કોર્ટે આપ્યો ચુકાદો, માતા-પિતા પણ વાંચી શકે છે બાળકોની WhatsApp ચેટ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • કોર્ટે આપ્યો ચુકાદો, માતા-પિતા પણ વાંચી શકે છે બાળકોની WhatsApp ચેટ

કોર્ટે આપ્યો ચુકાદો, માતા-પિતા પણ વાંચી શકે છે બાળકોની WhatsApp ચેટ

 | 3:26 pm IST

માતા-પિતાના અધિકાર અને જવાબદારી રાખવા સ્પેનની એક કોર્ટે ચુકાદો આપ્યો છે કે, બાળકો દ્વરા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પેરેન્ટસ અને ગાર્ડિયન પણ ધ્યાન રાખી શકે છે, સાથે WhatsApp મેસેજ પણ વાંચી શકે છે.

ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સની માહિતી અનુસાર, આ ચુકાદા પછી આ અધિકાર છૂટાછેડા લીઘેલા બે બાળકોના પિતાને આપવામાં આવ્યો છે . કોર્ટે આ ચુકાદામાં કહ્યું કે, બાળકોને કોઈ પણ નુકસાનથી બચાવા માટે સોશિયલ નેટવર્કની સાથે સાથે WhatsApp માટે પણ માતા-પિતા દ્વારા ધ્યાન રાખવાની જરૂર છે.

રિપોર્ટમાં જણાવામાં આવ્યા અનુસાર, ઉત્તરીય સ્પેનિશ શહેરના પોંટેવોડ્રોમાં એક અદાલતે 26 ડિસેમ્બરના દિવસે આ ચુકાદો આપ્યો હતો, જેમાં નાબાલિક બાળકો દ્વારા સોશિયલ નેટવર્કનો ઉપયોગ કરવામાં માટે માતા-પિતાએ ધ્યાન આપવું જરૂરી છે.