Whatsapp Bug, Strangers can read your personal massage
  • Home
  • Featured
  • કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે તમારા વોટ્સએપ મેસેજ, આવી રીતે રહો સાવચેત

કોઈ પણ વ્યક્તિ વાંચી શકે છે તમારા વોટ્સએપ મેસેજ, આવી રીતે રહો સાવચેત

 | 3:51 pm IST

જો તમે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જી હાં, હવે તમારા વોટ્સએપના પર્સનલ મેસેજ કોઈ અજાણી વ્યક્તિ પણ વાંચી શકે છે. રિપોર્ટ મુજબ વોટ્સએપનો એક નવો બગ સામે આવ્યો છે. વોટ્સએપના આ બગના કારણે લોકોના ખાનગી મેસેજ કોઈ અજણ્યા વ્યક્તિઓ વાચી રહ્યાં છે. આ કોઈ વાયરસ અથવા સ્કેમ નથી.

આ વાતની માહિતી એક વોટ્સએપ યૂઝરે ટ્વિટરના માધ્યમથી આપી છે. વોટ્સએપ યુઝર્સના જણાવ્યા મુજબ કોઈ અન્ય યુઝર્સના ખાનગી મેસેજ અને ફોટાઓ તેના વોટ્સએપ પર આવી રહ્યાં છે. જોકે આ પહેલા પણ વોટ્સએપના કેટલાક બગ સતત કરાઇ રહેલા વાયરસ એટેકના કારણે સામે આવ્યા છે.

જોકે આ બગની સર્વપ્રથમ માહિતી એમેઝોનની એક અધિકારી Abby Fullerએ તેના ટ્વિટરના એકાઉન્ટથી આપી છે. Fullerએ ટ્વિટ કરી કહ્યું કે જ્યારે તેને નવા ડિવાઇસમાં તેના નંબરથી લોગ-ઈન કર્યું જ્યારે જૂના યુઝર્સના દરેક વોટ્સએપ મેસેજ અને ફોટો દેખાવા લાગ્યા જે ના હોવું જોઈએ. એનો અર્થ એ થયો કે જેની પાસે તમારો જૂનો નંબર છે તેઓ સરળતાથી તમારા પર્સનલ મેસેજ એક્સેસ કરી શકે છે. ઉપરાંત Fullerએ અન્ય એક ટ્વિટ કરીને કહ્યું કે આવું પહેલા કેટલીવાર થયું છે તેની માહિતી મને નથી. આ ન તો કોઈ સેકેંડ હેન્ડ ડિવાઇસ છે અને ન તો કોઈ અન્ય સિમ કાર્ડ.

વોટ્સએપે પહેલા પણ આપી હતી ચેતવણી:

તેમને જણાવી દઈએ કે વોટ્સએપે આ પહેલા લોકોને સચેત કર્યા હતા કે જો તમે તમારો જૂનો નંબર યુઝ નથી કરવા માંગતા હોય તો જૂના વોટ્સએપ એકાઉન્ટને નવા વોટ્સએપ એકાઉન્ટમાં માઇગ્રેટ કરી લેવું. આવી માહિતી વોટ્સએપે તેના આધિકારીક વેબસાઇટ પર આપી હતી. એવું કરવાથી તમે તમારા એકાઉન્ટ ડિટેલ્સથી લઈને અન્ય બધી સંબંધી માહિતીઓ નવા નંબર પર ટ્રાન્સફર કરી શકો છો.

વોટ્સએપ નંબર બદલતા પહેલા ડેટા માઇગ્રેટ કરો:

તેમને એ વાતની તો ખબર જશે કે ટેલિકોમ કંપનીઓ તેમના જૂના નંબર જે બિનઉપયોગી છે તેમને રિસાઇકલ કરીને એકવાર ફરી ઉપયોગમાં લેતી હોય છે. તેથી જો તમે તમારો જૂનો નંબર બંધ કરવાનું વિચારી રહ્યાં છો અથવા બંધ કરી રહ્યાં છો તો આ પહેલા જૂના નંબરના વોટ્સએપ ડેટાને નવા નંબરમાં માઇગ્રેટ કરી લો. તેથી તમારો જૂનો નંબર રિસાઇકલ થયા બાદ કોઈ અજાણીયા વ્યક્તિ પાસે જાય તો તમારો ખાનગી વોટ્સએપ ડેટા તમારી પાસે સુરક્ષિત રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન