવા માટે પોતાના પ્લેટફોર્મ પર ફેલાવતા રોકવા માટે કરાઇ રહ્યો છે.

આની પહેલા WhatsApp બીટા વર્ઝનમાં ‘ફોરવર્ડેડ’ લેબલ પણ દેખાયું હતું. જેથી યુઝર્સ પ્લેટફોર્મ પર ફોરવર્ડેડ મેસેજની ઓળખ કરી શકે અને ફેક ન્યુઝને ફેલાવતા અટકાવી શકે. WABetaInfoના અહેવાલ પ્રમાણે, આ નવા ફીચરની મદદથી WhatsApp શંકાસ્પદ લિંકને શોધી મેસેજમાં હાજર લિંકનું વિશ્લેષણ કરે છે.

આ ફીચર આવવાથી WhatsApp ઓટોમેટિકલી ઓળખી લેશે કે, રિસીવ થયેલા મેસેજમાં કોઈ લિંક ફેક વેબસાઇટ સુધી તો નથી પહોંચી રહી. આ એવી વેબસાઇટ હોઇ શકે જે યુઝર્સ માટે ખતરનાક સાબિત થાય. શંકાસ્પદ લિંકની ઓળખ થતા જ તેને રેડ કલરના લેબલથી માર્ક કરી દેશે, જેથી યુઝર્સ સરળતાથી તેના બિહેવિયરને સમજી શકશે.