જાણો WhatsApp પર ભારતીય કેટલો સમય વેડફે છે, તમે પણ જાણી ચોંકી જશો - Sandesh
  • Home
  • Technology
  • જાણો WhatsApp પર ભારતીય કેટલો સમય વેડફે છે, તમે પણ જાણી ચોંકી જશો

જાણો WhatsApp પર ભારતીય કેટલો સમય વેડફે છે, તમે પણ જાણી ચોંકી જશો

 | 3:20 pm IST

ભારત દુનિયામાં સૌથી ઝડપી વધી રહેલા સ્માર્ટફોન માર્કેટમાનું એક છે. એક નવી રિપોર્ટમાં જાણવામાં આવ્યું છે કે 2017માં ભારતીયોએ ડિજિટલ દુનિયામાં વિતાવેલા સમયમાં 90% સમય મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. સાથે રિપોર્ટમાં એ પણ જણાવ્યું છે કે ભારતીયો 98% સમય વોટ્સએપ પર વિતાવે છે.

એક ડેટા ઍનલિટિક્સ કંપનીએ એક સમાચાર મારફતે જાહેર કર્યું છે. શેર કરવામાં આવેલા ડેટામાં જણાવ્યું છે કે ભારતીયોએ ઓનલાઈન મીનીટોમાંથી સૌથી વધારે 89% સમય ફોનમાં વેડફે છે. એ પણ જાણવા મળ્યું છે કે વધારે પડતા ભારતીય સ્માર્ટફોનનો ઉપયોગ સૌથી વધારે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિતાવે છે.

આ ટોપ પાંચ મોબાઈલ એપમાં- whatsapp, google play store, youtube અને gmailનો સમાવેશ થાય છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર વિતાવેલા સમયમાંથી ભારતીય 98% સમય ફેસબુકના માલિકી વાળા વોટ્સએપ પર વેડફે છે.

બાકી વધેલું 2% સમય ફેસબુક મેસેન્જર પર વિતાવાય છે. એટલે કે આંકડાથી આ સ્પષ્ટ છે કે ભારતીય વધારે પડતો સમય ફેસબુકને આપે છે. અને આની તુલનામાં અમેરિકી ફક્ત 1% સમય WhatsAppને આપે છે.

જ્યાં એક તરફ ભારતીયોએ પોતાના ઓનલાઈન મીનીટોમાંથી ફોન પર 89% સમય વેડફે છે, જ્યારે મેક્સિકોમાં લોકો 80% સમય અને અર્જેન્ટીનાના લોકો 77% સમય ફોનને આપે છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે ગયા વર્ષે ભારતીયોએ 3000 મિનીટ અથવા 50 કલાક ફોન પર વિતાવે છે, આ આંકડો ડેસ્કટોપ પર વિતાવેલા પુરા સમય કરતા ત્રણ ગણો વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન