Whatsapp business API launched, company will charged for message
  • Home
  • Featured
  • Whatsapp હવે ગ્રાહકો પાસેથી વસૂલશે રૂપિયા, નવી એપ લોન્ચ કરી

Whatsapp હવે ગ્રાહકો પાસેથી વસૂલશે રૂપિયા, નવી એપ લોન્ચ કરી

 | 4:35 pm IST

ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપએ બિઝનેસ એપની સીમાઓ વધારી દીધી છે. કંપનીએ જાહેરાત કરી છે કે, વોટ્સએપ ફોર બિઝનેસ એપને વધુ કંપનીઓ માટે શરૂ કરાઈ રહી છે. એટલે કે કંપની હવે પોતાના બિઝનેસ APIનું એક્સેસ વધુ બિઝનેસને આપશે, જેથી તેઓ તેનો યુઝ કરીને કસ્ટમર્સની સાથે કમ્યુનિકેશન કરી શકશે.

વોટ્સએપ બિઝનેસ API અંતર્ગત કંપનીઓ કસ્ટમર્સ સુધી વોટ્સએપ દ્વારા પહોંચી શકે છે. તેના દ્વારા કસ્ટમર્સને કસ્ટમાઈઝ્ડ નોટિફિકેશન મોકલવામાં આવશે. જોકે, તેમાં કોઈ પ્રમોશન કન્ટેન્ટ નહિ હોય. પરંતુ તેમાં શિપિંગ કન્ફર્મેશન શિપિંગ કન્ફર્મેશન, ઈવેન્ટ ટિકીટ અને એપોઈન્ટમેન્ટ રિમાઈન્ડર જેવા મેસેજ હશે.

આ મેસેજિસ માટે કંપનીઓ વોટ્સએપને રૂપિયા આપશે. જોકે, જો કસ્ટમર રિપ્લાય કરે છે, અને કંપની ફરીથી તેનો જવાબ આપે છે, તો તેના માટે કંપનીઓને રૂપિયા આપવા નહિ પડે. પરંતુ કસ્ટમર રિસ્પોન્સના 24 કલાક બાદ ફરીથી કંપનીઓને તેના ઉપયોગ માટે રૂપિયા આપવા પડશે.

વોટ્સએપે પહેલીવાર એવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેનાથી કંપની સીધા જ આ એપમાંથી રૂપિયા કમાવી શકશે. જોકે, વોટ્સએપ કંપનીઓને ત્યારે જ ચાર્જ કરશે, જ્યારે તે 24 કલાક બાદ કસ્ટમમરને મેસેજનો રિપ્લાય આપશે. આવું કરવા પાછળ વોટ્સએપનો હેતુ કમાણીનો હોઈ શકે છે.

પહેલી બાબત એ છે કે, કંપનીઓ રૂપિયા બચાવવા માટે કસ્ટમર્સને ક્વિક રિપ્લાય કરશે, બીજુ એ કે યુઝર્સ પણ વોટ્સએપ પર ડિપેન્ડન્ટ હશે, જ્યારે તેમને ક્વિક રિપ્લાય મળશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફેસબુક તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે, વોટ્સએપનું રેવન્યુ મોડલ જાહેરાત પર જ હશે. જોકે, તે સીધી રીતે નહિ હોય. રેવન્યુ મોડલને કારણે જ વોટ્સએપના ફાઉન્ડરે કંપની છોડી હતી. હવે શરૂઆત થઈ ચૂકી છે, અને જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં તે કેવા પ્રકારની એડ બતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન