Whatsapp Change Setting Menu and add New Icons, Layouts, Features
  • Home
  • Featured
  • WhatsApp સેટિંગ્સ થયા ફેરફાર, જાણો શું છે ખાસ

WhatsApp સેટિંગ્સ થયા ફેરફાર, જાણો શું છે ખાસ

 | 7:39 pm IST

પોપ્યુલર ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના ફિચર્સ વિશે તેમને સતત અપડેટ મળતી હશે. પરંતુ હવે અમે તેમને વોટ્સએપની ડિઝાઇનમાં થયેલા ફેરફાર વિશે માહિતી આપીશું. જોકે આને સંપૂર્ણ રીતે બદલવામાં આવી નથી. પરંતુ કંપનીએ તેના સેટિંગ્સ મેન્યૂમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે જે તમારે જાણવા જરૂરી છે. કંપનીએ સેટિંગ્સ મેન્યૂને રીડિઝાઇન કરી છે. આ લે-આઉટ નવું છે અને આઇકન્સ પણ નવા છે. તમને બતાવી દઈએ કે આ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે જ છે.

હાલ આ ફેરફાર WhatsApp v2.19.45માં આપવામાં આવ્યા છે. આ બીટા ટેસ્ટર માટે છે અને જલ્દી આ બધા યુઝર્સ માટે પણ ઉપલબ્ધ થશે. આ ડિઝાઇનમાં આપવામાં આવેલ આઇકનને ઇન્ટરએક્ટિવ બનાવવામાં આવ્યા છે. વોટ્સએપના એકાઉન્ટ સેટિંગ્સમાં તમને આ આઇકન દેખાશે. જ્યારે હાલ વોટ્સએપમાં આ ઓપ્શન પાસે કોઈ આઇકન દેખાતા નથી અને આ ટેક્સ્ટ જેવા જ હોય છે.

કંપનીએ વોટ્સએપના મુખ્ય સેટિંગ્સના આઇકન પણ બદલવામાં આવ્યા છે. ટુ સ્ટેપ વેરિફિકેશનમાં પહેલા એક લોકનું આઇકન હતું. પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ઉપરાંત મુખ્ય સેટિંગમાં પેમેંટ ઓપ્શન પણ એડ કરવામાં આવ્યું છે જેના આઇકનમાં પણ ફેરફાર થયા છે.

વોટ્સએપ સેટિંગ્સની અંદર નેટવર્ક યૂઝનો ઓપ્શન મળે છે જેના પર ટેપ કરવાથી તેમને ત્યાં હવે અલગ-અલગ આઇકન્સ મળશે. જ્યાં તમે કેટલો ડેટા યૂઝ કર્યો છે અને કઇ વસ્તુ માટે કર્યો છે તેની માહિતી મળશે. જેને અલગ-અલગ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવી છે. ત્યાં તમને મીડિયા, કોલ્સ, ગૂગલ ડ્રાઇવ સ્ટેટ્સ અને મેસેજિસ જેવી કેટેગરી પણ મળશે. ઉપરાંત તમે એ પણ જાણી શકશો કે કેટલાક મેસેજ અને વીડિયો ડાઉનલોડ અને સેન્ડ થયા છે. આ ફિચર્સના લેઆઉટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આઇકન્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન