NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • ખબર છે Whatsappમાં થયા નવા ફેરફાર? આ સુવિધાઓમાં થયો વધારો

ખબર છે Whatsappમાં થયા નવા ફેરફાર? આ સુવિધાઓમાં થયો વધારો

 | 6:43 pm IST

વોટ્સએપ દ્વારા ફાઈલ શેરિંગ ફીચર્સને અપડેટ કરવામાં આવ્યું છે. જેથી હવે યૂઝર્સ કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટને શેર કરી શકશે. આ પહેલા માત્ર પીડીએફ ફાઈલો જ શેર કરી શકાતી હતી.

રિપોર્ટ મુજબ યૂઝર્સ હવે 100 એમબી સુધીની ફાઈલો શેર કરી શકશે. તે ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈફોન યૂઝર્સ 100 એમબી કરતાં પણ મોટી ફાઈલો શેર કરી શકશે.

ફેસબુકની પ્રભુત્વવાળી વોટ્સએપે યૂઝર્સ માટે તેમના ફોટો અને વીડિયોને કેમેરા એપમાં સ્વાઈપ કરીને જોવાની સુવિધા પણ આપી છે. વોટ્સએપ સામે એવી પણ ફરિયાદો થતી રહી છે કે, તે ફોટોને કમ્પ્રેસ કરી દે છે, જેને કંપનીએ દૂર કરવાનો નિર્ણય કર્યો છે અને હવેથી ફોટોની ઓરિજનલ ક્વોલિટી સાથે કોઈ છેડછાડ કરવામા આવશે નહી તેવું કંપનીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત યૂઝર્સને ટેક્સ્ટને બોલ્ડ અને ઈટાલિક કરવા માટે તેમણે માત્ર ટેપ કરીને દબાવી રાખવાની જરૂર રહેશ. નવું અપડેટ એન્ડ્રોઈડ અને એપલ બંને યૂઝર્સ માટે કરવામાં આવ્યું છે.