whatsapp-fingerprint-authentication-for-android-confirmed
  • Home
  • Featured
  • WhatsAppના આ નવા ફીચર્સથી સિક્યોરિટી થશે મજબૂત

WhatsAppના આ નવા ફીચર્સથી સિક્યોરિટી થશે મજબૂત

 | 1:18 pm IST

ઈન્સ્ટન્ટ મેસેજીંગ એપ વોટ્સએપ પર ફિંગરપ્રિંટ ઓથેન્ટીકેશન મળવાના સમાચાર તમે કેટલાયે સમયથી સાંભળતા જ હશો. હવે આ લગભગ નક્કી જ થઈ ચુક્યુ છે કે WhatsAppમાં ફિંગરપ્રિંટ ઓથેન્ટીકેશન આપવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર WhatsApp ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામના માધ્યમથી નવુ અપડેટ સબમીટ કર્યુ છે. જેમા આ ફીચર્સ આપવામાં આવેલ છે.

આપને જણાવી દઈએકે WhatsApp પોતાના iPhone યૂઝર્સમાટે ફેસ આઈડી અને ટચ આઈડી તૈયાર કરી લીધુ છે. જો કે આમાં સ્ટેૂબલ અપડેટ આપવામાં આવેલ નથી. આ iOSમાં આપવામાં આવેલ ફીચર જેવુ જ હશે અને તેનાથી એપને લોક કરી શકાશે.

વોટ્સએપ ઓપન કરવા માટે યૂઝર્સે પોતાની ઓળખાણ માટે ફિંગરપ્રિંટ સ્કેન કરવાની રહેશે. ફિંગરપ્રિંટ ડેશબોર્ડમાં ત્રણ ઓપ્શનમાં મળશે. ફિંગરપ્રિંટ કેન્સીલ અને ડિવાઈસ ક્રેડેન્શિયલ. જો ભુલથી વોટ્સએપ તમારી ફિંગરપ્રિંટને રીડ ન કરી શકે તો ડિવાઈસને પાસવર્ડથી ખોલી શકશો. આ અપડેટ ક્યારે મળશે હાલ કંપનીએ કોઈ સ્પષ્ટ કર્યુ નથી.

આપને જણાવીએકે WhatsAppમાં બીજા મેસેન્જર જેવી લોગઈન આઈડી ન હોવાના કારણે પાસવર્ડ ન હોવાના કારણે આ એપ પર લોક કરવાનો દબાવ હતો. લોકો આ એપને લોક કરવા થર્ડપાર્ટી એપનો સહારો લેતા હતા જે સિક્યોરિટીની દૃષ્ટીએ યોગ્ય ન હતો. અને ક્યારેક આવી બીજી એપ ખુબજ ખતરનાક સાબીત થાય છે કેમકે તે સરળતાથી તમારો ડેટા મેળવી લે છે.

WhatsApp આ સિવાય કેટલાક ફીચર્સમાં ટેસ્ટીંગ કરી રહ્યુ છે અમે સતત આપને આ અંગે માહિતગાર કરતા રહ્યા છીએ. એક વાતને ધ્યાનમાં રાખો કે આ ફીચર્સના ટેસ્ટિંગ કરવામાં આવે છે. પણ તેને સામાન્ય વપરાશકારો સુધી પહોંચતા ખાસ્સો સમય લાગે છે. કેટલીક વાર તેને ફક્ત બીટા યૂઝર્સજ વાપરી શકે છે. જો તમે તાત્કાલીક અપડેટ ઈચ્છતા હો તો તમે પણ બીટા પ્રોગ્રામનો હિસ્સો બની શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન