ડિજિટલ પેમેન્ટના માર્કેટમાં ઉતરશે વોટ્સએપ ! બીજી કંપનીઓને આપશે ટક્કર - Sandesh
  • Home
  • Technology
  • ડિજિટલ પેમેન્ટના માર્કેટમાં ઉતરશે વોટ્સએપ ! બીજી કંપનીઓને આપશે ટક્કર

ડિજિટલ પેમેન્ટના માર્કેટમાં ઉતરશે વોટ્સએપ ! બીજી કંપનીઓને આપશે ટક્કર

 | 4:04 pm IST

વોટ્સએપના સહ-સંસ્થાપક બ્રાયન એક્ટને શુક્રવારે કહ્યું કે, તેમની કંપની ડિજિટલ પેમેન્ટના બજારમાં ઉતરી શકે છે. કેમ કે વધારે આને વધારે નફાવાળો બિઝનેસ માનવામાં આવે છે. શુક્રવારે વોટ્સએપના 8 વર્ષ પૂરા થવા પર મીડિયા સાથે વાતચીત કરતાં તેમને આ વાત કરી હતી. વોટ્સએપના આ પગલાથી ઘણી બધી કંપનીઓને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે. વોટ્સએપના વર્તમાન સમયમાં દુનિયાભરમાં 1.2 બિલિયન યૂઝર્સ છે, જેમાંથી 20 કરોડ તો માત્ર ભારતમાં જ છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તેઓ ભારત શા માટે આવવા માટે તૈયાર થયા હતા. તેના જવાબ આપતા કહ્યું કે, ભારતમાં તેમના સૌથી વધારે યૂઝર્સ છે. અમે લોકો ભારત સાથે કામ કરવાનું વધારે પસંદ કરીએ છીએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, સ્ટેટ્સ ચેન્જ ઉપરાંત તેઓ બીજી કંઈ વસ્તુઓ પર કામ કરી રહ્યાં છે. તેના જવાબમાં એક્ટને કહ્યું કે, કોમર્શિયલ મેસેજિંગ અમારા માટે અપયુક્ત છે. અમે તેની પર કામ કરી રહ્યાં છીએ. ભારતમાં જેવા દેશમાં કેટલાક યૂઝર્સ બિઝનેસ કરી રહ્યાં છે પરંતુ તેમના માટે કોઈ જ પ્રોડક્ટ નથી.

જણાવી દઈએ કે, કંપનીએ પોતાના 8 વર્ષ પૂરા થવાની ખુશીમાં પોતાના સ્ટેટ્સ ફિચર્સમાં પણ ફેરફાર કર્યા છે. તે હેઠળ યૂઝર્સ હવે વોટ્સએપ સ્ટેટ્સમાં ફોટો, વીડિયો અને GIFs ફાઈલ પણ નાંખી શકશે. તે ઉપરાંત સોશ્યિલ મીડિયામાં આવતા ખોટા સમાચારને અટકાવવા માટે પણ ટૂલ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન