વોટ્સએપ હેકિંગ : સામાન્ય લોકો નહીં પણ સરકારે આનાથી ચેતવા જેવું છે! - Sandesh
  • Home
  • World
  • વોટ્સએપ હેકિંગ : સામાન્ય લોકો નહીં પણ સરકારે આનાથી ચેતવા જેવું છે!

વોટ્સએપ હેકિંગ : સામાન્ય લોકો નહીં પણ સરકારે આનાથી ચેતવા જેવું છે!

 | 2:40 am IST

સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ મેસેન્જર એપ હેક થયું હતું. વોટ્સએપનું અપડેટેડ વર્ઝન રિલીઝ થયું હતું અને જે એક અબજ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે તે પૈકીના તમે એક હોવ તો તમે તે વર્ઝન ઇન્સ્ટોલ કરો જ.

એવા સમાચાર પણ આવ્યા હતા કે મોટાભાગના ઇન્ટેલ પ્રોસેસરમાં સાયબર સુરક્ષા સંબંધી સંખ્યાબંધ ક્ષતિ સર્જાઈ હતી અને તેની અસર વિશ્વભરના લેપટોપ, સર્વર કોમ્પ્યૂટર પર વર્તાઈ હતી. આ હાર્ડવેરનો દુરુપયોગ ના થઈ શકે તે હેતુસર માઇક્રોસોફ્ટ સહિતના વેન્ડર્સે સોફ્ટવેર રિલીઝ પણ કર્યા હતા.

વોટ્સએપ હેક થાય તેનોઅર્થ શો  

વોટ્સએપ હેક થયાના સમાચાર સૌ પ્રથમ એક જાણીતા અખબારે આપ્યા હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે બ્રિટનના એક માનવ અધિકારોના વકીલના ફોનમાં રહેલા કન્ટેટ સુધી પહોંચ બનાવવા બગનો ઉપયોગ થયો હતો. તે વકીલે પોતાના ફોન પર અસામાન્ય ઘટના બની રહી હોવાની જાણ સિટીઝન લેબને કરી હતી. સિટીઝન લેબ એટલે ડિજિટલ જાસૂસી પર ધ્યાન આપતું રિસર્ચ સેન્ટર. તે સેન્ટરે પછી વોટ્સએપનો સંપર્ક સાધો હતો. વોટ્સએપે તે પછી કોઈક પ્રકારે હેકિંગ થઈ રહ્યું હોવાની નોંધ લઈને તેને પોતાના નેટવર્ક પર અટકાવવા માટેના પ્રાથમિક પગલાં લીધાં હતા. કેટલી સંખ્યામાં યૂઝર્સ પર હેકિંગ માટે હુમલો થયો હતો તે મુજબ પુછાતાં વોટ્સએપે જણાવ્યું હતું કે આંકડો ડઝન્સની સંખ્યા હતો તેમ કહેવામાં કાંઈ ખોટું નથી. વોટ્સએપની કોર્પોરેટ પેરન્ટ સંસ્થા ફેસબુકે આ સંબંધમાં ટેક્નિકલ નોટિસ જારી કરતાં જણાવ્યું હતું કે આઈઓએસ, એન્ડ્રોઇડ, વિન્ડોફોન ( અને ખૂબ જ ઓછા જાણીતા તેવા સેમસંગ સ્માર્ટ ઘડિયાળમાં વપરાતા તિઝેન પ્લેટફોર્મ) આ હેકિંગથી પ્રભાવિત થયા હતા.

આપણે સંભવિત લક્ષ્યાંક નથી  

તમે કદાચ વોટ્સએપ અપડેટ કરી પણ દીધું હોય તો પણ આ ખાસ પ્રકારના બગ તમારા માટે કોઈ મોટી સમસ્યા સર્જી શકે તેમ નથી. આવા પ્રકારના સ્પાયવેરથી સરેરાશ નાગરિકોને જવલ્લે જ નિશાન બનાવવામાં આવતા હોય છે.  સરકારને બાદ કરતાં આ પ્રકારના સ્પાયવેરનો ભાગ્યે જ કોઈ ઉપયોગ કરતું હોય છે, અને તેથી ગણતરીના લોકોને જ તેના નિશાન બનાવાતા હોય છે. પરંતુ આ કિસ્સામાં પ્રકાશમાં આવેલા બ્રિટનના વકીલ કહે છે કે વોટ્સએપ હેક પાછળ કોનો હાથ હતો તે હજી જાણી નથી શક્યા. વહેલા મોડા સ્પાયવેરનો ઉપયોગનો ભાંડો ફૂટી જ જશે. તે માટે ઉપયોગમાં લેવામાં આવેલા વાઇરસને પણ શોધી કાઢીને તેના ઉપાય શોધી કાઢવામાં આવશે. જેટલી વધુ સંખ્યામાં ફોન હેક થશે તેટલી જ ગતિએ ઉપાય શોધાશે.  આ પ્રકારના સ્પાયવેર માનવ અધિકારના બેવડા ધોરણો ધરાવતા દેશોને વેચવામાં આવે અને તેનો ઉપયોગ ચળવળકારો, પત્રકારો અને વકીલોને નિશાન બનાવવા થાય તે ઘટના ચિંતાજનક જ કહી શકાય.  હું ભૂતકાળમાં પણ કહી ચૂક્યો છું કે આવા શક્તિશાળી ટૂલ્સનો આંતરરાષ્ટ્રીય વેપાર અટકવો જોઈએ. સદનસીબે આવા સ્પાયવેરની પહોંચ મર્યાદિત હોય છે અને મર્યાદિત રહેશે પણ.

એન્ડ ટુ એન્ડ એનસ્ક્રિપ્શનથી બચાવ  

વોટ્સએપ પર થતા સંદેશા અને ફોન એન્ડ ટુ એન્ડ એનસ્ક્રિપ્ટ થતા હોય છે. અર્થાત ટ્રાન્ઝિટ સમયમાં તેને વાંચી શકવા સંભવ નથી. હુમલાખોર પાસે વોટ્સએપ સંદેશા કે ફોન કન્ટેન્ટ સુધી પહોંચ ઊભી કરવાનો એક માત્ર ઉપાય તે રિસિવિંગ ડિવાઇસ છે. કમનસીબે આ કિસ્સામાં ફોન સુધી પાઠવવામાં આવતા ડેટાની સિક્વન્સમાં સુધારા કરીને હુમલાખોરે ડિવાઇસ પર કાર્યરત વોટ્સએપ એપ્લિકેશનનો કબજો લઈ લીધો હતો. આમ થતાં જ હુમલાખોર તે ઇચ્છે તેમ કરવાની સ્થિતિમાં આવી જાય છે. તે હુમલાખોર વોટ્સઅપ સંદેશાઓને પોતાની તરફ સીધા ડાઇવર્ટ પણ કરી શકે છે. આ કિસ્સામાં હુમલાખોર તેણે નિશાન બનાવેલા ફોન પર સંપૂર્ણ કબજો ધરાવવાની સ્થિતિમાં નહોતો આવ્યો. આમ થાય તો ફોન હુમલાખોરના પૂરા નિયંત્રણમાં આવી જાય અને જોખમો વધી જાય.

એનએસઓ ગ્રૂપ સામે શંકા  

ઇન્ટેલ પ્રોસેસર ક્ષતિઓને એકેડેમિક્ અને વેપારી સંશોધકો જ શોધી શકતા હોય છે અને તે બગનો હેકિંગ માટે હજી ઉપયોગ નથી થતો, પરંતુ વોટ્સએપ બગને શોધી શકાયું કારણ કે હેકિંગ માટે તેનો ઉપયોગ થયો હતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સનું માનવું છે કે એનએસઓ ગ્રૂપ દ્વારા વિકસાવવામાં આવેલા સોફ્ટવેર સુધી બગ પહોંચાડીને હેકિંગનો પ્રયાસ થયો હતો. જોકે ફેસબુકે તે એનએસઓનું નામ નથી જ આપ્યું. આ હુમલો સ્પાયવેર પૂરા પાડવા સરકાર સાથે કામ કરતી ખાનગી કંપનીઓની છાપ ધરાવે છે. આ કંપનીઓ એવા સ્પાયવેર પૂરા પાડતી હોય છે કે જે મોબાઇલ ફોન ઓપરેટિંગ સિસ્ટમનો જ કબજો લઈ લેતી હોય છે. એનએસઓ ગ્રૂપ તે ઇઝરાયેલ સ્થિત કંપની છે. આ કંપની મોબાઇલ ફોન સ્પાયવેર જેવા ગોપનીય હકીકતો એકક્ષ કરતા સોફ્ટવેર વિશ્વભરની સરકારોને પૂરા પાડતી હોય છે. એનએસઓ ગ્રૂપ દ્વારા પૂરા પાડવામાં આવતા સોફ્ટવેરનો ઉપયોગ ભૂતકાળમાં માનવ અધિકાર માટે કામ કરતા કાર્યકરો, મેક્સિકન પત્રકારો અને સમાજના વિવિધ જૂથોને નિશાન બનાવવા થઈ ચૂક્યો છે.

હાલના કિસ્સામાં વોટ્સએપ બગનો ઉપયોગ કરીને બ્રિટનના મેક્સિકન પત્રકારોનું પ્રતિનિધિત્વ કરી રહેલા માનવ અધિકાર કાયદાના વકીલના ફોન પર હુમલો થયો હતો. આ વકીલ આક્ષેપ પણ કરી ચૂક્યા છે કે એનએસઓ ગ્રૂપ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભૂતકાળમાં તેમને નિશાન બનાવવામાં આવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન