ઈન્ટરનેટ વગર યૂઝ કરી શકશો WhatsApp અને Facebook, જાણો કેવી રીતે - Sandesh
NIFTY 10,768.35 +83.70  |  SENSEX 35,463.08 +284.20  |  USD 67.1200 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ઈન્ટરનેટ વગર યૂઝ કરી શકશો WhatsApp અને Facebook, જાણો કેવી રીતે

ઈન્ટરનેટ વગર યૂઝ કરી શકશો WhatsApp અને Facebook, જાણો કેવી રીતે

 | 2:17 pm IST

જો તમને ઈન્ટરનેટ વગર વોટ્સએપ અને ફેસબુક વાપરવા મળી જાય તો. સાંભળવામાં ભલે આ અટપટું લાગતું હોય પરંતુ આ સાચું છે. અમે તમને એવા સિમકાર્ડ વિશે જણાવી રહ્યાં છીએ જેનો ઉપયોગ કરીને તમે ડેટા પેક વગર પણ વોટ્સએપ અને ફેસબુક ચલાવી શકો છો. આ સિમનું નામ Chatsim છે. આ સિમ બધા જ સ્માર્ટફોન પર કામ કરે છે. આને માઈક્રો અને નેનો કાર્ડ સ્લોટમાં ઉપયોગ કરી શકાય છે. આ સિમકાર્ડની મદદથી તમે ઈન્ટરનેટ વગર દુનિયામાં ગમે ત્યાં તમારા દોસ્તોને મેસેજ મોકલી શકો છો. રોમિંગમાં પણ આ સિમ કામ કરે છે.

ક્યાંથી ખરીદશો સિમ

ચેટસિમ ખરીદવા માટે સૌથી પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઈટ www.chatsim.com પર જઈ શકો છો. અહી તમને આ સિમ 1829 રૂપિયામાં શિપિંગ ચાર્જ સાથે પડશે. તે ઉપરાંત આ સિમ ઈ- કોમર્સ વેબસાઈટ એમેઝોન પર પણ વેચાઈ રહ્યો છે, પરંતુ તે માટે તમારે થોડા વધારે એટલે કે, 1999 રૂપિયા આપવા પડશે. સિમ સાથે 1 મહિના માટે મેસેજ અને ઈમોઝી મોકલવાનો રિચાર્જ પેક પણ આપવામાં આવશે. જેની કિંમત 1250 રૂપિયા છે. આમ જોવા જઈએ તો આ સિમ તમને ‘ઘાટ કરતાં ઘડામણ વધુ’ જેવી પરિસ્થિતિમાં પણ નાંખી શકે છે. કેમ કે, જિયોની એન્ટ્રી બાદ ડેટા પેકની કિંમતોમાં ઘણો બધો ઘટાડો થઈ ગયો છે. તેવામાં આ સિમકાર્ડ તમને ઘણો બધો મોંઘો પડી શકે છે. પરંતુ નેટવર્ક વગર જો તમારે એફબી અને વોટ્સએપ ચલાવવું છે તો આ સિમ બેસ્ટ છે.