tech-news whatsapp is happening through otp scam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જાણો શું છે Whatsapp OTP સ્કેમ, જેનાથી હેકર્સ કરી રહ્યા છે તમારું એકાઉન્ટ હેક

જાણો શું છે Whatsapp OTP સ્કેમ, જેનાથી હેકર્સ કરી રહ્યા છે તમારું એકાઉન્ટ હેક

 | 10:49 am IST
  • Share

WhatsApp તાજેતરના સમયમાં દુનિયાની સૌથી વધુ પોપ્યુલર મેસેજિંગ એપ છે. પરંતુ Whatsapp સૌથી વધુ હેકર્સનો શિકાર પણ થાય છે. Whatsapp હેકિંગ માટે હેકર્સ અવનવી રીતોનો ઉપયોગ કરે છે. આ રીતનો એક નવો હેકિંગ કેસ સામે આવ્યો છે. જ્યાં હેકર્સ તમારા મિત્રના એકાઉન્ટને હેક કરી નાખે છે. અને તમને તે એકાઉન્ટથી પર્સનલ મેસેજ કરે છે અને ફ્રોડ કરે છે.

વ્યક્તિ જ્યારે નવો સ્માર્ટફોન ખરીદીને તેમાં નવું વોટ્સ એપ સેટ કરે છે. ત્યારે Whatsapp તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP મોકલે છે. આ OTP લોગીન માટે જરૂરી છે. OTPને નાખ્યા પછી Whatsapp એકાઉન્ટ ચાલુથઈ જાય છે. હેકર્સ આ પ્રક્રિયાનો લાભ ઉઠાવવા અને પોતાના Whatsapp એકાઉન્ટ સુધી પહોંચાડવાની યોજના બનાવે છે. એક હેકર પોતાના ફોન પર Whatsapp ઈન્સ્ટોલ કરે છે. અને તમારો નંબર નાખે છે. તે તમારા ઓટીપીને મેળવવા માટે કોલ કે મેસેજ કરશે. જો તમે વન ટાઈમ પાસવર્ડ નાંખશો. ત્યારે હેકરને તમારું એકાઉન્ટ અને ડેટા સુધીની પહોંચી જશે.

આ પ્રકારનું સ્કેમ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. હેકર તમારા ગ્રુપની ચેટનો ઉપયોગ કરી પોતાની પ્રોડક્શન કે સર્વિસને વધારવા માટે કહી શકે છે. તે તમારી પ્રોફાઈલ ફોટો પણ બદલી શકે છે. અને તમારા એકાઉન્ટ સાથે છેડછાડ કરી શકે છે.

Whatsapp warned users to be aware from online massage scam
Whatsapp warned users to be aware from online massage scam

Whatsapp પર જ્યાં સુધી તમે પાસવર્ડ કોઇને આપતા નથી ત્યાં સુધી તમે સેફ છો. Whatsappના OTP સ્કેમથી બચવું શક્ય છે. આથી જો OTP માગવાનો ફોન આવે છે તો વિનમ્રતાથી ઈન્કાર કરી દો અને હેકર દ્વારા કરવામાં આવેલ પ્રયાસ વિશે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી દો. પોતાના ડેટાને સુરક્ષિત રાખવાનો બીજો એક ઉપાય બે ફેક્ટર ઓથેન્ટિકેશનને એક્ટિવેટ કરવાનો છે.

આ વીડિયો જુઓ: દર્શન કરો વેરાવળમાં મચ્છુપન્દ્રી તટે બીરાજતા દ્રોણેશ્વર મહાદેવના 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન