WhatsApp Ban Illegal Groups and Suspected Names
  • Home
  • Featured
  • જો વોટ્સએપ ગ્રૃપનાં નામમાં ગેરકાનૂની શબ્દ રાખશો તો તમારા પર લાગી જશે Ban

જો વોટ્સએપ ગ્રૃપનાં નામમાં ગેરકાનૂની શબ્દ રાખશો તો તમારા પર લાગી જશે Ban

 | 6:21 pm IST

વોટ્સએપ ખોટાં નામવાળાં ગ્રૃપની સામે એક્શન લઈ રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે વોટ્સએપનાં યુઝર્સ પ્લેટફોર્મથી બેન કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી આપી રહ્યા છે. પ્રતિબંધ એ લોકો પર લગાવવામાં આવી રહ્યો છે કે જેઓ કોઈ ખોટાં નામવાળા ગ્રૃપનો ભાગ છે.

આ રીતે બેન કરવાનો પહેલો કેસ રેડ્ડિટ પર સામે આવ્યો હતો. જ્યાં Mowe11 નામના યુઝરે વોટ્સએપ દ્વારા બેન કરી દેવામાં આવ્યો હોવાની જાણકારી આપી હતી. પોસ્ટમાં તેણે જણાવ્યું કે, ગ્રૃપનાં એક મેમ્બરે યુનિવર્સિટીનાં ગ્રૃપનું નામ બદલીને કાંઈક ગેરકાનૂની રાખી દીધું હતું. પોસ્ટ પ્રમાણે આ જ સમગ્ર ગ્રૃપને બેન કરવાનું કારણ બન્યું. પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે મેમ્બરે 3 વખત ગ્રૃપનું નામ ચેન્જ કર્યું હતું.

આ પ્રકારે FranciscoAlfaro નામના યુઝરે જણાવ્યું કે, 100 મેમ્બરવાળું પોતાનું એક ગ્રૃપ હતું. યુઝરે દાવો કર્યો કે, વગર કોઈ કારણે વોટ્સએપ રહસ્યમય રીતે ગ્રૃપને બેન કરી દીધું. PiTiXX નામના યુઝરે કરેલી પોસ્ટમાં દાવો કર્યો કે, તેના એક દોસ્તે ગ્રૃપનું નામ બદલીને ગેરકાનૂની નામ આપી દેતાં તેને પણ બેન કરી દેવામાં આવ્યું હતું.

જ્યારે આ અંગે યુઝર્સે વોટ્સએપને જાણ કરી તો સામેથી રિપ્લાય આવ્યો કે યુઝર્સે વોટ્સએપની સેવા શરતોનું ઉલ્લંઘન કર્યું છે, જે કારણે બેન કરી દેવામાં આવ્યું છે. ફેસબૂક ફેક મેસેજને લઈને આવાં પગલાંઓ ભરી રહી છે.

આ વીડિયો પણ જુઓઃ

ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીનો 92મો જન્મદિવસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન