WhatsAppના નવા સ્ટેટ્સ ફિચર્સથી હેરાન છો તો તમારા માટે સારા સમાચાર - Sandesh
  • Home
  • Technology
  • WhatsAppના નવા સ્ટેટ્સ ફિચર્સથી હેરાન છો તો તમારા માટે સારા સમાચાર

WhatsAppના નવા સ્ટેટ્સ ફિચર્સથી હેરાન છો તો તમારા માટે સારા સમાચાર

 | 7:35 pm IST

વિશ્વની સૌથી લોકપ્રિય ઈન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે ગુરૂવારે પોતાના ભારતીય યૂઝર્સ માટે સ્ટેટ્સ ફિચર્સ સાથે નવા અપડેટ રજૂ કર્યાં હતા. આ નવા ફિચર્સને લઈને ઘણા યૂઝર્સ ફરિયાદ કરી રહ્યાં છે, તો ઘણા લોકોને તો વોટ્સએપના આ ઈન્સ્ટાગ્રામવાળા સ્ટોરી જેવા સ્ટેટ્સ ફિચર્સ પસંદ આવી રહ્યો નથી. હાલમાં જ મળેલી જાણકારી મુજબ વોટ્સએપ પોતાનું જૂનુ સ્ટેટ્સ ફિચર્સને પાછું લાવી શકે છે, જેથી યૂઝર્સ પહેલાની જેમ જ ટેક્સ્ટમાં સ્ટેટ્સ રાખી શકશે. આ ફિચર્સને નવા નામ સાથે રિલોન્ચ કરવામાં આવશે. મળેલી માહિતી અનુસાર કંપની આને Tagline નામથી રિલોન્ચ કરી શકે છે.

1488011933-25hh

ઉલ્લેખનિય છે કે, વોટ્સએપના આ સ્ટેટ્સ ફિચર્સથી યૂઝર્સ પોતાના સ્ટેટ્સની જગ્યાએ ફોટો, વીડિયો અને GIFs ફાઈલ અપલોડ કરી શકે છે, જે આવતા 24 કલાક સુધી તમારી કોન્ટેક્ટ લીસ્ટમાં રહેલા લોકો જોઈ શકશે. આ પહેલા સોશ્યિલ મીડિયા એપ્પ ઈન્સ્ટાગ્રામ પણ આ રીતનો સ્ટોરી ફિચર લાવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન